સ્નેહાળ પ્રેમ
. .સ્નેહાળ પ્રેમ
તાઃ૫/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતાં પ્રેમ માબાપનો,સંતાનને હૈયે આનંદ થાય
સ્નેહની મળતીસાંકળ,જીવનમાં શાંન્તિ આપીજાય
. ………………..મળતાં પ્રેમ માબાપનો.
નિર્મળતાની પ્રીત નિરાળી,માતાના પ્રેમે મળી જાય
બાળકની કેડીને જોતાં,હૈયામાં ટાઠક એ આપી જાય
સરળતાની સ્નેહાળ સાંકળ,જીવનેરાહ બતાવી જાય
મમતાની એકલહેરથી,સંતાનનુંજીવન ઉજ્વળ થાય
. ………………….મળતાં પ્રેમ માબાપનો.
પિતાના પ્રેમનીજ્યોતે જીવનના,સોપાન સરળ થાય
મહેનતના સંગાથી બનતા,સિધ્ધીઓજ મળતી જાય
કર્મનીકેડી સરળ બને,જ્યાં પિતાનાપ્રેમની વર્ષાથાય
અંતરમાં આનંદ માબાપને,સ્નેહાળજીવન આપીજાય
. …………………..મળતાં પ્રેમ માબાપનો.
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+