છુમંતર
છુમંતર
તાઃ૬/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભેદભરમમાં ભરમાવીને,માનવી મન લટકાવે
અંતરમંતર છુછમંતર સંભળાવીને,એ ભટકાવે
એવી કળીયુગની આલીલા,અહીંતહીં એ ફસાવે
…………ભેદભરમમાં ભરમાવીને.
હું અમર મારી કાયાય અમર,સૌને એ સમજાવે
એક લાકડી તો હાથમાંરાખે,ને બીજીએ બૈડે મારે
સંભળાવે તમને એ જાણે,બીજી દુનીયા એ પાડે
ભુતપલીતની માયાબતાવી,તમનેએ ગાંડા રાખે
……….ભેદભરમમાં ભરમાવીને.
પૈસાની પોટલી બતાવી,ભીખ તમથીજ એ માગે
અગડં બગડં એબોલી જાય,જે તેનેય ના સમજાય
વશીકરણની પોટલી બતાવી,માનવીમન ભરમાય
મરચુ ફુંકી આંખ દઝાડી,ને છુમંતર એજ થઈ જાય
…………ભેદભરમમાં ભરમાવીને.
================================