October 6th 2011

આથમતી સંધ્યા

.                  આથમતી સંધ્યા

તાઃ૬/૧૦/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યોદયનો સહવાસ મેળવતાં,જેમ પ્રભાત ઉજ્વળ થાય
દીવસ દરમ્યાન મહેનતકરતાં,સંધ્યા શીતળ મળી જાય
.                        …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.
પ્રભાતનું પુંજન દે ઉજ્વળજીવન,જે પ્રભુ કૃપાય દઈ જાય
સાચી રાહ મળીજાય જીવને,ત્યાં તન,મન,ધન મળી જાય
સગા સ્નેહીનો પ્રેમ મળે જ્યાં,ત્યાં જીવને શાંન્તિ થઇ જાય
મન પવિત્ર રાહે ચાલે દેહથી,ના આધી વ્યાધીઓ અથડાય
.                           …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.
મહેનતમનથી કરતાં જીવનમાં,સફળતાની દોર મળી જાય
અંતરથી સાચી સમજ મળતાં,ના કોઇથીય દગો પણ થાય
કુટુંબ કેરી કેડી જીવનમાં,જીવના સાચા બંધનથી મેળવાય
કર્મના બંધન વર્તન દઈદે,જે મળેલ જન્મ સફળ કરી જાય
.                         ………….સુર્યોદયનો સહવાસ મેળવતાં.
દેહને મળતી અનેક કેડીઓ,જે જગતમાં પ્રસરતીય દેખાય
કઈ કેડી ક્યારે મલશે જીવને,એતો દેહના વર્તનથી દેખાય
સાચી રાહને પકડી ચાલતાં,જીવને સુખ શાંન્તિ મળી જાય
આથમતી સંધ્યા શીતળ મળે,જ્યાં મનવર્તનથી સચવાય
.                          …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.

+++++++++++++++++++++++++++++++++++++