August 1st 2007

ઓ શ્યામ.

ઑગસ્ટ ૧૩,૧૯૮૨                ઓ શ્યામ….           રમા બ્રહ્મભટ્ટ
શોધુ તને ઓ શ્યામ
                  મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
મનડાની માયા લાગી,મુખડું જોવાને કાજે
ક્યાં લગી રાહ જોઉ તારી હું દર્શન કાજે,
પ્રેમે વરી હું તાત માની,
                   મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
વાંસળીની મધુર વાણી,અધરથી ધીમી આવે,
માયાની જાળ બંધાણી,ચારે કોર દીસે નહીં,
જો જે આ જીવતરની કેડી,
             મોહન વનમાળી
                                 ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
શું કરું? ક્યાં જાઉ? કોઇ ના મળે સહારો, 
મેળ નથી કાંઇ જણાતો જ્યાં ત્યાં દર્શન હરજાઇ
કાંક મનડામાં તું મળી જાજે,
               મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
         —–હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે—–