May 4th 2011

કુટુંબપ્રેમ

                         કુટુંબ પ્રેમ

તાઃ૪/૫/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ મારું છે કમળાબેન,ને પતિ દેવ થયા ઠાકોરભાઇ
જન્મ સફળ કરવા વાત્રકથી,પત્ની બની હું ઘેર આવી
                        …………નામ મારુ ભઈ કમળાબેન.
પિતા હતા મારા વિઠ્ઠલભાઇ,ને કાશીબા વ્હાલા માડી
સંસ્કાર જીવનમાં મને મળેલા,ને સાથે ભક્તિની કેડી
ધર્મકર્મની કેડીઅનોખી,અમે સંસારી જીવનમાં જાણી
                        ………….નામ મારુ ભઈ કમળાબેન.
લગ્ન જીવનની કેડી પકડતાં,પુત્ર પુત્રીઓ મળી ગયા
પ્રફુલ મારો મોટો દીકરો,ને દીકરી ચંન્દ્રીકા મારી બીજી
નાનો લાડલો રોહીત,જીવે લાડપ્રેમ એકબીજાનો જીતી
                       ………….નામ મારુ ભઈ કમળાબેન.
આંગણે આવેલાને આવકારતાં,સૌનો પ્રેમ પામી લેતા
સંબંધીની સાંકળપકડીને,રાહ જીવનની એતો જીવતા
મહેમાનોને દઈ માન સન્માને,એકુળને ઉજ્વળ કરતા
                      …………..નામ મારુ ભઈ કમળાબેન.
સમયઆવતાં પ્રફુલ્લ પરણ્યો,જીવનસંગી માયા મળી
પ્રેમાળસંસ્કારી પત્નીમળતાં,જીંદગીતેની ઉજ્વળ બની
કીંજલ,મીતલ,નીમીશા દીકરીઓ,ને મૌલીન એકદીકરો
                      ……………નામ મારુ ભઈ કમળાબેન.
દીકરી ચન્દ્રીકાને પરણીને,હરેશકુમાર વડોદરા લઈગયા
દીપુ,ધર્મેશ સંતાનો જન્મ્યા,કૃપાએ વડીલની ભણી રહ્યા
ભણતર ભક્તિને સંગે રાખી,દાદા દાદીનાય દીલ જીત્યા
                         ………….નામ મારુ ભઈ કમળાબેન.
રોહીત અમારો નાનો દીકરો,ઉંમર થતાં પરણાવી દીધો
આવીવ્હાલી ક્રીશ્ના પત્નીબની,જ્યાંમંગળફેરા ફરી લીધા
આકાશ,અંકુશ લાડકવાયા સંતાન,પતિ પ્રેમે મળી ગયા
                          ………….નામ મારુ ભઈ કમળાબેન.

=======================================
           મારા સંબંધી રમેશલાલ ના મોટી બહેનને તેમના કુટૂંબની
યાદ આવતાં તેમની પ્રેરણાથી લખેલ આ કુટૂંબ પ્રેમ સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

+++++++++++++++++++++++++++++++++++++

May 4th 2011

મોગરાની મધુરતા

                    મોગરાની મધુરતા

તાઃ૪/૫/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ                   

આવ્યો વાયરો સુગંધ સાથે,મોગરાની મહેંક મળી
જલાસાંઇની આરતી કરતાં,આઘરમાં સુગંધ ભળી
                   …………આવ્યો વાયરો સુગંધ સાથે.
શીતળપવનના સહવાસે,મારામનને શાંન્તિ મળી
સુર્ય કિરણનો સ્પર્શ મેળવતાં,પ્રભાત ઉજ્વળ થઈ
ધુપદીપને અર્ચના કરતાં,પ્રભુકૃપાય મેળવાઇ ગઈ
મોગરાની આમહેંક મળતાં,જલાબાપાની કૃપા થઈ
                   …………આવ્યો વાયરો સુગંધ સાથે.
મંદીર,મસ્જીદ,ગુરૂદ્વાર મળ્યા,જાણેઘરમાં આવી અહીં
નિર્મળ પ્રેમે જ્યોત સાંઇની,આજે આંગણે આવી ભઈ
પ્રેમનીવર્ષા થતાં સંતોની,જીવથી મુક્તિ સંધાઇ ગઈ
એક મહેંક મળે મોગરાની,જાણે વિરપુર આવ્યુજ અહીં
                      …………આવ્યો વાયરો સુગંધ સાથે.

                                                       
જય જલારામ જય સાંઇરામ જયજય વ્હાલા સંત જલાસાંઇ