October 31st 2011

એક ટકોર

.                           એક ટકોર

તાઃ૩૧/૧૦/૨૦૧૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવન છે સમજદારનું,જે તેના વર્તનથી દેખાય
એક ટકોરને પારખીલેતાં,જીવનો જન્મસફળ થઈ જાય
.              …………….સરળ જીવન છે સમજદારનું.
ભણતર એ જીવનનો પાયો,બાળપણથી જ મળી જાય
કેડીપકડી સમજીલેતાં,આવતીકાલ પણ ઉજ્વળ થાય
ટકોરમળે જ્યાં શિક્ષકની,ત્યાંજ લાયકાત મળતી જાય
મહેનત મનથી કરતાંસાચી,જીવનનીકેડી સુધરી જાય
.                   ………….સરળ જીવન છે સમજદારનું.
જુવાનીના જોશમાં રહેતાં,ના માબાપને કદીય ભુલાય
આશીર્વાદ દે ઉજ્વળજીવન,જે સાચા મળતાં મેળવાય
ભક્તિપ્રેમની જ્યોતમેળવતાં,મળેલ જન્મ સફળ દેખાય
પારખજીવની સાચીબને,જ્યાં મળેલએક ટકોર સમજાય
.                   …………..સરળ જીવન છે સમજદારનું.

++++++++++++++++++++++++++++++++++++

October 30th 2011

સ્નેહનુ સગપણ

.                  સ્નેહનુ સગપણ

તાઃ૩૦/૧૦/૨૦૧૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચું સગપણ એતો સ્નેહ છે,ના જન્મના બંધન હોય
મળતી માનવતા સંસારમાં,ત્યાંજ કર્મનાબંધન હોય
.                     ………….સાચું સગપણ એતો સ્નેહ છે.
શીતળ જીવન માનવપ્રેમ,ભટકે ના જીવન આમતેમ
લાગણીપ્રેમ તો છે અંતરથી,નિરખી શકે ન કોઇ એમ
મળતીપ્રીત અનેરી જીવને,જ્યાં દેહનિર્મળ થઈ જાય
હશીખુશીની કેડી જીવનમાં,ખોલીદે જીવના મુક્તિદ્વાર
.                   …………..સાચું સગપણ એતો સ્નેહ છે.
માયામળતાં માબાપની,જીવનું બાળપણ સુધરી જાય
આશીર્વાદની એકજ ટપલી,દેહને ઉજ્વળ જીવન દેતી
સ્નેહ એજ છે સાચુસગપણ,જીવનની ઝંઝટો છુટી જાય
કરી લીધેલા કામ પ્રેમથી,આધી વ્યાધીઓને તોડીજાય
.                   …………..સાચું સગપણ એતો સ્નેહ છે.

=====================================

October 29th 2011

મનોજભાઇ અને કલ્પનાબેનની વર્ષગાંઠ

.         મનોજભાઇ અને કલ્પનાબેનની વર્ષગાંઠ

તાઃ૨૯/૧૦/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

.          અવનીપરના આગમનની તારીખ સચવાઇ ગઈ
.   વર્ષ ના પકડાતાં એક એકાવન ને બીજુ છપ્પન મળ્યુ ભઈ
.      જીવનની સરગમને મનોજભાઇએ કલાથી પકડી અહીં
.    ત્યાં કલ્પનાબેનના અખંડ સહવાસે કલ્પના સફળ થઈ ગઈ
.             એકસઠનો આંકડો પકડ્યો દેહથી મનોજભાઇએ
.                  ત્યાં કલ્પનાબેન કહે હું સત્તાવનની થઈ.

.                                      ૨૬ ઓક્ટોબર

.      અમારા હ્યુસ્ટનમાં સરસ્વતી સંતાનના સહવાસમાં રહેતા ગાયક,લેખક અને
સંગીતકારની પદવી પામેલા શ્રી મનોજભાઇ (૧૯૫૧) અને એક જ તારીખે જન્મેલા
તેમના જીવનસાથી શ્રીમતી  કલ્પનાબેન (૧૯૫૬)ની જન્મદીનની પ્રદીપ બ્રહ્મભટ્ટ
અને પરિવાર તરફથી જય જલારામ સહિત શુભેચ્છા કે પરમાત્મા તેમના જીવનની
સર્વ મનોકામના પુર્ણ કરે.

October 28th 2011

અપેક્ષીત જીવ

.                 અપેક્ષીત જીવ

તાઃ૨૮/૧૦/૨૦૧૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો અવની પર જીવ,એતો દેહ મળતાંજ દેખાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવી,કર્મના બંધને મેળવાય
.                       ……………આવ્યો અવની પર જીવ.
અગણિત કૃપા પરમાત્માની,ભક્તિભાવે જ મળી જાય
માનવજન્મ સત્કર્મનીસીડી,આવતીકાલ સુધારી જાય
રાહમળે ત્યાં જીવને સાચી,જ્યાં ભક્તિપ્રેમને સચવાય
નિર્મળજીવન શાંન્તિસંગે,સાચા સંતની કૃપાએ લેવાય
.                       ……………આવ્યો અવની પર જીવ.
પશુ પક્ષી કે પ્રાણી દેહે,અહીં તહીં અવનીએ ભટકાય
નિરાધાર જીવન છે પક્ષીનું,આધાર બીજાનો શોધાય
અહીં તહીં ભટકી માળા બાંધી,દેહનું જીવન પુરુ થાય
પશુ કેપ્રાણી દેહમળતાં,માનવીથી અપેક્ષા મળીજાય
.                       ……………આવ્યો અવની પર જીવ.
દેહ મળે જીવને માનવનો,સમજણે કર્મ પાવન થાય
સદમાર્ગની કેડી છે નિરાળી,જીવનુ કલ્યાણ કરીજાય
અપેક્ષા જીવની કૃપાપામવા,ભક્તિનોસંગ મળીજાય
ઉજ્વળ મળતા કેડીજીવને,મુક્તિના માર્ગ ખુલી જાય
.                         ………….આવ્યો અવની પર જીવ.

=================================

October 27th 2011

નવલુ નુતન વર્ષ

.                 નવલુ  નુતન વર્ષ

તાઃ૨૭/૧૦/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય ના પકડે કોઇ જગતમાં,અને ના કોઇથીએ છોડાય
ગઈ કાલ ભુતકાળ બને,ને આવતીકાલ ભવિષ્ય કહેવાય
.                    ……………સમય ના પકડે કોઇ જગતમાં.
ભુલ થયેલી જીવનમાં કોઇ,સમજીને એ સુધારી લેવાય
માનવીમનને મળેલકેડી,જેથી ભવિષ્યકાળને બદલાય
મનથીમહેનત ને પ્રભુભક્તિએ,જીવથીસાચીકેડીલેવાય
મળીજાય માનવતા સમજતાં,નુતન વર્ષ ઉજ્વળ થાય
.                …………….સમય ના પકડે કોઇ જગતમાં.
લાગણી મનમાં થોડી રાખતાં,મળે સરળતાનો સહવાસ
ઉભરાની સાચવણી કરતાં,સૌનો સરળ પ્રેમ મળી જાય
ભુતકાલની ભુલ સુધરતાં,નુતન વર્ષ પણ સુધરી જાય
મળે પ્રેમ જગતમાં સૌનો,ના અપેક્ષા જીવની રહી જાય
.               …………….સમય ના પકડે કોઇ જગતમાં.

+++++++++++++++++++++++++++++++++++

October 27th 2011

આગમન દીવાળીનુ

.                 આગમન દીવાળીનું

તાઃ૨૭/૧૦/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાથીયા કર્યા મેં બારણે ઘરના,ને કંકુના ચાંલ્લા પાંચ
જ્યોત પ્રગટાવી પ્રેમનીઘરમાં,જોઇ જલાસાંઇનીઆંખ
.                 …………..સાથીયા કર્યા મેં બારણે ઘરના.
દીવાળીના દર્શન કરતાં,મા લક્ષ્મી પંચામૃતથી પુંજાય
કંકુચોખા કપાળે જોતા,માતા સરસ્વતી પણ રાજી થાય
આવી મારા આંગણે ઉભા રહે.પ્રભુ રામના દુત હનુમાન
કાળીચૌદશ સાર્થક બને,જ્યાં હનુમાનચાલીસાસંભળાય.
.                 …………….સાથીયા કર્યા મેં બારણે ઘરના.
જીવજંતુથી મુક્તિ મળે દેહને,જ્યાં દારૂખાનુ  ફુટી જાય
શુધ્ધ સાત્વીક શ્વાસ મળતાં,દેહના સૌ દુઃખ ભાગી જાય
મળેપ્રેમ જીવનમાં સૌનો,ત્યાં મળેલ જન્મસફળ દેખાય
નિર્મળ ભાવના મનથી રાખતાં,સાચી ભક્તિ થઈ જાય
.                    ………….સાથીયા કર્યા મેં બારણે ઘરના.

************************************

October 26th 2011

આવી દીવાળી

.                           આવી દીવાળી

તાઃ૨૬/૧૦/૨૦૧૧   (વદ અમાસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધુપદીપને અર્ચન કરતાં,દીવાળીએ મા લક્ષ્મીની પુંજા થાય
પવિત્રભાવે ચોપડા પુંજતા.માતા સરસ્વતીનીકૃપા થઈ જાય
.                               ……………ધુપદીપને અર્ચન કરતાં.
આસોમાસની અમાસ આવતાં,ધુમધડાકા કરતાં સૌ હરખાય
કંકુ તીલક સાથીયા કરીને,ઘરના દ્વારે માતાની રાહ જોવાય
ઉમંગ જીવનમાં મેળવી લેતા,ભક્તિનીરાહ સાચી મળીજાય
નિર્મળ ભક્તિ ધરમાં જોતાં,માતાની અદભુત કૃપા મેળવાય
.                                 ………….ધુપદીપને અર્ચન કરતાં.
પ્રભુકૃપાની મળે સીડી જ્યાં,ત્યાં ના મોહમાયાના દર્શન થાય
સુખ શાંન્તિને સંમૃધ્ધિ આવીમળે,મળેલ જન્મસફળ થઈ જાય
મુક્તિમાર્ગની સરળતા લેતા,જગતની આધી વ્યાધી દુર થાય
મળે શાંન્તિ કૃપાએ માતાની,જે આવતી કાલનેય સુધારી જાય
.                                 …………..ધુપદીપને અર્ચન કરતાં.

*****************************************************

October 25th 2011

આગળ કે પાછળ

.                    આગળ કે પાછળ

તાઃ૨૫/૧૦/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ ચાલવા આંગળી પકડુ,ને પાછળ ચાલવા ખંત
સૃષ્ટિના કરતારની કેડી લેવા,પ્રભુ ભક્તિમાં રાખો મન
.                …………..આગળ ચાલવા આંગળી પકડુ.
બાળપણ એ કુદરતની દેણ,દેહને સમયે સમજાઇ જાય
કેડીદીધી કરતારે જીવને,માનવમનને  એ સ્પર્શી જાય
ઉંમરને ના સંબંધ મનથી એતો અનુભવે જ ઘડાઇ જાય
આંગળી પકડી ચાલતાં સંસારમાં,ઉત્તમ રાહ મળી જાય
.                 …………..આગળ ચાલવા આંગળી પકડુ.
મોહમાયાના બંધન છે સૌને,જે સમજી વિચારી લેવાય
લાગે જો સંસારની માયા,જીવનો જન્મ વ્યર્થ થઈ જાય
મળેમનને  કેડી જીવનમાં,જે સમજીનેજ પાછળ ચલાય
વડીલનો સહવાસ ને પ્રેમ,પ્રભુકૃપાએ જીવથી મેળવાય
.                ………….. આગળ ચાલવા આંગળી પકડુ.

************************************************

October 25th 2011

સંતની વાણી

.                    સંતની વાણી

તાઃ૨૫/૧૦/૨૦૧૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતની વાણી તો શીતળ લાગે,જ્યાં પ્રભુ ભક્તિ સહેવાય
સાચા સંતની એક જ વાણી,મળેલ જન્મ સફળ કરી જાય
.                      …………..સંતની વાણી તો  શીતળ લાગે.
મોહ લાગે જ્યાં પરમાત્માનો,ને માયા ભક્તિએ થઈ જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ પાવન કર્મ કરાવી જાય
આશાને  મુકીએ માળીએ,ને અપેક્ષાઓ તનથી ભગાડાય
આવી મળે જલાસાંઇનો પ્રેમ,જે જીવન ઉજ્વળ કરી જાય
.                        ………….સંતની વાણી તો શીતળ લાગે.
સાચી ભક્તિ ત્યાં સંતની બને,જ્યાં કળીયુગને  તરછોડાય
સદમાર્ગનીદોરી કુદરતની,જે જીવને ભક્તિમાર્ગ દઈ જાય
શબ્દનીસરળતા મળે વાચાને,જ્યાં અંતરથી તેને બોલાય
કળીયુગના બંધનને એકાપે,ને જીવને મુક્તિરાહ મળીજાય
.                     …………….સંતની વાણી તો શીતળ લાગે.

===================================

October 24th 2011

ધન વૈભવ

.                      ધન વૈભવ

તાઃ૨૪/૧૦/૨૦૧૧   (ધનતેરસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધન વૈભવ છે કૃપા માતાની,જે  ભક્તિ પ્રેમથીજ મેળવાય
લક્ષ્મી માતાની સદા કૃપા રહે,જ્યાં વૈભવ લક્ષ્મીને પુંજાય
.                    ………….ધન વૈભવ છે કૃપા માતાની.
આજકાલની આ રામાયણમાં,ના  ભક્તિ ભાવને ખોવાય
સદાપ્રેમથી ભક્તિ કરતાં જીવનમાં,મા સદાય રાજીથાય
પંચામૃતથી સ્નાનકરાવી,માતાની મુર્તીની આરતી થાય
સરળપ્રેમની ભાવનાજોતાં,લક્ષ્મીમાતાની કૃપા મેળવાય
.                    …………..ધન વૈભવ છે કૃપા માતાની.
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,દેહથી ધનવૈભવ મેળવાય
એક જ દ્રષ્ટિ પડે માતાની,કૃપાની કેડી જીવને મળી જાય
આવતી વ્યાધી અટકે જીવનમાં,ને ઉપાધીય ભાગી જાય
સાર્થક ભક્તિ બને દેહની આજે,જ્યાં લક્ષ્મીની વર્ષા થાય
.                      ………….ધન વૈભવ છે કૃપા માતાની.

===================================

Next Page »