October 9th 2011

ઝટપટ

.                    ઝટપટ.

તાઃ૯/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને જીવતાં જીંદગી,શીતળતા મેળવી જાય
ઝટપટની ઝાપટમાં આવતાં,બનતા કામય બગડી જાય
.                 …………..સમય સમજીને જીવતાં જીંદગી.
કડી મેળવી કુદરતથી જીવનમાં,સદકાર્યોજ મળતા જાય
સુખશાંન્તિ સંગે પ્રેમમળે જગતમાં,જ્યાં કૃપાપ્રભુની થાય
નાઆવે વ્યાધી કળીયુગની,ને ઉપાધીઓ તો ભાગી જાય
મનને મળતી શાંન્તિ જીવનમાં,જલાસાંઇની કૃપા કહેવાય
.                 ……………સમય સમજીને જીવતાં જીંદગી.
લાગણી પ્રીત જીવનમાં ભાગે,જ્યાં ઝટપટનો સંગ લેવાય
સમજણે કામને પુર્ણ સમજતાં,એ પાછળથી પસ્તાવીજાય
નાઆરો કે નાઓવારો રહે,જ્યાં દુઃખ સાગરમાં પડી જવાય
વિચારીને ભરેલ દરેક ડગલે,પરમાત્માનો સાથ મળી જાય
.                   …………..સમય સમજીને જીવતાં જીંદગી.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment