September 28th 2018

ચી.કનિષ્કાનો જન્મદીવસ

      Image result for swaminarayan
.          .ચી.કનિષ્કાનો જન્મદીવસ    

તાઃ૨૮/૯/૨૦૧૮    (૨૮/૯/૨૦૧૩)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ પપ્પામમ્મીનો તેને,જે ઉજવળ ભક્તિ આપી જાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
આજકાલનો સંબંધ સાચવતી દીકરી,આજે છવર્ષની થતી જાય
જીગ્નેશભાઈના આશિર્વાદ મળે,એ કનિષ્કા નામથી ઓળખાય
મમ્મી અર્પીતાનો પ્રેમ મળ્યો,જે જીવને પવિત્રરાહેજ દોરી જાય
શ્રીવિનુદાદાને અનંત આનંદ થાય,સંગે મીનાબા પણ હરખાય        
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
નાકદી મોહ કે નામાયા અડે દીકરીને,એ જ તેના વર્તનથી દેખાય
નેહાફોઇ સંગે પરીક્ષીત ફુઆનાય,કનિષ્કાને આશિર્વાદ મળી જાય
દાદા મહેન્દ્રભાઈ પણ આવ્યા,સાથે બાલીલાબેન પણ આવી જાય 
અનંત આનંદનીવર્ષા થઈ જાય,જ્યાં મંદીરમાં જન્મદીવસ ઉજવાય 
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
પરમપ્રેમ મળે અવનીપર દેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મેળવાય
સુખશાંંતિના વાદળ વરસતા જીવનમાં,પવિત્ર પ્રેમ પણ મળી જાય
પ્રદીપદાદા સંગે રમાદાદી આવ્યા,જ્યાં નિર્મળ જન્મદીવસ ઉજવાય
શ્રી સ્વામીનારાયણને પ્રાર્થના કરી,કનિષ્કા સુખી જીવન પામી જાય
......એજ કૃપા બાદાદાની મળી જાય,જે પવિત્રરાહે જીવને દોરી જાય.
============================================================
     ચી.કનિષ્કાના જન્મદીવસ નીમિત્તે શ્રી સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થના કરી
વિનંતી કરીએ છીએ કે તે જીવનમાં પવિત્રરાહ મેળવી ભણતર અને ભક્તિના સંગે
ઉજવળ જીવન જીવી જાય જે તેના માબાપ,બાદાદા અને સગા સંબંધીઓને શાંંતિ
આપે તે ભાવનાથી આ કાવ્ય તેને સપ્રેમ યાદ રૂપે ભેટ આપવામાં આવે છે.
    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને રમાના પરિવાર સહિત જય શ્રી સ્વામીનારાયણ.
============================================================