May 6th 2011

છુમંતર

                            છુમંતર

તાઃ૬/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભેદભરમમાં ભરમાવીને,માનવી મન લટકાવે
અંતરમંતર છુછમંતર સંભળાવીને,એ ભટકાવે
એવી કળીયુગની આલીલા,અહીંતહીં એ ફસાવે
                     …………ભેદભરમમાં ભરમાવીને.
હું અમર મારી કાયાય અમર,સૌને એ સમજાવે
એક લાકડી તો હાથમાંરાખે,ને બીજીએ બૈડે મારે
સંભળાવે તમને એ જાણે,બીજી દુનીયા એ પાડે
ભુતપલીતની માયાબતાવી,તમનેએ ગાંડા રાખે
                      ……….ભેદભરમમાં ભરમાવીને.
પૈસાની પોટલી બતાવી,ભીખ તમથીજ એ માગે
અગડં બગડં એબોલી જાય,જે તેનેય ના સમજાય
વશીકરણની પોટલી બતાવી,માનવીમન ભરમાય
મરચુ ફુંકી આંખ દઝાડી,ને છુમંતર એજ થઈ જાય
                       …………ભેદભરમમાં ભરમાવીને.

================================