September 28th 2018

ચી.કનિષ્કાનો જન્મદીવસ

      Image result for swaminarayan
.          .ચી.કનિષ્કાનો જન્મદીવસ    

તાઃ૨૮/૯/૨૦૧૮    (૨૮/૯/૨૦૧૩)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ પપ્પામમ્મીનો તેને,જે ઉજવળ ભક્તિ આપી જાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
આજકાલનો સંબંધ સાચવતી દીકરી,આજે છવર્ષની થતી જાય
જીગ્નેશભાઈના આશિર્વાદ મળે,એ કનિષ્કા નામથી ઓળખાય
મમ્મી અર્પીતાનો પ્રેમ મળ્યો,જે જીવને પવિત્રરાહેજ દોરી જાય
શ્રીવિનુદાદાને અનંત આનંદ થાય,સંગે મીનાબા પણ હરખાય        
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
નાકદી મોહ કે નામાયા અડે દીકરીને,એ જ તેના વર્તનથી દેખાય
નેહાફોઇ સંગે પરીક્ષીત ફુઆનાય,કનિષ્કાને આશિર્વાદ મળી જાય
દાદા મહેન્દ્રભાઈ પણ આવ્યા,સાથે બાલીલાબેન પણ આવી જાય 
અનંત આનંદનીવર્ષા થઈ જાય,જ્યાં મંદીરમાં જન્મદીવસ ઉજવાય 
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
પરમપ્રેમ મળે અવનીપર દેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મેળવાય
સુખશાંંતિના વાદળ વરસતા જીવનમાં,પવિત્ર પ્રેમ પણ મળી જાય
પ્રદીપદાદા સંગે રમાદાદી આવ્યા,જ્યાં નિર્મળ જન્મદીવસ ઉજવાય
શ્રી સ્વામીનારાયણને પ્રાર્થના કરી,કનિષ્કા સુખી જીવન પામી જાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
============================================================
     ચી.કનિષ્કાના જન્મદીવસ નીમિત્તે શ્રી સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થના કરી
વિનંતી કરીએ છીએ કે તે જીવનમાં પવિત્રરાહ મેળવી ભણતર અને ભક્તિના સંગે
ઉજવળ જીવન જીવી જાય જે તેના માબાપ,બાદાદા અને સગા સંબંધીઓને શાંંતિ
આપે તે ભાવનાથી આ કાવ્ય તેને સપ્રેમ યાદ રૂપે ભેટ આપવામાં આવે છે.
    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને રમાના પરિવાર સહિત જય શ્રી સ્વામીનારાયણ.
============================================================
September 24th 2018

કેડીની પકડ

.                   . કેડીની પકડ

તાઃ૨૪/૯/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવદેહ અવનીપર,એ જીવને કર્મનાસંબંધથી મળી જાય
અવનીપર આગમન થતા અનુભવાય,જે થયેલ કર્મથીજ મેળવાય
........એ પરમાત્માની કૃપા અવનીપર,જે માનવદેહને કર્મ આપી જાય.
પવિત્રરાહ મળે જીવને મળેલદેહને,જે નિર્મળ ભક્તિએજ દોરી જાય 
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથીજ ભક્તિ કરાય
મોહમાયાની ચાદરને દુર રાખતાજ,ના આફત કોઇજ કદીય અથડાય
પરમકૃપા મળે મળેલદેહને જીવનમાં,જે પકડેલ પાવનકેડીએ સમજાય
........એ પરમાત્માની કૃપા અવનીપર,જે માનવદેહને કર્મ આપી જાય.
દેહ મળતા જીવને કર્મનીકેડી મળે,જગતપર અનેક કેડીએ ચાલી જાય
સમજણની સાંકળ એ શરીરને અડે,જીવનમાં અનેકમાર્ગ આપી જાય
નિર્મળ ભક્તિ પકડી જીવતા,મળેલદેહ પર સંતજલાસાંઇની કૃપા થાય
જીવને મળેલદેહ પર કુદરતની કૃપા થાય,જે અનંતશાંન્તિ આપી જાય
........એ પરમાત્માની કૃપા અવનીપર,જે માનવદેહને કર્મ આપી જાય.
=========================================================

 

September 17th 2018

તાલીઓના તાલે

.           .તાલીઓના તાલે   

તાઃ૧૭/૯/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માતાજીનો પ્રેમ મળે ભક્તોને,જ્યાં તાલીઓના તાલે ગરબા ઘુમાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા માતાને,જીવપર પવિત્રપ્રેમની વર્ષા થાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
પવિત્રધર્મનો સમય પારખી ભક્તો પધાર્યા,સંગે દાંડીયારાસ રમી જાય
આજે અનેક સ્વરૂપે પધારે માતાજી,જ્યાં પાવનરાહેજ ગરબા ગવાય
તાલી સંગે ગરબે ધુમતા નર ને નારી,મળેલ જીવન પાવન કરી જાય
નવરાત્રીની પવિત્રરાત્રીએ ધર્મ સમજતા,પવિત્રપ્રેમપણ મળતોથઈ જાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
માડી તારા ચારણને વંદન કરતા ભક્તો,નિર્મળભાવે ગરબે ઘુમી જાય
તાલીઓના સંગે શ્રધ્ધાએ દાંડીયા રમતા,માડીની કૃપાનો અનુભવ થાય
પ્રેમથી માડી કૃપા કરજો ભક્તો પર,જીવને મળેલદેહ પાવન થઈ જાય
અનંતકૃપાળુછે માતા અવનીપર,જે અનેકદેહ લઈ ધરતી પવિત્ર કરીજાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
============================================================

	
September 12th 2018

ગરબે ઘુમજો

.             .ગરબે ઘુમજો 

તાઃ૧૨/૯/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવનાએ ગરબે ઘુમજો,નવરાત્રીમાં માતાનો અનંતપ્રેમ મળી જાય
તાલીઓના તાલ સંગે ગરબા ગાતા,શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિ થઈ થાય
.......અનંત શક્તિશાળી પવિત્ર માતાજી,ભક્તિપ્રેમી પર પરમકૃપા કરી જાય.
નવરાત્રીના પવિત્ર દીવસોમાં,નિર્મળ ભક્તિ લઈને માતાને રાજી કરી જાય
ગરબા સંગે રાસરમતા ભક્તજનો,અંતરથી માતાજીને વંદન પણ કરી જાય
પવિત્ર તહેવાર એ પરમાત્માની છે કૃપા,જે હિંદુધર્મને પણ પાવન કરી જાય
નાચજો ભક્તજનો શ્રધ્ધા ભાવનાથી આજે,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય
.......અનંત શક્તિશાળી પવિત્ર માતાજી,ભક્તિપ્રેમી પર પરમકૃપા કરી જાય.
નવરાત્રીની નવદીવસની પવિત્રરાહ જોઇ,માતાજી ભક્તોપર પ્રેમ આપી જાય
વ્હેલા પધારજો માતાજી આંગણેઅમારે,નિર્મળજીવનમાં પવિત્રરાહ મળી જાય
સુખશાંંતિના વાદળ વરસતા માતાની કૃપાએ,જે મળેલ માનવદેહને પ્રેરી જાય
પ્રેમથી ગરબે ઘુમજો ભક્તજનો,જે હ્યુસ્ટનમાં હિંદુધર્મની પવિત્રરાહ દઈ જાય
......અનંત શક્તિશાળી પવિત્ર માતાજી,ભક્તિપ્રેમી પર પરમકૃપા કરી જાય.
=========================================================

September 10th 2018

ભોલેનાથ ભજો

Image result for ભોલેનાથ ભજો
.            .ભોલેનાથ ભજો    

તાઃ૧૦/૯/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમથી ભક્તિ કરતા,જીવને મળેલ દેહપર પરમકૃપા થઈ જાય
શ્રધ્ધા ભાવનાની પવિત્રરાહે,દેહ મોહમાયાના બંધનથી દુર રહી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય. 
પવિત્રદેહ લઈ અવનીપર આવ્યા,સંગે પવિત્ર ગંગાને વહેવડાવી જાય
પુંજનઅર્ચન શ્રધ્ધા સંગે કરતા,મળેલ દેહને જીવનમાં સુખ મળી જાય
પાર્વતીજીના પતિ થયા અવનીપર,સંગે ગજાનંદ ગણેશના પિતા થાય
અદભુત પવિત્ર શક્તિ લઈને જગતપર,જીવોને પાવનરાહ આપી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય. 
કુદરતનીકેડી એ અદભુતકૃપા પ્રભુની,જે અવનીપર અનેક દેહથી દેખાય
નિર્મળભાવનાને સંગે રાખી ભક્તિ કરતા,તમારા ઘરને પવિત્ર કરી જાય
શાંંન્તિનો સંગાથ મળે દેહને જીવનમાં,પાવન કર્મની પ્રેરણા આપી જાય
મુક્તિમાર્ગની આંગળી ચીધે જીવને,મળેલદેહને અંતે પાવનકૃપામળી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય.
======================================================
September 7th 2018

ગરબે ઘુમજો માડી

 Image result for માતાજીના નવરાત્રીના ફોટા
.          .ગરબે ઘુમજો માડી   

તાઃ૭/૯/૨૦૧૮                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

આવો વ્હાલા માડી આવો,તમે ગરબે ઘુમવા આવો
ચાચર ચૉકથી આવી માડી,હ્યુસ્ટન ગરબેઘુમી જાઓ
....કૃપા મળી માતાની નવરાત્રીએ,ભક્તો ગરબે ઘુમી જાય.
માડી તારા ગાતા ગુણલા,બાળ તમારા ગરબે ઘુમતા
સંગે ઘુમવા આવો માડી,સૌગરબે ઘુમતા રમતા રાસ
.......આવ્યા માડી આવ્યા,સાથે પવિત્ર પ્રેમે કૃપા લાવ્યા.
ચુંદડી ઓઢી ધુમતાગરબે,શોભી રહ્યા મા ચોકમાં આજે
પાવાગઢથી આવી માતા કાળકા,પણ ગરબેઘુમતા સાથે
.......આવ્યા માડી આવ્યા,સાથે પવિત્ર પ્રેમે કૃપા લાવ્યા.
સોળે સજેલ શણગાર માડીએ,સંગે રૂમઝુંમ ફરતા જાય
હ્યુસ્ટન આવી શોભા દેતા,ગુલાલ કંકુને એ સાથે લાવ્યા
.......આવ્યા માડી આવ્યા,સાથે પવિત્ર પ્રેમે કૃપા લાવ્યા.
ગરબે ઘુમતા નર ને નારી,શોભા થાતી મા અનેરી તારી
માડી કરજો આશા પુરી,ગરબે રમતા સૌ ભક્ત જનોની
.......આવ્યા માડી આવ્યા,સાથે પવિત્ર પ્રેમે કૃપા લાવ્યા.
સદાય જીવને સાથે મા રાખે,પ્રદીપની એ એકજ આશા
માડી તમારા પગલાં પાડી,પાવન જીવન કરજો અમારા
........આવ્યા માડી આવ્યા,સાથે પવિત્ર પ્રેમે કૃપા લાવ્યા.
નવરાત્રીની નવલીરાતે,ગરબે ઘુમવા આવજો હ્યુસ્ટન ચોકે
શોભે અમારા ગરબા ન્યારા,છે આજ  માતાની બલીહારી
.......આવ્યા માડી આવ્યા,સાથે પવિત્ર પ્રેમે કૃપા લાવ્યા.
================================================


	
September 1st 2018

કુદરતનો ઝંપ

.            .કુદરતનો ઝંપ   

તાઃ૧/૯/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર અનેક અસર છે કુદરતની,જગતપર જીવોના દેહને એસ્પર્શી જાય
અનેક સંબંધો કુદરતના અવનીપર,જે સમયસંગે પ્રત્યક્ષ અનુભવ આપી જાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય.
સુર્યદેવનુ આગમન દીવસમાં અવનીપર,મળેલ દેહને સવાર સાંજ આપી જાય
સવારથતા દેહોને દીવસમાં પ્રભાત મળીજાય,પવિત્રભાવે સુર્યદેવને નમન થાય
પવનદેવનુ નિર્મળ આગમનથતા જગતપર,નિર્મળદીવસ સંગે શાંંન્તિ આપીજાય
સમયે પવનદેવની ઝાપટ પડતા,અનેક અનુભવો મળેલ દેહને દુઃખી કરી જાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય.
મેઘરાજાનુ આગમન જમીનપર,શાંંન્તિના સહવાસે અનેક વૃક્ષોનુ આગમન થાય
સરળઆગમનને બદલે અધીકવર્ષાએ,અઢળક પાણી અનેક તકલીફો આપીજાય
વાહનને ચલાવવામાં તકલીફ પડે,ને માનવીને છત્રીના સંગેપણ દુખ મળી જાય
કળીયુગનો સ્પર્શ રાજકારણને થાય,ત્યાં ઉંમરને દુર રાખતા ઘરડા પણ ભટકાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય
==============================================================
 
September 1st 2018

ભજનપ્રેમ

.             .ભજનપ્રેમ    

તાઃ૧/૯/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમથી ભોલેનાથનુ ભજન કરતા,શંકર ભગવાનની પરમકૃપા થઈ જાય
પાવનરાહે જીવન જીવતા જીવપર,માતા પાર્વતીનો પ્રેમપણ મળી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
શ્રધ્ધાભાવનાએ ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાનો અનુભવ થઈ જાય
ભક્તિમાર્ગને પકડી ચાલતા જીવને,અવનીપર ભજનપ્રેમનો સંગ મેળવાય
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,જે ગણેશજીને અજબશક્તિ આપીજાય
રિધ્ધી સિધ્ધીના એ પ્રણેતા જગતમાં,જે જીવોના ભાગ્યવિધાતાય કહેવાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
કર્તાહર્તા જગતના ભારતમાં,માગંગા,જમના,સરસ્વતી,યમુના વહાવી જાય
મુક્તિમાર્ગ મળે જીવને અર્ચના કરવાથી,જેદેહને સદમાર્ગ પણ આપી જાય
સરળતાનો સહવાસ મળતા સંસારમાં,પિતામાતાપુત્રપુત્રીનો પ્રેમ મળી જાય
મળેલદેહથી શ્રધ્ધાપ્રેમે ભજન કરતા,મળેલકૃપા ધરને પણ પાવન કરી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
===========================================================