October 1st 2012

ભક્તિ ભાવના

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       .ભક્તિ ભાવના

તાઃ૧/૧૦/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન કરતાં ભક્તિ ભાવથી,જીવનો મોક્ષમાર્ગ ખુલી જાય
પરકૃપાળુ સંત જલાસાંઇની,જીવ પર કૃપા દ્રષ્ટિ થઈ જાય
.                         ………………….ભજન કરતાં ભક્તિ ભાવથી.
કરતાં મનથી માળા જલાની,સાચી રાહ જીવને મળી જાય
સાંઇ સાંઇના સ્મરણ માત્રથી,બાબાનો પ્રેમ પણ મળી જાય
કળીયુગની કેડીને છોડવા,જીવનમાં મોહ માયા દુર રખાય
મળે શાંન્તિ જીવનેત્યારે,જ્યારે ભક્તિસ્નેહ સરળ થઈ જાય
.                       ……………………ભજન કરતાં ભક્તિ ભાવથી.
મળતાં માનવદેહ અવનીએ,જીવના કર્મની કેડી શરૂ થાય
સદકર્મને સાચવી લેતાં,જીવનમાં વ્યાધી નાકોઇ અથડાય
મળે જલાસાંઇની જ્યોત જીવને,એદેહનું કલ્યાણ કરી જાય
સુખશાંન્તિના વાદળ મળતાં,ઉજ્વળ આ જીવન થઈ જાય
.                       ……………………ભજન કરતાં ભક્તિ ભાવથી.

****************************************************