પ્રેમ મળી ગયો
. .પ્રેમ મળી ગયો
તાઃ૧૯/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તમારો પ્રેમ ને તમારી લાગણી,તમારો સ્નેહ ને તમારી પ્રીત
અજબ અનોખી જગની રીત,જેનાથી મળી મને પ્રભુની પ્રીત
. ………….તમારો પ્રેમ ને તમારી લાગણી.
નિત્ય સવારે સ્મરણ કરતાં,ભક્તિ પ્રેમ સંગે કૃપા જ મળતા
વાણી વર્તનને સમજી વિચારતાં,મળે પ્રેમ જીવનમાં ગમતા
મોહમાયાને દુર મુકી જ્યાં,મળી ગયો અંતરથીપ્રેમ જગતમાં
હ્યુસ્ટન તો મારી સાહિત્યભુમી,ને ગુજરાત છે મારી જન્મભુમી
. …………..તમારો પ્રેમ ને તમારી લાગણી.
કલમ પકડતાં ભઈ કાતર છુટી,જીવનમાં ત્યાં મળી સંમૃધ્ધિ
પ્રેમ તમારો મનથી મેળવતાં,સોપાન સિધ્ધિના પ્રેમે મળતાં
આજકાલનો અતિ મોહ નિકળતા,ઉજ્વળ રાહ જીવને મળતા
જલાસાંઇની મને ભક્તિ વ્હાલી,કુટુંબ જીવનમાં શાંન્તિ આણી
. ………….તમારો પ્રેમ ને તમારી લાગણી.
============================================
. .હ્યુસ્ટનમાં મને શ્રી વિજયભાઇ શાહ તથા સાહિત્ય પ્રેમીઓનો સાથ અને
લેખન જગતમાં તેમનો સહવાસ મા સરસ્વતીની કૃપા મેળવવા પાત્ર બનાવી
મને આ સોપાન પર લાવ્યા છે. તાઃ૧૧/૫/૧૯૭૧ના રોજથી મને સંત પુ.મોટાના
આશ્રમથી પ્રેરણા મળી.પ્રથમ કાવ્ય લખાયુ અને હ્યુસ્ટનમાં આવ્યા બાદ એપ્રીલ
૨૦૦૭ થી wordpressમાં પદાર્પણ થયું. જોકે એ સોપાનનો જશ વિજયભાઇને
જાય છે. vijayshah.wordpress.com
સૌ વાંચકો અને સહાયકોનો સદાય રૂણી એવા
પ્રદીપ બ્રહ્મભટ્ટ ના સૌને જય જલારામ જય સાંઇરામ.
__________________________________________________-