May 30th 2011

અમે ક્યાં?

                            અમે ક્યાં?……..

તાઃ૩૦/૫/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતમાં જ્યારે માબાપ એરપોર્ટ પર આવ્યા
              ત્યારે મનમાં ઉત્સાહ ઉમંગ અને
                             પ્રેમ હતો,,,,,કે અમેરીકામાં
દીકરો પ્રેમ આપશે…….
                  ……..વહુ અમારો પ્રેમ લેશે
        …….અને સંતાન સૌનો પ્રેમ વહેંચશે……
મનમાં વિચારોના વમળમાં મુસાફરી પુરી થઇ
           તેનો માબાપને ખ્યાલ પણ ના રહ્યો.
     ભગવાન પર શ્રધ્ધા રાખી પારકી ભુમી પર
                         પગ મુક્યો.

બાર વર્ષ બાદ દેહના સંબંધીને
                 મળતાં
હાય…..સાંભળી મનને મારી લીધુ??????
               મારી પત્નીએ આંખનો અણસાર કર્યો…… 
        સવારનો સમય હતો.
                    દીકરો એકલો જ લેવા આવ્યો હતો.
શનિવારની શીતળતા તો મળી ગઈ.
                  પણ ના વહુ કે સંતાન દીઠા???????

$……………………………………………………./

May 29th 2011

નીલ ગગન

 

.

.

.

.

.

.

.

.

.

.                        નીલ ગગન

તાઃ૨૯/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નીલ ગગનની મહેંર મળતાં,જીવો અવનીએ ઉઠી જાય
નિર્મળ સ્નેહની જ્યોત નિરખતાં,આ આંખો પવિત્ર થાય
એવી કુદરતની આલીલા,જગમાં સમજદારથી સમજાય
                       …………નીલ ગગનની મહેંર મળતાં.
પંખીડાનો કલરવ દે મધુરતાં,ના માનવીથી કદી દેવાય
મળતી માનવતા મળેલદેહને,જે પાવનકર્મે જ મેળવાય
મધુરતાની મહેંકમળે દેહને,જ્યાં પાવન કર્મોને સચવાય
આંગણે આવતાં પ્રભુ પ્રેમને,સાચી ભક્તિએ જ સહેવાય
                       …………નીલ ગગનની મહેંર મળતાં.
મન માન્યતા વાણીવર્તન,પ્રેમ સાથેલાગણી ભળી જાય
શાંન્તિ આવી ખોલે દ્વાર,ત્યાં મળે નિખાલસ પ્રેમ અપાર
જીવનીજ્યોત અખંડ જલે,જ્યાં પુ.સંત જલાસાંઇ ભજાય
નીલગગનની નિર્મળતાજોતાં,પાવનકર્મ સદા થઈ જાય
                         ………..નીલ ગગનની મહેંર મળતાં.

================================

May 28th 2011

જલાબાપા

 

 

 

 

 

 

 

 

 

 

 

                          જલાબાપા

તાઃ૨૮/૫/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જલારામ બાપા, જય જય જલારામ
નિર્મળ ભાવથી આરતી કરતા,વંદન જલારામ
                          ……….બાપા જય જય જલારામ.
નિત્ય સવારે વંદન કરું,મા વિરબાઇ ને જલારામ
ભક્તિભાવને રાખી હૈયે,સદા સ્મરણ કરું દીનરાત
ઉજ્વળ જીવન દેહને દેજો,સ્વીકારજો ભક્તિ આજ
આવજોઆંગણે સદાઅમારે,જીવને મુક્તિદેવા કાજ
                          ………બાપા જય જય જલારામ.
આશા એક અંતરની છે,ઉજ્વળ કરજો ઘરના દ્વાર
મોગરાની એક મહેંકમળતાં,પાવન ઘર થઈ જાય
માતા વિરબાઇ આશીશ દેજો,સંતાનને દેજો સાથ
થાય ભક્તિ પવિત્રમનથી,જીવને મળે મુક્તિ દ્વાર
                         ……….બાપા જય જય જલારામ.
અંતરના અજવાળા ખોલી,દેજો ભક્તિનો સંગાથ
મન,કર્મ,વચન સાચવીને,પકડજો ભક્તિએ હાથ
ભુલચુક જો આસંતાન કરે,તો દેજો એક અણસાર
જન્મસફળની રાહ બતાવી,દેજો કરૂણા અપરંપાર
                       ………..બાપા જય જય જલારામ.

=============================

May 27th 2011

મા સંતોષી

 

.

.

.

.

.

.

.

.

.                             મા સંતોષી

તાઃ૨૭/૫/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા સંતોષીની આરતી કરતાં,હૈયે અનંત આનંદ થાય
શુક્રવારની સવાર નિરાળી,ઘરમાં ધુપ દીપ થઈ જાય
                         ………મા સંતોષીની આરતી કરતાં.
ઘંટારવનો નાદ સાંભળી,મા કૃપાએ પ્રેમ મળી જાય
મનને શાંન્તિ ઉજ્વળજીવન,જગે જન્મ સાર્થક થાય
માતારા ચરણોમાંવંદન,દંડવતકરતાં મનડું હરખાય
શીતળતા અંતરમાં મળતાં,મા પાવનઘર થઈ જાય
                           ………મા સંતોષીની આરતી કરતાં.
ચુંદડી ચોખા કંકુ ગંગાજળ,મા તારા ચરણોમાં ધરાય
સ્વીકારજે મા શ્રધ્ધા અમારી,જે કર્મ સાર્થક કરીજાય
માતારી એકનજર પડેતો,પ્રદીપનુ જીવન ધન્યથાય
મોહમાયાના બંધન તુટતાં,આ જન્મ સફળ થઈજાય
                            ………મા સંતોષીની આરતી કરતાં.

*************************************

May 27th 2011

શોધ પ્રેમની

                          શોધ પ્રેમની

તાઃ૨૭/૫/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમ શોધવો ક્યાં જગતમાં,ના કોઇનેય સમજાય
પાવનકર્મ કરતાં જીવનમાં,ઉજ્વળકર્મ થઈ જાય
                          ………પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
શોધ કરતા હોય જીવનમાં,જે આંગણે આવેલ હોય
મતીની ગતી પણ ન્યારી,જે જીવની સમજણ હોય
કરતાંનાના કામ મનથી,ત્યાં સધ્ધરતા આવી હોય
ના મોટા મોહની માયા,જ્યાં અંતરનો જ પ્રેમ હોય
                        ………..પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
કરતાં દેખાવના કામ,જે દેહથી જીવનમાં થતાં હોય
ના તેમાં નિર્મળતા કે પ્રેમ,જે ઉધારમાં મળતા હોય
લાગણી પ્રેમ એઅંતરના,જે સાચો સથવારો જ હોય
આવી આંગણે પ્રેમ જમળે,જ્યાં વડીલને વંદન હોય
                         …………પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
મમ્મી ડેડીની કેડી મળે,ત્યાં દેખાવ જ મળતો હોય
હાયહાયની છે આરામાયણ,જ્યાં બાયજ થતું હોય
સંતાનનો ના સાથ મળે,ના માબાપનુ જીવન હોય
મતીગતીની શોધમાંરહેતા,જીવે જન્મોનાબંધનહોય
                       ………… પ્રેમ શોધવો ક્યાં જગતમાં.

૦))))))))))))))))))))))))))))))))))))))))))))))))))૦

May 26th 2011

નજર પડી

                          નજર પડી

તાઃ૨૬/૫/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહનો સાર્થક જન્મ થાય,જ્યાં કૃપા પ્રભુની થાય
સફળતા પર નજર પડે,ત્યાં થતાંજ અટકી જાય
                     ………..દેહનો સાર્થક જન્મ થાય.
બંધ આંખે સ્મરણ કરતાં,જીવનમાં રાહ મળી જાય
આડી અવળી વ્યાધીઓથી,માનવદેહ ઉગરી જાય
મનને મળતી ચિંતાઓમાં,ભક્તિદ્વાર બચાવી જાય
નિર્મળતાનો પ્રવાહ મળતાંજ,આ જન્મસફળ થાય
                    ………….દેહનો સાર્થક જન્મ થાય.
સગાં સંબંધીઓનો પ્રેમ,જે દેખાવમાં ચાલતો જાય
સમજે સંબંધી સારી વાત,પણ એ જ બગાડી જાય
ભેદ નજરનો જાણે સૌ,નિર્મળ છોને એ દેખાઇ જાય
આવે જીવનમાં વ્યાધીઓ,ત્યાં નજર નડી સમજાય
                    ………… દેહનો સાર્થક જન્મ થાય.

++++++++++++++++++++++++++++++++

May 25th 2011

મને મળી

                           મને મળી

તાઃ૨૫/૫/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

રીધ્ધી સીધ્ધીને પામવા,સરળ ભક્તિ થઈ જાય
જીવન ઉજ્વળ કરવા,મને જલા સાંઇ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
પ્રભાતના પહેલા કિરણે,મનથી પુંજન અર્ચન થાય
ૐ નમઃ શિવાય શબ્દથી,જીવને શાંન્તિ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
ગણેશ વંદન કરતાં ઘરમાં,પુષ્પ અર્પણ થતાં જાય
ૐ ગં ગંણપતયે નમઃ સ્મરતાં,ભક્તિરાહ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
સાંઇનાથાય નમઃ સાંભળતા,સાંઇબાબા સ્મરણ થાય
પ્રેમની સાચીરાહ મળતાં,પ્રભુ કૃપાજીવને મળી જાય
                        ………….રીધ્ધી સીધ્ધીને પામવા.
આનંદનો ગરબો સાંભળતાં,મા બહુચરાજી રાજી થાય
સર્વ સુખની સીડી મળે,જ્યાં કુટુંબનો પ્રેમ મળી જાય
                         ……….. રીધ્ધી સીધ્ધીને પામવા.
અન્નદાનની રીત ન્યારી,જગતમાં જલારામથી જાણી
વિરબાઇમાતાની શ્રધ્ધાએ,સકળ જગતમાં એ વ્યાપી
                       …………..રીધ્ધી સીધ્ધીને પામવા.
શ્રધ્ધારાખી ભક્તિકરતાં,મોહમાયા જીવથી જાયભાગી
પગલેપગલુ પાવન થતાં,ઉજ્વળ આવતી કાલ મળી
                           …………રીધ્ધી સીધ્ધીને પામવા.
ૐ બંબુધાય નમઃ સ્મરતાં,આવતીકાલ ઉજ્વળ દીઠી
પરમાત્માની એકનજરથી,મુક્તિ જીવને આ ધરતીથી
                          …………રીધ્ધી સીધ્ધીને પામવા.

===============================

May 24th 2011

હ્યુસ્ટન

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.૨૪/૫/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

                      હ્યુસ્ટન ના

        ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ ગાંધી

‘હું રીટાયર્ડ થયો’ નાટકમાં કરેલ અનંતરાય વિધ્યાપતિનું

                            પ્રસંશનીય પાત્ર.

અદભુત કલા આ કલાકારમાં મેં જોઇ છે તેને માટે તેમને વંદન.
   નં   નંદ ભુમીમાં જેમ કનૈયાનુ રાજ હતું તેમ મુકુંન્દભાઇનુ નાટકમાં પાત્ર હતું.
       ત   તરણાથી જેમ કિનારો મળે તેમ આ પાત્રથી નાટકને ચાર ચાંદ લગાવ્યા છે..
          રા   રાખી શ્રધ્ધા તેમણે કલામાં ત્યાં કૃપા મળી મા સરસ્વતીની.
               ય    યશ અને સન્માન એ આ નાટકના કલાકારોની કદર છે. 

વિ    વિશ્વાસ રાખી દેરેક પાત્ર ભજવાતા સફળતા બારણે આવી છે.
      ધ્યા  ધ્યાનમાં એટલું જ રાખ્યુ કે હું અનંત રાય છું હું મુકુન્દભાઇ નથી.
            પ   પગની તકલીફ હોવા છતાં ઉત્તમ પાત્ર ભજવેલ છે.ધન્યવાદ મુકુન્દભાઇ.
                તિ    તિરસ્કાર અને પ્રેમ એ બંને આ પાત્રના પાસા છે.

       અમેરીકાના હ્યુસ્ટનમાં આ નાટક ભજવી શ્રોતાઓની આંખમાં પાણી  આપી ગયા
તે નિખાલસતાથી અને કલાની કદરરૂપે મુકુન્દભાઇએ ભજવેલ પાત્રને શબ્દથી સાર્થક
સાર્થક કરવા પ્રયત્ન કર્યો છે,કોઇ ભુલ હોય તો માફ થશે જ તે ભાવનાથી સન્માનીત
શબ્દો લખાયા છે.                                              લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ

************************************************

May 23rd 2011

ભાવની ભક્તિ

                          ભાવની ભક્તિ

તાઃ૨૩/૫/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેટલી તમારી ભક્તિ છે,ને કેટલુ મળે તેનુ ફળ
જીવને મળતી શાંન્તિ સાચી,એજ ભક્તિનું ફળ
                    ………….કેટલી તમારી ભક્તિ છે.
મોહમાયા જ્યાં અળગીલાગે,ને લોભ ભાગે દુર
સમજો શાંન્તિ આવી છે,સાથે પ્રેમ લઈ ભરપુર
શીતળતાનો સંગાથ મળે,ને ઘરમાં પ્રેમ અતુટ
જીવનઉજ્વળ મળીજાય,એ ભાવની ભક્તિ રૂપ
                    ………….કેટલી તમારી ભક્તિ છે.
આંગળી નો અણસાર મળે,જે જીવને દોરી જાય
સતકર્મ વચન સાચવીલેતાં,રાહસાચી મેળવાય
મનની માગેલી મુંઝવણ,દેહથી દુર ભાગી જાય
ભાવની ભક્તિ પવિત્રરહેતા,પળપળને સચવાય
                       ………….કેટલી તમારી ભક્તિ છે.

=============================

May 22nd 2011

જવાબ નથી

                         જવાબ નથી

તાઃ૨૨/૫/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમ કૃપાએ જીવને માનવ જન્મ મળ્યો છે,
મળેલ જન્મ આ દેહથી સાર્થક થશે કે નહીં?
………….જવાબ નથી.

મને કે કમને સ્કુલમાં જઈ અભ્યાસ કરી લીધો છે તે ભણતરનો
જીવનમાં યોગ્ય ઉપયોગ થશે કે નહીં?
………….જવાબ નથી.

હાય અને બાયમાં દેહને જકડી રાખવામાં માણસાઇ અને સંસ્કાર
સચવાસે કે નહીં?
………….જવાબ નથી.

જન્મ આપતાં માતાએ વેઠેલી તકલીફો અને પ્રેમનો બદલો એ
મળેલ દેહથી પરત થઈ શકશે કે નહીં?
………….જવાબ નથી.

ચંન્દ્ર ઉપર પગ મુકવાના બહાને કરોડોનો ખર્ચો થાય છે,માણસાઇમાં
આ ગાંડપણની જરૂર છે કે નહીં?
………….જવાબ નથી.

બાળ હનુમાન સુર્યને ગળી ગયા હતા એ આપણો ધર્મ અને ઇતિહાસ
કહે છે .આ યુગમાં છે કોઇની તાકાત કે કોઇપણ સાધન વગર હવામાં
દસ ફુટ પણ ઉડી શકે?
………….જવાબ નથી.

આરબ દેશોમાં મુસ્લીમ ધર્મની પ્રજા રહે છે.ત્યાં ખ્રીસ્તીધર્મવાળા
અમે તમને મદદ કરીશુ એ બહાને કરોડોનો ખર્ચો કરે છે જેમાં તે
પ્રજાની કોઇ વિનંતી છે કે નહીં?
………….જવાબ નથી.

હું હિન્દુ,હું મુસલમાન,હું ખ્રીસ્તી,હું પારસી,હું શીખ આ બધા પૃથ્વી
પરના ધર્મ છે, જ્યારે જીવ દેહ મુકે છે પછી તેનો કયો ધર્મ છે.
…………જવાબ નથી.

++++++++++++++++++++++++++++++++++++=

Next Page »