August 28th 2007

રેશમદાઢી

                                 રેશમદાઢી
                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દાઢી કરાવો,રેશમ બનાવો
                મારા હાથથી  દાઢી બનેતો,
                           એનો આનંદ આવે અનેરો…મારા હાથથી
આવો યારો  દાઢી કરુ હું, બ્રશ અને સાબુ સાથે
દાઢી એવી બ્લેડ હું વાપરુ,કડક અને લીસ્સી અનેક
દોડી આવો જલ્દી જલ્દી, ફરી નહીં આવે આ મેળ..
                                                                  ..મારા હાથથી
અસ્ત્રો ચલાવું હું ગીતો ગાતો,રેશમ જેવો આ મારો
જુવો જુવો આ એક ધાર થઇ,બીજી ધારે દાઢીગુમ
એવો ચાલે આ અસ્ત્રો મઝાનો,જાણે તિરછી આંખે નૈન
                                                                  ..મારા હાથથી
                            ————- 

August 28th 2007

जैसी करनी वैसी भरनी

                जैसी करनी वैसी भरनी
                                                              प्रदिप ब्रह्मभट्ट
करनी वैसी भरनी है भाई,               
                जो बांटो तो दुःख सुख है भाई.
                                                               …करनी वैसी
करता है जो लाख धरम,देता नहीं मनसे जो दान
क्या पायेगा जीवनमें वो, खाली हाथ जो आया
तेरा सच्चा धरम नाजाना,तुने सच्चा करमना पाया
                                                               …करनी वैसी
तेरे हाथमें कच्चा सोना, हो जाये फुलधार
पारससे जो मीले तो होता,सोनेकी मुलधार
अजब तेरी कारीगरी करतार,तेरी महिमा अपरंपार
                                                               …करनी वैसी
आंखोमे जो बसता सावन,वो उसकी हैयादे
मेरे हमदम मेरे प्यारो,वो जाने दीलकेवादे
हम भीहै बेताब करनेदर्शन तेरे तात सुनले पोकार
                                                              … करनी वैसी

                 ############# 

August 28th 2007

ઓ મારી રાણી.

                         ઓ મારી રાણી.             
                                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા નયનમાં તું છે સમાણી સુણજે મારી વાણી
જો જે કહું છું હું તને રહીશ તને આ ઘરમાંઆણી
ઓ મારી રાણી ..(૨)  મારા દીલમાં તુ  સમાણી

બાગમાં ને ઘરમાં,બહાર અને અંદર
                       તારી યાદ મને સતાવે છે
જેવી ઘરમાં વસી છે,તેવી મનમાં વસી છે તું
મને કેમ પડે કંઇ ચેન,  ઓ મારી રાણી…(૨)

જવાદે ને જાવાદે.દુનીયાના આ ભભકા
                      તું તારા નખરા ને ચટકા
હું તંને કહું છુ તુ છાનીમાની આવી જાને ઘરમાં
મને ચેન પડશે મનમાં, ઓ મારી રાણી..(૨)

                   +++++++++++

August 28th 2007

ઓ રામ..

                          ઓ રામ..
                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુઃખમાં હું આજ  ફસાયો,  કરું વિનંતી  આજ
મારું આ જગમાં નથી કોઇ,સુણજે મારીવાત
મારા રામ પ્રભુજી મને તારો છે,  
                  મને તારો એક સહારો ઓ રામ ઓ રામ.

જગમાં ફરીને થાક્યો,તારા શરણમાં હું આવ્યો
મને તારી છે અભિલાષા,હું છુ પામર મરનારો
                 ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

તારા વિના હું ભુલી ગયો છું,સુખશૈયાની વાતો
દુઃખ સાગરમાં હું  ખોવાયો, મારે ક્યાં છે  આરો
                 ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

અંતર તરસે,મન પણ મલકે,કૃપા પામવા તારી
અંધકાર મયી,આ અવની પર,પ્રકાશ પામુંતારો
                ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

મલકી રહ્યુંછે મનડું પ્રદીપનું,આશ થોડી છેમને
ભટકી રહેલા ભવસાગરમાં, લો પકડોમારો હાથ
                ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

          ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ