August 31st 2007
કોઇ નથી મારું
તાઃ૨૭/૪/૧૯૭૫ પ્રદીપ બહ્મભટ્ટ
જગતમાં કોઇ નથી મારું ભાઇ,કોઇ નથી મારું
જગતમાં કોઇ નથી તારું ભાઇ,કોઇ નથી તારું
સુખદુઃખની આ ઝંઝટ આવી,
કર્મની ગત કોણે જાણી…જગતમાં
માની મમતા પ્યાર પિતાનો
ભુલાય શાને એકેય વાર
મને મળ્યું મન માગ્યું જ્યારે
વિસરાયો આ જગતનો તાત
ભુલ્યો ભલે હું તને વિસારી
મારી નિંદર કોણે જાણી…જગતમાં
કદર ક્યાંથી વિશ્વે થશે
કાયા શુધ્ધ રહેતી નથી
માનતા મારું જે કહ્યું મેં
પારકુ થઇ ચુક્યું છે
કદી મારું માન્યું નથી મેં
કદી કહ્યું નથી મેં મારૂ…જગતમાં
###############
August 31st 2007
રામ ભજન
પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરીલે, રે મનવા…(૨)
કોઇ નથી તારું આ જગમાં ..(૨)રે મનવા.
….રામ ભજન.
શાને કાજે વ્યથા કરે તું,
જીવન એળે ઉતરતું, તારું..(૨)
કેમ કરીને સાથ મળે જો,ભવસાગર ઉતરજે.
….રામ ભજન.
કથા સુણીલે,ભજન કરી લે,
કરતાલ બજાવીલે રામનામની.(૨)
દુઃખની આ વાંકી કેડી પર,નિશદીન સ્મરણ કરીલે.
…રામ ભજન.
—–રામનામ રામનામ—–
August 31st 2007
નદી મા
૧૬/૧૨/૧૯૭૪. પ્રદીપબ્રહ્મભટ્ટ
નીર ખળખળ વહેતા જાય,
કિનારે કિલ્લોલ કરતા જાય.
જગની આ કામિની દેવી,
વહ્યા કરે નીત શિતલધાર.
….નીર ખળખળ
કિલ્લોલ કરે જગજન જેનાથી,
સુખ સંપત્તિ દીસે જ તેનાથી.
પરોપકાર અર્થે જે નિત્યે
વહ્યા કરે નીત શીતલધાર
….નીર ખળખળ
નદી કેરી પવિત્રતા નીર સમી શાંત
માતાની આ માત્રુતા કૃપા કેરી આ આંખ
વંદન હો મા તુજને જેણે
સફળ કર્યો અવની અવતાર
….નીર ખળખળ
—————
August 30th 2007
હે ભોલેભંડારી
૧૯/૧/૧૯૭૫ આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે ચંન્દ્રમૌલી,હે ચંન્દ્રમૌલી…(૨)
હે ત્રીપુરારી,હે વિષધારી,હે પાર્વતી પતિ પરમેશ્વર.
વંદનપ્રદીપનાવારેવારે,સુણજો વિનંતી રોજસવારે.
….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
એક હાથમાં ડમરુ ડમડમ બોલે,
એક હાથે ત્રિશુળ બિરાજે
સાંગોપાંગે ભસ્મ છે છાજે, વિશ્વેશ્વરને અંગે આજે
….હે ચંન્દ્રમૌલી હે વિઘ્નહારી.
નિત્યઅનંત કામો દુજ કાજે,
સર્વે માયા વેશ ત્યજીને
ભક્તોની ભાવનાને કાજે,જગદીશ્વરને વંદન આજે
….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
નિજ સુખોને વહાવ્યા જેણે,
ગંગે શિરધરી ભક્તોને કાજે
જટા માંહી દિવ્ય જીવનની જ્યોત જલાવી આજે
….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્
August 28th 2007
રેશમદાઢી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાઢી કરાવો,રેશમ બનાવો
મારા હાથથી દાઢી બનેતો,
એનો આનંદ આવે અનેરો…મારા હાથથી
આવો યારો દાઢી કરુ હું, બ્રશ અને સાબુ સાથે
દાઢી એવી બ્લેડ હું વાપરુ,કડક અને લીસ્સી અનેક
દોડી આવો જલ્દી જલ્દી, ફરી નહીં આવે આ મેળ..
..મારા હાથથી
અસ્ત્રો ચલાવું હું ગીતો ગાતો,રેશમ જેવો આ મારો
જુવો જુવો આ એક ધાર થઇ,બીજી ધારે દાઢીગુમ
એવો ચાલે આ અસ્ત્રો મઝાનો,જાણે તિરછી આંખે નૈન
..મારા હાથથી
————-
August 28th 2007
जैसी करनी वैसी भरनी
प्रदिप ब्रह्मभट्ट
करनी वैसी भरनी है भाई,
जो बांटो तो दुःख सुख है भाई.
…करनी वैसी
करता है जो लाख धरम,देता नहीं मनसे जो दान
क्या पायेगा जीवनमें वो, खाली हाथ जो आया
तेरा सच्चा धरम नाजाना,तुने सच्चा करमना पाया
…करनी वैसी
तेरे हाथमें कच्चा सोना, हो जाये फुलधार
पारससे जो मीले तो होता,सोनेकी मुलधार
अजब तेरी कारीगरी करतार,तेरी महिमा अपरंपार
…करनी वैसी
आंखोमे जो बसता सावन,वो उसकी हैयादे
मेरे हमदम मेरे प्यारो,वो जाने दीलकेवादे
हम भीहै बेताब करनेदर्शन तेरे तात सुनले पोकार
… करनी वैसी
#############
August 28th 2007
ઓ મારી રાણી.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા નયનમાં તું છે સમાણી સુણજે મારી વાણી
જો જે કહું છું હું તને રહીશ તને આ ઘરમાંઆણી
ઓ મારી રાણી ..(૨) મારા દીલમાં તુ સમાણી
બાગમાં ને ઘરમાં,બહાર અને અંદર
તારી યાદ મને સતાવે છે
જેવી ઘરમાં વસી છે,તેવી મનમાં વસી છે તું
મને કેમ પડે કંઇ ચેન, ઓ મારી રાણી…(૨)
જવાદે ને જાવાદે.દુનીયાના આ ભભકા
તું તારા નખરા ને ચટકા
હું તંને કહું છુ તુ છાનીમાની આવી જાને ઘરમાં
મને ચેન પડશે મનમાં, ઓ મારી રાણી..(૨)
+++++++++++
August 28th 2007
ઓ રામ..
પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુઃખમાં હું આજ ફસાયો, કરું વિનંતી આજ
મારું આ જગમાં નથી કોઇ,સુણજે મારીવાત
મારા રામ પ્રભુજી મને તારો છે,
મને તારો એક સહારો ઓ રામ ઓ રામ.
જગમાં ફરીને થાક્યો,તારા શરણમાં હું આવ્યો
મને તારી છે અભિલાષા,હું છુ પામર મરનારો
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
તારા વિના હું ભુલી ગયો છું,સુખશૈયાની વાતો
દુઃખ સાગરમાં હું ખોવાયો, મારે ક્યાં છે આરો
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
અંતર તરસે,મન પણ મલકે,કૃપા પામવા તારી
અંધકાર મયી,આ અવની પર,પ્રકાશ પામુંતારો
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
મલકી રહ્યુંછે મનડું પ્રદીપનું,આશ થોડી છેમને
ભટકી રહેલા ભવસાગરમાં, લો પકડોમારો હાથ
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
August 27th 2007
આનંદોલ્લાસ
૧૯/૭/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ ધરતી…(૨)
આ ધરતી લીલી ન્યારી છે
જીવનની બલિહારી છે..આ ધરતી.
નીત નીત સવારે,સુરજ જાગે..(૨)
હરિયાળી લહેરાઇ છે…(૨)
અંગે અંગેમાં,રંગે રંગમાં…(૨)
શાંન્તિ તેણે આણી છે…(ર)
….આ ધરતી.
કુદરતની ચિનગારી,કામણગારી..(૨)
કંચનકાયા મહેકાતી…(૨)
અંત ઘડીએ આવું ત્યારે…(૨)
ખળખળ વહેતી ધારા છે…(૨)
…આ ધરતી.
મેઘલી સાંજે,વાદળ ગાજે..(૨)
વીજળી ધીમી થાતી રે…(૨)
મોર ટહુકે,કોયલ ગાતી…(૨)
પળપળ સંગી થાતી રે…(૨)
…આ ધરતી.
************
પ્રસ્તુત કાવ્ય ૧૯૭૭માં આણંદ તાલુકા યુવક મહોત્સવમાં અમારા ગોપાલજીત ગ્રુપ દ્વારારજુ થતાં પ્રથમ સ્થાન મેળવેલ.આ ગીતને આણંદના શારદા હાઇસ્કુલના સંગીત શિક્ષક શ્રી બંસીલાલ પુરાણીએ સંગીતબધ્ધ કર્યુ હતું.. ….. પ્રદીપકુમાર બ્રહ્મભટ્ટ.આણંદ.
August 27th 2007
છેલ્લી આશ.
૧૩/૧૦/૧૯૭૫. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળશો મને બીજા ભવમાં
મારી આશ છેલ્લી એ જ છે
સુખદુઃખમાં અમે વીતાવીશું
છેલ્લે મળેલ પ્રીતને…….મળશો મને.
મળતાં મળાયું,આ જીવનમાં
સાથ દીધો અમથી બનતો
જીવન જીવ્યાં નિરાંતનું
મારી પાસે છેલ્લી પ્રીત હતી..મળશો મને.
ગમતા મુજને,મનડાં માન્યાં
તુજ પ્રીતે જીવન છોડ્યું છે
પ્રીતડી તું ક્યાં છુપે
અમ અંતરે છેલ્લી પ્રીત છે…મળશો મને.
##############