March 21st 2019
. .પ્રેમ પકડજો
તાઃ૨૧/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહને સંબંધ છે સમયનો,ના જગતપર કોઇ દેહથી છટકાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે અવનીપરના આગમનેજ દેખાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય.
કુદરતની પવિત્રલીલા મળે દેહને,જે જીવને સુખશાંંતિ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એજ પાવનરાહ દેહની કહેવાય
નિર્મળરાહે જીવન જીવતા,અનેક દેહનો નિખાલસ પ્રેમ મળી જાય
નાકોઇ મોહ રહે કે નાકોઇ અપેક્ષા રહે,જીવ પર એકૃપા કહેવાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય.
કર્મનોસંબંધ એ જીવને આગમન આપે,જે મળેલદેહથી સ્પર્શી જાય
પરમાત્માથી પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
સગાસંબંધી એ દેહને સ્પર્શ કરીજાય,જે ભુતકાળનો સંબંધ કહેવાય
નાકોઇ જીવથી દુર રહેવાય અવનીપર,જ્યાં કળીયુગનો સ્પર્શ થાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય.
==========================================================
March 19th 2019
. .શીતળ સ્નેહ
તાઃ૧૯/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનો સંબંધ એ સમય સંગે ચાલે,જે થયેલ કર્મની કેડીએ મેળવાય
કુદરતની આ પાવનલીલા જગતપર,મળેલદેહને સુખદુઃખ આપી જાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
મળેલ માનવદેહ જીવને અવનીપર,જે દેહથી થયેલ કર્મથી અનુભવાય
જીવને સંબંધછે કરેલકર્મથી,જે દેહપર શીતળ સ્નેહની વર્ષા કરી જાય
પવિત્રરાહ મળે અવનીપર જીવને,જ્યાં શ્રધ્ધાભાવના સંગે ભક્તિ કરાય
સમયની સંગે ચાલતા માનવદેહે,અવનીપર મોહમાયાને દુર રાખીજીવાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
નિર્મળ જીવનની રાહ મળે જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં દેહને,જ્યાં પવિત્રસંતની કૃપા દ્રષ્ટી થાય
કરેલ કર્મનો સંબંધ સ્પર્શે દેહને,જે જીવને સમય સમયે દેહ આપી જાય
અદભુતલીલા છે કુદરતની જગતપર,જે જીવનમાં શીતળ સ્નેહ દઈ જાય
.....માનવતાની મહેંક પ્રસરે મળેલ દેહની,જે જીવનમાં વાણી વર્તનથી દેખાય.
==========================================================
March 19th 2019
. .વિઘ્નહર્તા શ્રી ગણેશ
તાઃ૧૯/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિઘ્નવિનાશક વિઘ્નહર્તા ગજાનંદ શ્રી ગણેશ,ભોલેનાથના એ સંતાન કહેવાય
પાવનરાહની આંગળી ચીંધે ભક્તોને,જે શ્રધ્ધારાખી ગજાનંદની પુંજા કરી જાય
.....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય.
ગજાનંદ ગણપતીની પવિત્રકૃપા અવનીપર,જે નિર્મળભાવથી ભક્તિ કરી જાય
ભાગ્યવિધાતા એ ભારતની પવિત્રભુમીપર,દેહ લઈ માબાપની સેવા કરી જાય
પાવનકર્મની કેડી બતાવી અવનીપર,મળેલ દેહને જીવનમાં સદમાર્ગે લઈ જાય
વિઘ્નહર્તાશ્રી ગણેશના ભાઈ કાર્તિકભાઈ પણ,અવનીપર દેહ લઈને આવીજાય
.....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય.
માનવદેહને પ્રેરણા મળે નિર્મળ ભક્તિએ,જે જીવનમાં પવિત્રકર્મથી અનુભવાય
નાઅપેક્ષા કદી એદેહને સ્પર્શે,જે મળેલ માનવદેહના વર્તનથી કૃપાએ મેળવાય
કુદરતની અજબ શક્તિ છે અવનીપર,અબજો વર્ષોથી જીવોને એ સ્પર્શી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે વિઘ્નહર્તાની પાવનકૃપાથીજ બચાવી જાય
....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય.
============================================================
March 18th 2019
. .કળીયુગનો સ્પર્શ
તાઃ૧૮/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવીનાશીની જગતપર,મળેલદેહને અનુભવે સમજાય
અવનીપરનુ આગમન એ જીવને,કરેલ કર્મના સંબંધે દેહ દઈ જાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
સમયને નાપકડી શકે કોઇદેહ જગતમાં,જેને યુગની લીલા કહેવાય
સતયુગમાં અનેક પવિત્રકામ સ્પર્શે દેહને,જે પાવનકર્મ કરાવી જાય
ભજનભક્તિસંગે પ્રાર્થના કરતા,પ્રભુકૃપાએ જીવને શાંંતિ મળી જાય
મળેલદેહની માનવતા મહેંકે જીવનમાં,એ કુદરતની કૃપાએ મેળવાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
કળીયુગમાં કુદરતની અનેકદ્ર્ષ્ટીપડે,જીવોને સુખદુઃખની રાહદઈ જાય
મળેલ દેહની માનવતા મહેંકે જીવનમાં,જે સત્કર્મના સંગાથે મેળવાય
પાવનકર્મ એસમજણ છે માનવીની,કળીયુગની કાતરથી બચાવી જાય
પવિત્રરાહે જીવનજીવતા જીવનમાં,પવિત્ર સંતોના આશિર્વાદ મળીજાય
....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
=======================================================
March 14th 2019
. .કૃપાળુ પ્રેમ
તાઃ૧૪/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પ્રેમ મળે ભક્તને,જ્યાં મળેલ દેહથી નિર્મળ ભક્તિ થાય
પાવનરાહ મળે સંત જલાસાંઇની કૃપાએ,જ્યાં માનવતાનેજ સચવાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
મળેલ માનવદેહને સંબંધ છે કરેલ કર્મનો,જે માનવતાને સ્પર્શી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાએ મેળવાય
શ્રધ્ધાભાવનાની પવિત્રરાહેકર્મ કરતા,જીવનમાં કૃપાળુ પ્રેમ મળી જાય
મળેલ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
નાતજાતનો ના સંબંધ દેહને જીવનમાં,જ્યાં સાંઈબાબાની કૃપા થાય
મળેલ દેહની માનવતા પ્રસરે થતા કર્મથી,જે નિખાલસતા આપીજાય
ના દેખાવની કોઇ કેડી અડે,કે ના અભિમાન પણ દેહને અડી જાય
એજ પવિત્ર કર્મની રાહ મળતા જીવને,મળેલ જન્મ પાવન કરી જાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
=========================================================
March 11th 2019
......
. .વ્હાલા ભોલેનાથ
તાઃ૧૧/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જીવનની રાહ મળે દેહને,જ્યાં વ્હાલા ભોલેનાથની કૃપા થાય
પાવનરાહની કેડી પકડી ચાલતા,મળેલ માનવજન્મ પાવન કરી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
નિર્મળ જીવનનો સંગાથ મળે દેહને,જે કુદરતની અનંત કૃપા કહેવાય
મળે માનવ દેહ જીવને અવનીપર,જે કરેલ કર્મનો સંગાથથી મેળવાય
અદભુત કૃપા મળે વ્હાલા ભોલેનાથની,સંગે માતા પાર્વતી રાજી થાય
ૐનમઃ શિવાયના સ્મરણથી અનુભવાય,જે પાવનસમજણ આપી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
પવિત્રપ્રેમનો સંગાથમળ્યો ભોલેનાથનો,અવનીપરપુત્ર ગણેશ આવીજાય
ભાગ્યવિધાતાની કલમપકડતા જગતપર,માનવદેહને પ્રેરણા આપી જાય
ગૌરીનંદન શ્રીગણેશને સંગાથમળ્યો,જીવનમાં રીધ્ધી સિધ્ધી આવી જાય
અજબ શક્તિશાળી ભોલેનાથજી,ભારતમાં પવિત્ર ગંગાનદી વ્હાવી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
==========================================================
March 6th 2019
. .સમજણનો સાથ
તાઃ૬/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા છે અવનીપર,જે સમયની સાથે મળતી જાય
મળેલ દેહને સંબંધ છે કર્મનો,સમજણનો સાથ મળતા અનુભવાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
અનેક દેહ મળે જીવને અવનીપર,માનવદેહ મળે એજ કૃપા પ્રભુની
મળેલ માનવદેહને જીવનમાં સમયસંગે,વાણીવર્તનનો સાથ મળીજાય
પવિત્ર ભારતની ભુમીપર,પરમાત્મા અનેકદેહ લઈ જીવને પ્રેરી જાય
નિર્મળભક્તિમાર્ગની રાહમળે દેહને,જે જીવનમાં સમજણ આપીજાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
ના અપેક્ષાનો કોઇ સાથ મળે,જે જીવને મોહમાયાથી બચાવી જાય
વાણીવર્તન એજ સમય સંગે ચાલે જીવનમાં,જે સમય સમયે સમજાય
માનવ જીવનમાં નિર્મળ ભાવનાનીભક્તિ,સાચી સમજણથી મેળવાય
પરમકૃપા પરમાત્માની અવનીપર છે,જે પવિત્ર ભક્તિરાહ આપીજાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
============================================================