October 9th 2011

૯,૧૦,૧૧.

.                  ૯,૧૦,૧૧.

તાઃ૯/૧૦/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદી જીવનમાં ના મળે,એવો મળી ગયો સમયનો સાથ
૯,૧૦,૧૧ કદી લખાય ના સાથે,આતો કુદરતની કમાલ
.                               ……………કદી જીવનમાં ના મળે.
સાચી સમજણ ભણતરની છે,જેમાં આવે ૯ પછી જ ૧૦
૯ એ તો દીવસ છે મહિનાનો,ને આ મહિનો પણ છે  ૧૦
કેવો મેળ કુદરતનો છે આજે,જે કદી ના આવે વર્ષો વર્ષ
આતો કુદરતની કારીગીરી ભઈ,ના કોઇથી કંઇ જ થાય
.                                 ………….કદી જીવનમાં ના મળે.
૯,૧૦ ની સમજ પકડાઇ ગઈ,તો હવે કહો કયુ વર્ષ છે આ
અરે ભઈ કુદરતની કલમ  જોતાં,કહેવાય કે વર્ષ આ ૧૧
દીવસ મહિનો તોસમજી લીધો,સાથે મળી ગયુ પણ વર્ષ
કલમ પકડી કાગળ પર તારીખ, લખતાં મળી ૯,૧૦,૧૧
.                                 …………..કદી જીવનમાં ના મળે.

૯,૧૦,૧૧*****૯,૧૦,૧૧@@@@@૯,૧૦,૧૧+++++++

October 9th 2011

જીવ ને જગત

.                 જીવ ને જગત

તાઃ૯/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

*સમયને જગતમાં કોઇ પકડી શક્યુ નથી.
*જીવને મળેલ દેહની અપેક્ષા અધુતી રહેતા તેને જન્મ મળે છે.
*પ્રાણી અને પશુના દેહની જીંદગી એ બીજા પર આધારીત હોય છે.
*આજકાલના બંધન દરેક દેહને વળગેલ છે સાચી ભક્તિ જીવને બચાવે  છે.
*મારાની મમતા અને તારાનો તિરસ્કાર એ જ જીવનને ભિંજવી રાખે છે.
*મળતો પ્રેમ એ જીવની લાયકાત અથવા કર્મનાબંધન જે જીવનો ભુતકાળ છે.
*જ્યાં મોહમાયાના સંબંધ છે ત્યાં સતકર્મોનો સહવાસ કદી રહેતો જ નથી.
*જન્મ દેનાર માતા અને પાલનહાર પિતાને સદા નિર્મળ ભાવનાથી જોવા જોઇએ.
*જગના બધા બંધન નાશ પામે જ્યાં સાચા સંતની ભક્તિ થાય અને વર્તન સચવાય.
*કળીયુગની કાતર સૌપર ચાલે છે,પણ જ્યાં પરમાત્માની સાચી ભક્તિ છે ત્યાં અટકે છે.
*અપેક્ષા એ જીવની માગણી છે.કૃપાએ જીવની સાચી લાયકાત છે,જે ભક્તિએ જ મળે છે.

.    જીવ અને જગતની આ સમજ દરેક દેહને સ્પર્શે છે તેમાંથી કોઇ જ છટકી શકતુ નથી.
અને એટલા માટે માનવદેહથી સદમાર્ગે જવાય તો જીવનો ઉધ્ધાર થાય અને મુક્તિ મળે.

*************************************************************

October 9th 2011

ઝટપટ

.                    ઝટપટ.

તાઃ૯/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને જીવતાં જીંદગી,શીતળતા મેળવી જાય
ઝટપટની ઝાપટમાં આવતાં,બનતા કામય બગડી જાય
.                 …………..સમય સમજીને જીવતાં જીંદગી.
કડી મેળવી કુદરતથી જીવનમાં,સદકાર્યોજ મળતા જાય
સુખશાંન્તિ સંગે પ્રેમમળે જગતમાં,જ્યાં કૃપાપ્રભુની થાય
નાઆવે વ્યાધી કળીયુગની,ને ઉપાધીઓ તો ભાગી જાય
મનને મળતી શાંન્તિ જીવનમાં,જલાસાંઇની કૃપા કહેવાય
.                 ……………સમય સમજીને જીવતાં જીંદગી.
લાગણી પ્રીત જીવનમાં ભાગે,જ્યાં ઝટપટનો સંગ લેવાય
સમજણે કામને પુર્ણ સમજતાં,એ પાછળથી પસ્તાવીજાય
નાઆરો કે નાઓવારો રહે,જ્યાં દુઃખ સાગરમાં પડી જવાય
વિચારીને ભરેલ દરેક ડગલે,પરમાત્માનો સાથ મળી જાય
.                   …………..સમય સમજીને જીવતાં જીંદગી.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()