October 12th 2011

મારી સમજણ

.                . મારી સમજણ.

તાઃ૧૨/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ મારીતો શીતળ છે,નાવ્યાધી કે કોઇ છે ઉચાટ
ભક્તિ પ્રેમની કેડી પકડતાં,શાંન્તિ મળી ગઈ ચુપચાપ
.                    ………….સમજણ મારી તો શીતળ છે.
સંત જલારામની ભક્તિ નિરાળી,અન્નદાનથી ઓળખાય
આંગણે આવેલ જીવને પ્રેમે,ભોજન આપીને આવકારાય
.                    …………..સમજણ મારી તો શીતળ છે.
જીવને ઝંઝટ તો અનેક છે,જે કર્મના બંધનથી મેળવાય
પાવન જીવ તો અતિ દયાળુ,દેહના વર્તનથી જ દેખાય
.                   .…………..સમજણ મારી તો શીતળ છે.
કળીયુગ કેરા સ્વાદને તોડી,પતિપત્નિથી જ આવકારાય
આવેલ જીવને પ્રેમ મળતાં,કદીક પરમાત્મા આવી જાય
.                     …………..સમજણ મારી તો શીતળ છે.
માનવતાની મહેંક સાચવતાં,ના ભેદભાવ કોઇ દેખાય
હાથ પકડી સાથે ચાલતા જોઇ,સંત સાઇબાબા હરખાય
.                     …………..સમજણ મારી તો શીતળ છે.
શ્રધ્ધાને જ્યાં સાચવી દેહે,ત્યાં વિશ્વાસ પણ વધી જાય
અલ્લા ઇશ્વરને એકજ જોતાં,જગે માનવતા મહેંકી જાય
.                      …………..સમજણ મારી તો શીતળ છે.
ભક્તિ કરતાં પ્રેમથી સંતની,ઘરમાં પવિત્રતા મળી જાય
મંદીર મસ્જીદનો મોહ છોડતાં,જીવનું ઘરમંદીર થઈ જાય
.                       …………..સમજણ મારી તો શીતળ છે.

+=================+================+