August 10th 2007

સ્વતંત્રતાની ટેક

                                સ્વતંત્રતાની ટેક… india_flag.gif 

                                swatantrata.jpg                          
                                                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભેદભાવ ભુલીને આપણે વરસો સાથે રહીયે;
વિરપુરુષના બલિદાનને નિરખી શાંન્તિ વન કરી દઈએ,
આશા બાપુ ગાંધીની વિરાટ માનવ દઈએ,
જગમાં નારો જ્યાં ત્યાં ગુંજે જય જય હિન્દુસ્તાન.
                                                             ..ભેદભાવ ભુલીને.
જગમાં એની છાતી ધબકે થાઈ જાતું સુમસાન;
એવા નેતા મળ્યા અમોને જય સુભાષને જય સરદાર,
આરામ હરામ કરી દઈને જીવન અર્પણ કીધા;
ચાચા નહેરુ લાડલા સૌને નાનામોટા સૌ તેમને સમાન.
                                                                ..ભેદભાવ ભુલીને.
જલીયાવાલા બાગની હોળી કેમ જાય વિસરાઈ;
બલિદાન ના ગણી શકાયા મા ને ખોળે જીવન કુરબાન,
કેમ કરી એ વિસરી શકુ હું પ્રાણ ગુમાવ્યા જેણે;
પ્રદીપ બન્યા એ તારલા જગમાં શોભે દેશના આભે.
                                                                 ..ભેદભાવ ભુલીને.
નાનામોટા સૌકોઈ સાથે હતા ભારતમાતાના સંતાન;
વેરઝેર તો સૌથી અળગા બલીદાનની લગની છે મનમાં,
એકમેકનો સાથ તો સૌને અડગ બની છે ભાવના;
ઈતિહાસમાં અમર બન્યા તે ભારતમાતાના એ બાળ.
                                                                    ..ભેદભાવ ભુલીને.
પ્રખર શક્તિને પામીગયાને ભાગ્યા પાછા બ્રિટનએ;
અજબ એકતા હિન્દુસ્તાનીની તોડી શક્યું ના કોઈ જગમાં,
એકલો માનવ પાંગળો લાગે મળે માનવો સાથે;
આભને છેદી આગળ જઈ શકેએ હોય પરોપકારી સૌ સાથે.
                                                                     ..ભેદભાવ ભુલીને.
નાતજાતનો ભેદ લઈને જીવી રહ્યા છીએ આજે;
ન હતો ભેદભાવ મનમાં જ્યારે જાગી સ્વતંત્રતાનીએ ટેક,
કેમ કરીને ભુલી શકો એ મોતને ભેટી ફના થયાએ;
વ્યર્થ નથી એ જાન ગયાએ મહેર અમો પર કરી ગયા એ.
                                                                       ..ભેદભાવ ભુલીને.
સાચીઆપણી માનવતાકે શ્રધ્ધાંજલી મનથીદઈએ તેમને;
જીવન અર્પણ કરી ગયા એ બની ગયા અમ પર મહેરબાન,
રુણ આપણી પર તેઓનું જો ભુલી જઈએ બલિદાન;
માતા ના માફ કરે સંતાનને કે જેમાં માનાવતાનો અણસાર.
                                                                       ..ભેદભાવ ભુલીને.
                 ….જય હિન્દજય ભારતમાતા….