December 23rd 2017

જન્મ અને મરણ

.          .જન્મ અને મરણ        

તાઃ૨૩/૧૨/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મમરણ નો સંબંધ છે જીવને,જગતમાં ના કોઇથીય છટકાય
કાયામાયાની તો સાંકળછે અદભુત,એ દેહના વર્તનથીજ દેખાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
મળે જીવને માવનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય.
કર્મના બંધન એ સંબંધ જીવના,જગત પર દેહ મળતા જ દેખાય
પાવનરાહ એ પવિત્ર કર્મની કેડી,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી થાય
ઉજવળ જીવન એ કૃપા પ્રભુની,સંત જલાસાંઇની કેડીએ મેળવાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીપર,જે જન્મમરણના બંધનેજ દેખાય
મળેલ દેહનો સંબંધ કરેલકર્મથી,એ પશુપક્ષી માનવદેહ આપી જાય
વાણીવર્તનને ભક્તિ મળે માનવદેહને,જે જીવને સદમાર્ગે દોરી જાય
જીવને સંબંધ છે દેહથી અવનીએ,જે સમય સમયેજ સમજાઈ જાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
====================================================
December 23rd 2017

કલમપ્રેમી દેવિકાબેન

Image result for દેવિકાબેન

.                        . કલમપ્રેમી  દેવિકાબેન

તાઃ૧૬/૧૨/૨૦૧૭                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા મળી ગઈ માતાની,જે દેવિકાબેનને હ્યુસ્ટનમાં લાવી જાય
પવિત્રપ્રેમથી કલમ પકડતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
માન અને સન્માન મળે બેનને,જે કલમપ્રેમીઓને આનંદ આપી જાય
કલમની ઉજવળરાહને પ્રેરતા,અનેકની કલમને એ સદમાર્ગે લઈ જાય
શબ્દની પવિત્ર સમઝણ પડતા,માનવીના મનનેએ શાંંન્તિ આપીજાય
પાવનકર્મ ને પાવનજીવન એજ કૃપા માતાની,જ્યાં પ્રેમની વર્ષા થાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
અપેક્ષાના વાદળ ના સ્પર્શે,કે ના કદીય મોહમાયા બેનને અડી જાય
નિર્મળ ભાવનાએ કલમને પકડતા,કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
સફળતાના વાદળનો સંબંધ રહેતા,જીવનમાં ઉજવળતા મળતી જાય
એજ પાવનરાહ કલમની મળી,જ્યાં માતા સરસ્વતીની કૃપા થઇજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
=================================================================
    હ્યુસ્ટનના કલમપ્રેમીઓને માતા સરસ્વતીની કૃપાથી પ્રેરણા આપતા અમારા માનનીય
બેન શ્રીમતી દેવિકાબેન ધ્રુવને ઉત્તમ લેખક તરીકે સન્માનીત કરવામાં આવી રહ્યા છે જે 
હ્યુસ્ટન અને દુનીયામાં રહેતા ગુજરાતી કલમપ્રેમીઓ માટે ગૌરવ છે એ યાદરૂપે આકાવ્ય 
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી સપ્રેમ ભેંટ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

December 5th 2017

જાગતો રહે જે

.           .જાગતો રહેજે 

તાઃ૫/૧૨/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જાગતો રહેજે માનવી જગતપર,જ્યાં જીવને માનવદેહ મળી જાય
અદભુતલીલા અવિનાશીની અવનીએ,અનુભવથીજ સમજાઈ જાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
માગણી મોહ એજ બંધન છે દેહના,જીવને એ જન્મમરણ દઈ જાય
કુદરતની આ સાંકળ છે એવી,જે કળીયુગ સતયુગથી જ અનુભવાય
માનવદેહ એજ કૃપા પ્રભુની જીવપર,જે સમજણે સત્કર્મ આપી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,સંતજલાસાંઇની પ્રેરણા મળી જાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
શાંંન્તિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળભાવે મળેલજીવન જીવાય
થયેલ કર્મના સંબંધ સ્પર્શે જીવને,જે જીવને આવનજાવન આપી જાય
મળેલ માનવદેહને સુખદુઃખનાસ્પર્શે,જ્યાંજીવનમાં જાગતારહીને જીવાય
પવિત્રકર્મના વર્તનથી જીવનમાં,માનવદેહને નાકદી કોઇઆફત અથડાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++