October 16th 2011

रटण और स्मरण

.                रटण और स्मरण

ताः१६/१०/२०११                    प्रदीप ब्रह्मभट्ट

सांइ सांइ के रटण स्मरणसे,मनको शांन्ति मीलती  है
पावनकर्म देकर जीवनमें,सांइ जन्मसफल ये करते है
.                    …………….सांइ सांइ के रटण स्मरणसे.
निर्धनको धनवान बनाके,जीवनमें सुखशांन्ति वो देते है
श्रध्द्धा और विश्वास रखनेसे,सब काम सफल कर देते है
ना मोहमाया का कोइ साथ रहे,ना जीवनमें रहे कोइ माग
कृपा मीले जहां बाबाकी प्रेमसे,उज्वळ जन्म येहो जाता है
.                        …………..सांइ सांइ के रटण स्मरणसे.
सदा साथमें रहेते है,जहां प्रेमभावसे मनसे भक्ति होती है
आधीव्याधी भी दुररहेती है,जहां बाबाकी प्रेमद्रष्टि पडती है
अल्ला इश्वर भी एक ही लगते,जहां श्रध्धा सबुरी रहेती  है
हरपल रटण और स्मरणसे बाबाकी, सदा कृपा भी  होती है.
.                         …………..सांइ सांइ के रटण स्मरणसे.

************************************

October 16th 2011

કળીયુગની દેણ

.                       કળીયુગની દેણ

તાઃ૧૬/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેળવી લીધી મળતી માયા,જે આ કાયાને સ્પર્શી ગઈ
આંગણે આવતી જોઇલીધી જ્યાં,એત્યારથી મળી ગઈ
.                   …………….મેળવી લીધી મળતી માયા.
કોઇ કહે મને કેમછો ભઈ,ત્યાં મારાથી હાય બોલાયું અહીં
મને એ કે સમય છે સારો,પણ પેલાનું દીલ દુભાયુ ભઈ
કળીયુગ કેરી ચાલમાં રહેતાંતો,મળીને દુર ભાગતા અહીં
અક્કલથોડી જ્યાંવહેંચાઇ ગઈ,ત્યારથી બુધ્ધિ બગડીગઈ
.                    ……………મેળવી લીધી મળતી માયા.
વંદન કરતો માબાપને જ્યાં,ત્યાં આશીર્વાદ મળતા ભઈ
થોડી હવાલાગતા કળીયુગની,ત્યાંમમી ને ડૅડ થયા અહીં
આંખો ભીની જોતાં માબાપની,સમજ મને ના આવે કંઈ
પરમાત્માનો એક ડંડો પડતાં,બધા સંબંધો કપાયા અહીં
.                  ……………..મેળવી લીધી મળતી માયા.

===================================

October 16th 2011

જન્મદીનનો આનંદ



.

.

.

.

.

.

.

.

.

.                  જન્મદીનનો આનંદ

તાઃ૧૬/૧૦/૨૦૧૧       (૧૯૮૩)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી દોડી જન્મ તારીખ ભઈ,આજે જીગ્નેશ મલકાઇ જાય
સમય ના પકડે કોઇ જીવનમાં,એ તો આગળ ચાલતો જાય
.                        ………….આવી દોડી જન્મ તારીખ ભઈ
રવિવારની શીતળ સવાર હતી,ને ૧૬ તારીખ ઑક્ટોબરની
સાવલી ગામની પવિત્ર ધરતીએ,ભઈ સાલ હતી એ ૧૯૮૩
માતાની માયા મીના બેનની,ને પિતા બની ગયા વિનુભાઇ
એવા દીકરા વ્હાલા જીગ્નેશનો,જન્મદીન હ્યુસ્ટનમાં ઉજવાય
.                        …………. આવી દોડી જન્મ તારીખ ભઈ.
પાપા પગલી કરતો જોતાં બાળકને,માતા મીનાબેન હરખાય
પવિત્ર કેડી જીગ્નેશની જોતાં,પિતા વિનુભાઈને આનંદ થાય
આર્યાની આંગળી પકડી નેહા સંગે,પરિક્ષીતકુમાર આવી જાય
આનંદ સૌને અનેરો આજે,જીગ્નેશ આજે વર્ષ ૨૮ વટાવી જાય
.                          ………….આવી દોડી જન્મ તારીખ ભઈ.
પ્રેમ ભાવના સૌની સાથે છે,જે આજે તેના જન્મદીને મેળવાય
પ્રદીપ,રમા દોડતા આવ્યા,સંગે રવિ,દીપલ,નિશીત ખુશ થાય
પ્રભુભક્તિને પકડી રાખતાં,જીવનમાં શીતળ રાહ પણ મેળવાય
શતમ જીવં શરદં કહેતા સૌ આજે,જન્મદિનનો આનંદ લેતાજાય
.                            ………….આવી દોડી જન્મ તારીખ ભઈ.

============================================
.          ચી. જીગ્નેશનો આજે જન્મદીન હોઇ પવિત્ર ભાવનાએ આશીર્વાદ આપી
પરમાત્માને તથા સંત જલારામ અને સાંઇબાબાને વિનંતી કરીએ કે તેની સર્વ
મનોકામના પુર્ણ કરી માનવ જન્મ સાર્થક કરવાની તક આપે તે જ પ્રાર્થના.

લી.પ્રદીપ ,રમા,રવિ,દીપલ,નિશીતકુમારના જય જલાસાંઇરામ. તાઃ૧૬/૧૦/૨૦૧૧