July 5th 2008

ઘટમાળ

                             ઘટમાળ 

તાઃ૫/૭/૨૦૦૮……….                   પ્રદીપ  બ્રહ્મભટ્ટ

સંસારની આ ઘટમાળ નાઓળખી કે ઓળખાય
તારુ જગમાં જીવન જાય, ના જાણ્યુ   કે જણાય
તારા અંતરમાં આનંદ થાય  ના કહુ કે કહેવાય
                                      …….. સંસારની આ ઘટમાળ
મિથ્યા મળતી જગની માયા ના છુટે કે છુટાય
તારા હૈયા ઉભરાઇ જાય ના ખમે ના સહેવાય
તને વળગી છે જે માયા તેમાં લબદે વારંવાર
                                       ………સંસારની આ ઘટમાળ
તારા પ્રેમ ભરેલા શબ્દજે હૈયાથી કહેવાઇ જાય
છે  ઉભરાતા ઉમંગ જે મમતાથી લહેરાઇ જાય
છે આંખોના અણસાર મારુંમલકાઇ જીવન જાય
                                         …….સંસારની આ ઘટમાળ
ઓ કરુણાના કરનાર દો ભક્તિ તણો અણસાર
નામાયા કે  લગીર મોહ જીવનને ભરમાઇ જાય
દો જલારામ એવો સ્નેહ જીવન ઉજ્વળ દેખાય
                                       ………સંસારની આ ઘટમાળ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment