કોને ખબર?
Friday, August 17th, 2007કોને ખબર? પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું જાગ્યો, સવાર પડી, બપોર પણ થયાં, સાંજ થશે? કોને ખબર?
હું ભણ્યો, કોલેજ પણ ગયો, ડીગ્રી મળી, નોકરી મળશે? કોને ખબર?
હું ભારતથી આવ્યો, ગ્રીનકાર્ડ મલ્યું, સારી જોબ મળશે? કોને ખબર?
હું રાત્રેજોબકરું,પત્નિદીવસે જોબકરે,બાળકોનેસંસ્કારમળશે?કોને ખબર?
હું બડાશો મારું,મોટીમોટી ડંફાસો મારું,મારું સાંભળશે કોણ?કોને ખબર?
હું સર્જનકરું કે વિસર્જનકરું,સહિયારાસર્જનમાં કોઈઅસરપડશે?કોને ખબર?
———સહિયારું સર્જન માટે————


Powered By