October 8th 2011

એંધાણ

.                       એંધાણ.

તાઃ૮/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને મોકળાશ મળે,જ્યાં ડગલાંએ વિચારાય
કુદરતની આ સરળકેડી છે એવી,જે એંધાણ આપી જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.
પ્રભુ પ્રેમને પામવાને જગતમાં,જીવ ભક્તિએ દોરાય
મળે સાચોમાર્ગ જીવને,જે પામર માનવી મેળવીજાય
જન્મ સફળ છે કર્મ સંગે,એ વાણીવર્તનથીજ સમજાય
મળે સાચોપ્રેમ પ્રભુનોજીવને,ભક્તિકર્મથી બંધાઇ જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.
તાંતણો એક મળે પવિત્ર,જે દેહને ભક્તિએ ખેંચી જાય
પળપળને પકડાવી દઈને,જીવને સદમાર્ગે દોરી જાય
માબાપને એંધાણ મળે સંતાનના,જે વર્તનથી દેખાય
હાયબાયની એકજ કેડી જોતાં,સધળુય સમજાઇ જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.

+++++++++++++++++++++++++++++++++++++

October 8th 2011

કંકુ ચોખા

.                    કંકુ ચોખા.

તાઃ૮/૧૦/૨૦૧૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુભ અવસરનો અણસાર મળે,જેને પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી આગળ વધતાં,કંકુ ચોખાએ વધાવાય
.                   …………શુભ અવસરનો અણસાર મળે.
મનને મળતા અનેક માર્ગે,જીવ આકુળ વ્યાકુળ થાય
શાંન્તિનો સથવારો મળતાદેહને,ઘણુંય સમજાઇ જાય
પ્રેમતો પડદો બને જીવનમાં,જે શુભકર્મોએ ખુલીજાય
પરમાત્માની એકદ્રષ્ટિએ,જીવનમાં ઘણુ બધુમળીજાય
.                  …………….શુભ અવસરનો અણસાર મળે.
ધર્મ કર્મના અતુટબંધન,જન્મ મળતાં જીવને સમજાય
પુંજનઅર્ચન મનથી કરતાં,સંતનો સહવાસ મળી જાય
વધામણીની વહેતીગંગા,મળેલ જીવનપવિત્ર કરીજાય
કંકુચોખા એ શીતળછે કેડી,જીવનો જન્મ સફળકરીજાય
.                     ………….શુભ અવસરનો અણસાર મળે.

=================================