October 24th 2011

ધન વૈભવ

.                      ધન વૈભવ

તાઃ૨૪/૧૦/૨૦૧૧   (ધનતેરસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધન વૈભવ છે કૃપા માતાની,જે  ભક્તિ પ્રેમથીજ મેળવાય
લક્ષ્મી માતાની સદા કૃપા રહે,જ્યાં વૈભવ લક્ષ્મીને પુંજાય
.                    ………….ધન વૈભવ છે કૃપા માતાની.
આજકાલની આ રામાયણમાં,ના  ભક્તિ ભાવને ખોવાય
સદાપ્રેમથી ભક્તિ કરતાં જીવનમાં,મા સદાય રાજીથાય
પંચામૃતથી સ્નાનકરાવી,માતાની મુર્તીની આરતી થાય
સરળપ્રેમની ભાવનાજોતાં,લક્ષ્મીમાતાની કૃપા મેળવાય
.                    …………..ધન વૈભવ છે કૃપા માતાની.
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,દેહથી ધનવૈભવ મેળવાય
એક જ દ્રષ્ટિ પડે માતાની,કૃપાની કેડી જીવને મળી જાય
આવતી વ્યાધી અટકે જીવનમાં,ને ઉપાધીય ભાગી જાય
સાર્થક ભક્તિ બને દેહની આજે,જ્યાં લક્ષ્મીની વર્ષા થાય
.                      ………….ધન વૈભવ છે કૃપા માતાની.

===================================

October 24th 2011

નસીબની કેડી

.                        નસીબની કેડી

તાઃ૨૪/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે કર્મજગતના,જ્યાં દેહ અવનીએ મળી જાય
અજબલીલા કુદરતની,જીવને આવન જાવનથી સમજાય
.                             …………..જીવને જકડે કર્મ જગતના.
દેહ મળતાં માનવીનો અવનીએ,જીવ નસીબદાર કહેવાય
તક દઈ દીધી છેપરમાત્માએ,સમઝતાં દેહના બંધન જાય
રાહ મળતાં ભક્તિની જીવને,સમજણથી  શાંન્તિ થઈ જાય
સંસારના બંધન અતુટ જગતના,ના કોઇથી જગમાં છોડાય
.                               ………….જીવને જકડે કર્મ જગતના.
મળેલ બંધન દેહના જીવને,સાચવતા રાહ સરળ થઈ જાય
ભક્તિનો સંબંધ છે અંતરથી,સાચી શ્રધ્ધાએ તેને સચવાય
મળેજ્યાં પ્રેમજગતમાં જીવોનો,નાકોઇથી અવનીએ છોડાય
ભાવનાસાચીભક્તિમાં છે,જે કૃપાએ નસીબદારને મળીજાય
.                              ………….જીવને જકડે કર્મ જગતના.

######################################