May 11th 2011

ગાડી અને લાડી

                     ગાડી અને લાડી

તાઃ૧૧/૫/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારત ભુમીને છોડતાં,જ્યાં લીધુ વિદેશમાં સ્થાન
મોહમાયાની કાતર વાગતાં,મારા ભારતને પ્રણામ
                         ………..ભારત ભુમીને છોડતાં.
ડગલુ ભરતાં ડંખ વાગીજાય,ત્યાં કેવી રીતે ચલાય
માથેપોટલી ને ખભે થેલો,એ અહીં આવીને પકડાય
થાક લાગે અહીં ચાલતાંજ,પહોળી આધરતી દેખાય
ગાડી વગરના ચાલે અહીં,નહીં તો નિરાધાર થવાય
                         ………..ભારત ભુમીને છોડતાં.
લાડીને અહીં પુછે પછી,જ્યાં લગી ગાડી ના લવાય
લાડીપહેલાં ચાલુગાડી મળીજાય,જે જીવન ઝુંટીજાય
સંસ્કાર સિંચન હોય દેહને,તો સંસારીજીવ બચી જાય
લાડી ગાડીની છે રામાયણ,જેઅહીં આવીને સમજાય
                        ………….ભારત ભુમીને છોડતાં.
લીપસ્ટીકવગર લાડીનાચાલે,ને ગેસવગર અહીં ગાડી
કુદરતની કરામત પારખીલેતાં,ભારતની ભુમી ન્યારી
ધર્મ કર્મને સમજીને  કરતાં,પ્રભુકૃપા જીવને મળનારી
તકલીફ લાડીગાડીની અહીંયાં છે,જે જીવન વેડફનારી
                          ………..ભારત ભુમીને છોડતાં.

=================================

May 11th 2011

હે પાર્વતી પુત્ર

                       હે પાર્વતી પુત્ર

તાઃ૧૧/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે ગજાનંદ,હે ગણપતિ,હે ગૌરીનંદન,હે સિધ્ધિ વિનાયક
હે મુક્તિ દાતા,હે જગત નિયંતા,હે ઉમાસુત,હે વિઘ્નેશ્વર
વંદન કરતા અર્ચન કરીએ,ને ધુપદીપ અંતરથી ધરીએ
                                ………..હે ગજાનંદ,હે ગણપતિ.
નિત્ય સવારે વંદન કરતાં,પ્રેમથી ગણેશજી ભજી લઈએ
છે કૃપા અનોખી ગજાનંદની,સાર્થક મળેલ જીવન કરીએ
પિતાપરમેશ્વર ભોલાનાથ છે,ને માપાર્વતી દયાવાન છે
ભક્તિપ્રેમ સંગ દીપકરતાં,જગતજીવના એ પાપ હરતાં
                              ………….હે ગજાનંદ,હે ગણપતિ.
ધુપની એક સળી સળગતાં,મહેંકે મનને શાંન્તિ મળતાં
ભાગ્ય વિધાતા કર્મનિયંતા,જન્મ સફળ ભાવીએ લખતાં
ૐ ગં ગણપતયે નમઃ જપતાં,મુક્તિદ્વારને ખોલીએદેતા
સવારસાંજની ભક્તિ ન્યારી,જીવનેલાગે જગે એ પ્યારી
                                  ………..હે ગજાનંદ,હે ગણપતિ.
======================================
ૐ ગં ગણપતયે નમઃ ૐ ગં ગણપતયે નમઃ ૐ ગં ગણપતયે નમઃ
___________________________________________