August 31st 2007

કોઇ નથી મારું

                           કોઇ નથી મારું
તાઃ૨૭/૪/૧૯૭૫                         પ્રદીપ બહ્મભટ્ટ

જગતમાં કોઇ નથી મારું ભાઇ,કોઇ નથી મારું
જગતમાં કોઇ નથી તારું ભાઇ,કોઇ નથી તારું
સુખદુઃખની આ ઝંઝટ આવી,
                         કર્મની ગત કોણે જાણી…જગતમાં

માની મમતા પ્યાર પિતાનો
                        ભુલાય શાને એકેય વાર
મને મળ્યું મન માગ્યું જ્યારે
                       વિસરાયો આ જગતનો તાત
ભુલ્યો ભલે હું તને વિસારી
                        મારી નિંદર કોણે જાણી…જગતમાં

કદર ક્યાંથી વિશ્વે થશે
                       કાયા શુધ્ધ રહેતી નથી
માનતા મારું જે કહ્યું મેં
                       પારકુ થઇ ચુક્યું છે
કદી મારું માન્યું નથી મેં
                         કદી કહ્યું નથી મેં મારૂ…જગતમાં

                   ###############

August 31st 2007

રામ ભજન

                          રામ ભજન
                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરીલે, રે મનવા…(૨)
કોઇ નથી તારું આ જગમાં ..(૨)રે મનવા.
                                                    ….રામ ભજન.   

શાને કાજે વ્યથા કરે તું,
          જીવન એળે ઉતરતું, તારું..(૨)
કેમ કરીને સાથ મળે જો,ભવસાગર ઉતરજે.
                                                     ….રામ ભજન.

કથા સુણીલે,ભજન કરી લે,
          કરતાલ બજાવીલે રામનામની.(૨)
દુઃખની આ વાંકી કેડી પર,નિશદીન સ્મરણ કરીલે.
                                                      …રામ ભજન.
                 —–રામનામ રામનામ—–

August 31st 2007

નદી મા

                                નદી મા
૧૬/૧૨/૧૯૭૪.                                પ્રદીપબ્રહ્મભટ્ટ

નીર ખળખળ વહેતા જાય,
                           કિનારે કિલ્લોલ કરતા જાય.
જગની આ કામિની દેવી,
                             વહ્યા કરે નીત  શિતલધાર.
                                                       ….નીર ખળખળ

કિલ્લોલ કરે જગજન જેનાથી,
                           સુખ સંપત્તિ દીસે જ તેનાથી.
પરોપકાર અર્થે  જે નિત્યે
                            વહ્યા કરે નીત શીતલધાર
                                                        ….નીર ખળખળ

નદી કેરી પવિત્રતા નીર સમી શાંત
             માતાની આ માત્રુતા કૃપા કેરી આ આંખ
વંદન હો મા તુજને  જેણે 
                              સફળ કર્યો અવની અવતાર
                                                        ….નીર ખળખળ
                       —————