અણમોલ
. અણમોલ
તાઃ૨૧/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જકડી ચાલે માયા,ના મોલ તેનુ કહેવાય
કઈ કોની ને કેટલી છે એ,જાણતા એતો પરખાય
. ………….જીવને જકડી ચાલે માયા.
મળે જ્યાં માનવ દેહ જીવને,અણમોલ કૃપા કહેવાય
સમજી વિચારી જીવન જીવતાં,જીવ મુક્તિએ દોરાય
માયા વળગે મોહ વળગે,એ તો કળીયુગની ભઈ રીત
અંત તેનો આવેઉત્તમ,જેને સાચી ભક્તિથી થઈ પ્રીત
. …………..જીવને જકડી ચાલે માયા.
સંસારનાબંધન સરળબને.જ્યાં વડીલને વંદન થાય
મળે આશિર્વાદ અંતરથી,ત્યાં વ્યાધીઓ ભાગી જાય
જલાસાંઇનો પ્રેમમળે દેહને,મળેલ જન્મ સાર્થક થાય
અણમોલ રાહ ભક્તિની મળે,જે પાવન કર્મો કરી જાય
. …………..જીવને જકડી ચાલે માયા.
*********************************************