July 29th 2008
મને ગમ્યુ નહીં
તાઃ૨૯/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તમે સાચું ના બોલ્યા મને ગમ્યુ નહીં
તમે મારે ઘેર ના આવ્યા મને ગમ્યુ નહીં
તમે ભણ્યા નહીં મને ગમ્યુ નહીં
તમે પરમાત્માને ભુલ્યા મને ગમ્યુ નહીં
તમે જમ્યા નહીં મને ગમ્યુ નહીં
તમે અમેરીકા ગયા મને ગમ્યુ નહીં
તમે સંસ્કાર ભુલ્યા મને ગમ્યુ નહીં
તમે વડીલને ત્યજ્યા મને ગમ્યુ નહીં
તમે જુઠ્ઠુ બોલ્યા મને ગમ્યુ નહીં
તમે લાગણી દુભાવી મને ગમ્યું નહીં
તમે રખડ્યા કરો મને ગમ્યુ નહીં
તમે લબડી પડ્યા મને ગમ્યુ નહીં
તમે જીંદગી વેડફી મારી મને ગમ્યુ નહીં
+++++++++++++++++++++++++++++++
July 28th 2008
મુક્તિદાતા
તાઃ૨૮/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પધારો ભોલેનાથ ભગવાન તમારી જોવુ બારણે વાટ
આનંદ હૈયામાં આજે થાય કે જેની સીમાનો નહીં પાર
બોલો ઑમ નમઃ શિવાય
હાથમાં લીધા બીલીપત્ર ને બીજા હાથે ગુલાબના ફુલ
કંકુ સાથમાં રાખ્યુ હાથેઆજે લેવા મા ના ચરણનીધુળ
બોલો ઑમ નમઃ શિવાય
ડમરુ શોહે હાથમાં તમારે ને ગુજે અમારી ભક્તિની ધુન
આપજો હેતપ્રેમને સ્વીકારીસેવા કરજોમાફ અમારીભુલ
બોલો ઑમ નમઃ શિવાય
સૃષ્ટિ નો સથવારો મળ્યો જ્યાં લપેટ સંસારની લાગી
ભક્તિનો અણસાર મળ્યો માબાપથી પ્રભુથીપ્રીત થઇ
બોલો ઑમ નમઃશિવાય
અંતરના જ્યાં દ્વાર ખુલ્યાં ત્યાં હરહર ભોલે રટણ થયું
જગનીમાયા છુટી રહીજ્યાં પ્રભુસ્મરણ મનમાંવધીરહ્યુ
બોલો ઑમ નમઃ શિવાય
Omomomomomomomomomomomomomomomomomomomom.
July 22nd 2008
હસે ને હસાવે
તાઃ૨૨/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હસો ને હસાવો દીનકરભાઇ, આ જગને મન મુકી હસાવો
મહેતા કાંઇપણ કહેતા તો,સૌ સાંભળી આનંદમાં તો રહેતા
એવા અમારા વ્હાલા દીનકરભાઇ મહેતા
અગડં બગડં ચાલતુ આ જગ, જ્યાં ખુશી ના દેખે કોઇ
ફાંફા જ્યાં ત્યાં મારે તો પણ, જીવને જરીયે શાંન્તિ નહીં
ત્યારે દીનકરભાઇ ખુશીને લાવ્યા અહીં
શબ્દ જગતના એ મહારથી, દોડી આવ્યા અહીં હ્યુસ્ટન
માણો આનંદ મન મુકીને, ના જતા રહો ભઇ સ્વપ્નામાં
એમ કહેતા અહીં દીનકરભાઇ હસવામાં
પરમેશ્વરની જ્યાં મળી કૃપા, ત્યાં પ્રેમે જગને હસાવી દેતા
દુઃખસાગરંમાં તરી રહેલાને, સુખસાગરમાં પ્રેમે ખેંચીલેતા
સૌને મનમુકાવી ગમે ત્યાં હસાવી લેતા
સ્વાગત તેમનુ પ્રેમે કરીયે, ને સાથે દઇએ સૌ હૈયાના હેત
મુઝાયેલ મહારથીઓના મન, શબ્દોના સહવાસે મલકે છેક
આવી જીવનમાં તક મળે અમુલ્ય એક
સ્નેહ ભરેલા શબ્દો અમારા દીનકરભાઇના હૈયા કરશે ડુલ
આવ્યા પ્રેમે આવજો પ્રેમે હરખ પ્રદીપને જેનુ ના કોઇ મુલ
આજે સાહિત્ય સરીતા વહે છે ભરપુર
**********************************************
ગુજરાતી હાસ્ય કલાકાર શ્રી દીનકરભાઇ મહેતા આજે હ્યુસ્ટનમાં ગુજરાતી
સાહિત્યસરિતાના આમંત્રણને માન આપી અત્રે પધાર્યા તેની યાદ રુપે સપ્રેમ ભેટ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તાઃ૨૪/૭/૨૦૦૮ ગુરુવાર
July 21st 2008
સોમેશ્વર મહાદેવ
તા૨૧/૭/૨૦૦૮ ……………………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર છે પ્રથમવાર ને પ્રભુનું ડમરુ ડમડમ થાય
નાગદેવતા દુધ સ્નાને ને શીરે બીલી પત્ર ઠલવાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
જગતના પાલનહાર પુંજાય ને વિશ્વ આનંદે લહેરાય
ઑમ નમઃશિવાય, ઑમ નમઃશિવાય ચારે કોર થાય
………………………………………..ભોલે મહાદેવ સદા હરખાય
ભક્તિ જેના બારણે ડોલે, ને મંદીરનો થાય અણસાર
સુખને શાંન્તિનો વરસાદ વરસે, ને કૃપાશીવની થાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
મા પાર્વતીની માયા મળતાં, જીવ અતિઆનંદે ન્હાય
સાચીભક્તિ અને માયાપ્રભુની, મુક્તિ જીવે છે દેખાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
નાઆશા નાઅભિલાષા રહે જીવે શીવની દ્રષ્ટી થાય
અગમનાભેદ ને જગતનીમાયા,ના જગેસૃષ્ટી દેખાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
સ્મરણ શીવનું ને રટણ પ્રભુનું ના કોઇ મોહ ભટકાય
અનંતસ્નેહ શીવજીનોને,પ્રેમ માપાર્વતીનો મળીજાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
ના જગનીમાયા વળગે,ને ના વળગે બંધનમાયાના
સદા હેતરહે અંતરમાં ને મંદીર સમ મનડાં મલકાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
પ્રદીપ,રમાને પ્રેમ શીવજીથી,દુધે નાગદેવ હરખાય
રવિ,દિપલ વંદે પ્રભુને ને નિશીત ભક્તિએ મલકાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
*****બોલો ઑમ નમઃશિવાય,બોલો ઑમ નમઃશિવાય*****
July 15th 2008
અમારા હ્યુસ્ટનના શ્રી વિશાલભાઇ મોનપુરા જેણે કૉમ્પ્યુટર જગતને ગુજરાતી લખવા માટે પ્રમુખપૅડ આપ્યુ જે દ્વારા જગતના ગુજરાતી લેખકો પોતાની કૃતિઓ મુકી આનંદ અનુભવે છેતેઓના હાલ ભારતમાં લગ્ન થયા અને તેમના પત્નિ અ.સૌ.નૈનાબેન અહીં આવી ગયા જે આનંદનો પ્રસંગ હોઇ તેમને યાદગીરી તરીકે શુભેચ્છા કાવ્ય અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન) તાઃ૧૭/૭/૨૦૦૮ ગુરુવાર .
શુભેચ્છા
સાઇટ જોઇ,ગમી ગઇ,કોમ્પ્યુટરમાં સેવ અમે કીધી
વિશાલે નૈના જોઇ, ગમી ગઇ,નેપરણી લાવી દીધી
………………….આ તો જોવા જેવી થઇ ભઇ જોવા જેવી થઇ
ભક્તિ કીધી,પ્રભુને શોધી,આ જન્મે સફળતા જોઇ
સહજાનંદનુ સ્મરણ,નેહાથે માળા,પ્રેમ ભક્તિ થઇ
…………………..આ તો સ્નેહે ભક્તિ થઇ,ને જીવે મુક્તિ જોઇ.
અંતરમાં આનંદ,ને હૈયે હેત,મળે ગુજરાતી રાઇટ
પાટીપેન નામળે,છતાં મળી ,ગુજરાતી વેબસાઇટ
…………….આતો ભાષા પ્રેમ જોઇ વિશાલે લાવી દીધી અહીં.
હ્યુસ્ટન છે હરખાય ને ગુજ્જુ જગતના છે મલકાય
ના પ્રેસ મળ્યો ના છાપખાનું મળ્યું,મળ્યુ પ્રમુખપૅડ
……………આતો પ્રભુની કૃપા થઇ વિશાલ નૈના લાવ્યો અહીં.
શુભેચ્છાઓ સદામળશે ને મળે અંતરના આશીર્વાદ
કામ જગમાં કર્યુ તેણે,મળ્યો બુધ્ધિને અણસાર
………………આતો અલૌકિક કહેવાય,પ્રભુની કૃપાથી જ થાય
ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃ
ચી. વિશાલ તથા અ.સૌ. નૈનાબેનને પરમ કૃપાળું શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા
શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ના આશિર્વાદથી તેમનું લગ્નજીવન ભક્તિમય અને સુખ સમૃધ્ધિથી સાર્થક થાય તેવી પવિત્ર ભાવના સહિત અર્પણ.
મનની માગી મળી ગઇ ત્યાં લઇઆવ્યા ભારતની નાર
સાજનના સથવારે નૈના હ્યુસ્ટન આવી લઇ પ્રેમનો હાર
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર (હ્યુસ્ટન) તાઃ૧૭/૭/૨૦૦૮
July 13th 2008
જલો કે જલારામ
તાઃ૧૨/૭/૨૦૦૮.…………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
તને જલો કહુ જલારામ કહુ તારી ભક્તિ અપરંપાર
તારી શ્રધ્ધા સાચી વિરબાઇએ જાણી
જે જગતમાં ના મનાય
તારી ભક્તિ એમ રેલાય કે આવ્યા જગત મુરારી
ના માગી લક્ષ્મી કે ભક્તિ માગીતારીનાર
જેની કલ્પના ના કરાય
તેં દાન તો દીધા પ્રભુને જે જગમાં કોઇએ ના દીધા
જન્મ સફળ ને સાથે માર્ગ દીધો માનવને
માનવ જીવન છે સોહાય
રામશ્યામની આ અકળ લીલા તે સૃષ્ટીને સમજાવી
સંત સમાગમ ના શોધ્યો ના માર્યા વલખા
તારી ભક્તિમા દેખાય
ભોજલરામની સંસારી ભક્તિ પારખી પ્રભુએ લીધી
ના માયા કે ના કાયાના બંધન તેને નડ્યા
અંતે આવ્યા અંતરયામી
જલારામની જ્યોત મળી પ્રદીપને પ્રેમે પકડી લીધી
ભક્તિકેરા દીવે પ્રકટાવી મુક્તિ માગી સીધી
જલાની ભક્તિ સાચી દીઠી
omomomomomomomomomomomomomomomomomomom
July 12th 2008
आझादी का अवसर
ताः११-७-२००८ .. .. प्रदीप ब्रह्मभट्ट
सच कहेता हु मै यारो तुम सुनलो मेरी बात
देशदुनीया में नामहै उंचा मेराभारत है महान
शान उसकी शांन्ति हैओर प्यारा उसका वादा
विरजवानो की अदभूत भुमीहै नाकोइ मीसाल
जगके सारे देशोमें शान पहेचान मेरे भारतकी
उन्न्त लोग सच्चा प्यार इन्सानीयत बेसुमार
देशको देने आझादी कीतनी जान हुइ कुरबान
करके जीवनका बलीदान शान बढाइ भारतकी
ना हिन्दु थे ना मुस्लीम थे वो थे भारतवासी
देशकी आझादीके थे दीवाने मीलाके चले हाथ
ना धर्म देखा नाजात ,देखा जंजीरे प्यारा वतन
मीलाके मन, फनाहोकर बढाइजगमे सच्चीशान
मेरा भारतदेश है मेरा जीसकी शान हमारीआन
दीलयेकहे मनभीकहे जगने मेरा भारत है महान्
============================
१५ अगस्तके अवसर पर भारत देशकी आझादीको बिरदाते हुए ओर आझादीके अवसरकी
शुभ कामनाके साथ मेरे देशको सलाम……….प्रदीप ब्रह्मभट्ट
July 11th 2008
ભક્તિનો અણસાર
તાઃ૧૧/૭/૨૦૦૮.. ………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામ નામની પરવા જીવનમાં તું કદી નાકરજે,
જગમાં સાચી શ્રધ્ધા રાખી પ્રભુ સ્મરણમાં રહેજે
અલ્લા ઇશ્વર રામ રહીમને મનથી તું ભજી લેજે
માનવમનની જ્યોતજીવનમાં શ્રધ્ધાથી તુ ધરજે
સાધુ સંત બની ગયા જે ભક્તિ માર્ગ તને દેશે
સંસારમાં રહી પ્રભુ ભજીને જીવન સાર્થક કરજે
આંગણુ ઘરનું પાવન કરવા ભક્તિ કરજે રોજ
ના વ્યાધી કે ના ઉપાધી દુર એ તુજથી રહેશે
મનમાં સ્મરણ જલાનુ ને સાંઇનું રોજ કરજે
ભક્તિની એ શક્તિ અનેરી ના જગમાં કોઇ દેશે
મળશેશાંન્તિ આ જીવનમાં રાખજે સાચો ધ્યેય
સ્મરણ પ્રભુનું સદા કરજે ને મનમાં રાખજે ટેક
આત્માને જ્યાં ઓળખાણ થાય પ્રભુ ભક્તિથી
જીવનસાથે જન્મસફળથઇ મુક્તિ જીવનેમળશે
###################################
July 8th 2008
. વ્યથા મનની
તાઃ૮/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન આજીવવાની, જ્યાં મનમાં ઇચ્છા થઇ
આધીવ્યાધી ફેકી ઉપાધી જ્યાં, ત્યાંમનને શાન્તી થઇ
મક્કમ મનમાં ધ્યેય કર્યો જ્યાં, જીવનમાં જ્યોત થઇ
અંતરમાં આનંદને હૈયેહેત મળતાં,સાર્થક જીંદગી રહી
માનવ જીવની માગવાની રીત,હવે મને પરખાઇ ગઇ
જે જગમાં જોતાં પામર દેહથી, મને દ્રુણા લાગતી ગઇ
પ્રેમ શાનો ને લાગણી ક્યાંની, આજે સાચી દેખાઇ ગઇ
મળતા દેહ ને મળતી આંખો, ના હોય કાંઇ હૈયામાં હેત
સૃષ્ટીના સથવારે જોતાં ત્યાં,સકળ વિશ્વમાં પ્રભુ છે નેક
પરમાત્માની અકળ લીલાને, સમજી ના કોઇ શકવાનું
જીવન જીવતા દેહે,ઝંઝટ સાથે,વ્યાધી મનમાં રહેવાની
પ્રદીપ માગે જલાબાપાથી,એ ભક્તિ જેસાથે આવવાની.
=====================================
July 5th 2008
ઘટમાળ
તાઃ૫/૭/૨૦૦૮………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની આ ઘટમાળ નાઓળખી કે ઓળખાય
તારુ જગમાં જીવન જાય, ના જાણ્યુ કે જણાય
તારા અંતરમાં આનંદ થાય ના કહુ કે કહેવાય
…….. સંસારની આ ઘટમાળ
મિથ્યા મળતી જગની માયા ના છુટે કે છુટાય
તારા હૈયા ઉભરાઇ જાય ના ખમે ના સહેવાય
તને વળગી છે જે માયા તેમાં લબદે વારંવાર
………સંસારની આ ઘટમાળ
તારા પ્રેમ ભરેલા શબ્દજે હૈયાથી કહેવાઇ જાય
છે ઉભરાતા ઉમંગ જે મમતાથી લહેરાઇ જાય
છે આંખોના અણસાર મારુંમલકાઇ જીવન જાય
…….સંસારની આ ઘટમાળ
ઓ કરુણાના કરનાર દો ભક્તિ તણો અણસાર
નામાયા કે લગીર મોહ જીવનને ભરમાઇ જાય
દો જલારામ એવો સ્નેહ જીવન ઉજ્વળ દેખાય
………સંસારની આ ઘટમાળ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦