May 29th 2011

નીલ ગગન

 

.

.

.

.

.

.

.

.

.

.                        નીલ ગગન

તાઃ૨૯/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નીલ ગગનની મહેંર મળતાં,જીવો અવનીએ ઉઠી જાય
નિર્મળ સ્નેહની જ્યોત નિરખતાં,આ આંખો પવિત્ર થાય
એવી કુદરતની આલીલા,જગમાં સમજદારથી સમજાય
                       …………નીલ ગગનની મહેંર મળતાં.
પંખીડાનો કલરવ દે મધુરતાં,ના માનવીથી કદી દેવાય
મળતી માનવતા મળેલદેહને,જે પાવનકર્મે જ મેળવાય
મધુરતાની મહેંકમળે દેહને,જ્યાં પાવન કર્મોને સચવાય
આંગણે આવતાં પ્રભુ પ્રેમને,સાચી ભક્તિએ જ સહેવાય
                       …………નીલ ગગનની મહેંર મળતાં.
મન માન્યતા વાણીવર્તન,પ્રેમ સાથેલાગણી ભળી જાય
શાંન્તિ આવી ખોલે દ્વાર,ત્યાં મળે નિખાલસ પ્રેમ અપાર
જીવનીજ્યોત અખંડ જલે,જ્યાં પુ.સંત જલાસાંઇ ભજાય
નીલગગનની નિર્મળતાજોતાં,પાવનકર્મ સદા થઈ જાય
                         ………..નીલ ગગનની મહેંર મળતાં.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment