October 5th 2011

લગામની પકડ

.              લગામની પકડ

તાઃ૫/૧૦/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાને સમજાય જીવનમાં,ત્યાં શાંન્તિ મળતી જાય
સમજીને લગામ રાખતાં હાથમાં,સર્વે સફળતાલેવાય
.                     ………….. શ્રધ્ધાને સમજાય જીવનમાં.
માયાનાબંધન છે જગમાં,મન મતીથી અટવાઇ જાય
સમજી વિચારી ડગલુ ભરતાં,પાવનકર્મ જીવથીથાય
મોહ જીવનમાંસૌને લાગે,તેને સમજદારથી સમજાય
ના આડી કોઇ આફત આવે,કે ના અથડામણ કોઇથાય
.                     ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
સાચી લાગણી હ્ર્દયથી નીકળે,ના ઉભરાથી એ દેવાય
મળે અંતરની પ્રીત જગતમાં,જેને પ્રેમ સાચો કહેવાય
પારકરે જ્યાં લાગણીજીવનમાં,ત્યાંઅતિનો ઉભરોથાય
ના ઉજ્વળતા મળેદેહને,કે ના કોઇ કામસફળ પણથાય
.                      ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
ઝળહળ વહેતા ઝરણાને,શીતળ વહેંણ છે એમ કહેવાય
વહી જાય જ્યાં વહેણ ઝડપથી,દેહને ઝાપટ મારી જાય
લગામનો જ્યાંસાથછે જીવનમાં,ત્યાં સફળતા મેળવાય
ઉજ્વળ જીવન જીવીજવાને,સાચીરાહ જીવને મળીજાય
.                         ………….શ્રધ્ધાને સમજાય જીવનમાં.

===================================

October 5th 2011

ભક્તની ભક્તિ

.                    ભક્તની ભક્તિ

તાઃ૫/૧૦/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે માનવનો જીવને,ત્યારે માર્ગ ઘણાજ દેખાય
કયા માર્ગે ક્યાં જવાય,એતો અનુભવથીજ સમજાય
.                       ………….દેહ મળે માનવનો જીવને.
ઉજ્વળ જીવન દેવા સંતાનને,સંસ્કારથી જ  સચવાય
માબાપને આદર દેતા જીવનમાં,સાચી રાહ મળી જાય
મળતાં માયા મોહ જીવને,દેખાવે દાનવ બનાવી જાય
સુખ શોધવા નિકળવુ પડે,એ જીવની ખોટીરાહ કહેવાય
.                      …………..દેહ મળે માનવનો જીવને.
સંતનો સહવાસ મળે જ્યાં,ત્યાં ભક્તિ માર્ગ મળી જાય
સાચી સેવા પ્રભુનીકરતાં,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
દેખાવનો ડંડો પકડી  ચાલતાં,ના જીવનો ઉધ્ધાર થાય
ટીલાં ટપકા કરી ચાલતાં,અંતે વ્યંઢળ પણ થઈ જવાય
.                      ……………દેહ મળે માનવનો જીવને.
નિર્મળ ભાવના રાખતાં,ને શ્રધ્ધા પરમાત્મામાં રખાય
આંગળીચીધી સંત જલાસાંઇએ,જે માનવતા દઈ જાય
ભગવુ પહેરી ભક્તિ કરતાં,અહીંનારી દેહથી અભડાવાય
માતા સમજી વંદન કરતાં,મળૅલ જન્મ સફળ થઈ જાય
.                      …………….દેહ મળે માનવનો જીવને.

**********************************************