April 28th 2015

પવિત્ર જીવન

.                     . પવિત્ર જીવન

તાઃ૨૮/૪/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવન સંગે શાંન્તિ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પરમાત્માની એકજ કૃપાએ,માનવ જન્મ સફળ થઈ જાય
……….એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
તનને મળતી માયા માનવીને,અવની પર ભટકાવી જાય
અપેક્ષાના વાદળઘેરાતા,આફતો ડગલેપગલે મળતીજાય
કર્મબંધન ના છુટે માનવીના,જે બંધને જીવ જકડાઈ જાય
શાંન્તિ અશાંન્તિ આવે ને જાય,જ્યાં જીવ કળીયુગે ભટકાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસથી,જીવને અવનીએ સંબંધ મળી જાય
માનવજીવનમાં નિર્મળતા મળે,જ્યાં ભક્તિ નિખાલસ થાય
અતિદયાળુ પરમાત્મા છે,જે  સાચીભક્તિએજીવને સમજાય
મળે જીવનમાં શાંન્તિસઘળી,જે મળેલજન્મ પાવન કરીજાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.

======================================

April 28th 2015

મળે માબાપનો પ્રેમ

.            .મળે માબાપનો પ્રેમ

તાઃ૨૮/૪/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જ્યાં સંસ્કાર સાચવીને  જીવાય
ઉજ્વળરાહ મળે જીવનમાં,જ્યાં માબાપના આશિર્વાદમેળવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
કર્મબંધન એ છે જીવનો સંબંધ,જીવને જન્મમૃત્યુથી  જ દેખાય
કરેલકર્મની કેડી છે બંધન,જીવને અવનીએ દેહ મળે સમજાય
મળેલ મોહમાયા એજ છે સીડી,જે જીવને ઉપરનીચે લઈજાય
અવનીપર આવી કરેલ કર્મ,એજન્મમરણના સંબંધે  સમજાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
માન સન્માન કર્તા માબાપના,પ્રેમે આશિર્વાદની વર્ષા થાય
આફત લાફત દુર જ ભાગે,જ્યાં મળેલ જીવન નિર્મળ જીવાય
મારૂ તારૂની માયા છુટતા,ના જીવનમાં આફત કોઇ મેળવાય
જલાસાંઇની કૃપામળેજીવને,જેમાબાપના આશિર્વાદ કહેવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

April 28th 2015

વાણી વર્તન

.                     .વાણી વર્તન

તાઃ૨૮/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં આવી જીવનમાં વ્યાધી,ત્યાં વાણી બદલાઈ ગઈ
મળી લાગણીમોહની તાપણીએ,આજીંદગી ઝપટાઈ ગઈ
……..એજ છે આ કળીયુગી કાકડી,જે લાકડી બની ગઈ.
સરળ જીવનમાં પ્રેમ મળે,જ્યાં માબાપની કૃપાઓ થઈ
પામર જીવને રાહ મળે,જ્યાં નિખાલસ પ્રેમમળતો ભઈ
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં વડીલને વંદન કરતા જઈ
આશિર્વાદની એકજ પળે,પાવનજીવન મળી જતું અહીં
…….એજ સુર્યદેવની કૃપા,જે જીવને રાહ આપે છે અહીં
પરમેશ્વરની પરખ અનેક.જે જીવને શ્રધ્ધાએ સમજાય
અંતરથી કરેલ પ્રાર્થનાએ,જલાસાંઇની કૃપા મળી જાય
અવનીપર આવનજાવન,સુર્યદેવના ઉદયઅસ્તે દેખાય
કૃપા મળે સુર્યદેવની જીવને,જ્યાં પ્રભાતે અર્ચનાથાય
……એજ કૃપા અવિનાશીની,જે માનવીને સમજે સમજાય

**********************************************

April 21st 2015

સવાર સાંજ

images

 

 

 

 

 

 

 

 

 

 

.                .સવાર સાંજ

તાઃ૯/૪/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહને સવાર સાંજ,જ્યાં સુરજ આવે ને જાય
એજ  પૃથ્વીની પરિક્રમા,જીવને અનુભવે દેખાય
……..એ વિશ્વપિતાની છે કૃપા,જે જગતને સાચવી જાય.
સુર્યદેવનો ઉદય ને અસ્ત,જગે સમય આપી જાય
મળેલ દેહની દ્રષ્ટિએ,જગતમાં ઉદયઅસ્ત દેખાય
અજબશક્તિ છે સુર્યદેવની,ને તેમના દર્શન થાય
બીજા અનેક દેવો છે,જેને ફક્ત નામથી ઓળખાય
……..એવી અનેક પત્થરની મુર્તી બનાવીને પુંજા થાય.
કૃપાઅજબ છે સુર્યદેવની,જે સમય સમજાવી જાય
અવનીપરના આગમને,જીવને આજકાલ સમજાય
મળે સવાર જીવને જગે,ત્યાંજ કર્મનીકેડી મળી જાય
વિદાય થતાં સુર્યકિરણની,જીવને પથારી મળીજાય
……..એ અજબલીલા સુર્યદેવની,અર્ચનાએ જ મેળવાય. ************************************

April 21st 2015

અપેક્ષાનો ભંડાર

.             .અપેક્ષાનો ભંડાર

તાઃ૧૩/૪/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાની શીતળકેડી મળે જીવને,જ્યાં ભક્તિ સાચી થાય
પાવનકર્મને પકડી ચાલતા,અપેક્ષાની કેડીઓ છુટી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
માયાનુ બંધનછે જગતમાંએવુ,જે નિર્મળતાને તોડી જાય
મુક્તિ માર્ગને પામી લેવા,સંત જલા સાંઇની ભક્તિ થાય
પકડે માનવતાને કળીયુગ,ના જગતમાં કોઇથીય છટકાય
અપેક્ષાના આભને આંબવા,પરમાત્માને પારખી પુંજા થાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
કર્મનાબંધન છે જીવના સંબંધ,ના કોઇથીય જગે છટકાય
કુદરતની આ અપાર લીલા,અવનીપર દેહ મળતા દેખાય
માનવમનને જકડે કળીયુગીકાતર,સાચીભક્તિએ સમજાય
પાવન રાહ મળતા જીવનમાં,અપેક્ષાનો ભંડાર ભાગી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
============================================

April 6th 2015

શીતળ કલમકેડી

.                        .શીતળ કલમકેડી

તાઃ૬/૪/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમની કેડી શીતળ મળતા,પાવનરાહ મળી જાય
શબ્દે શબ્દને પારખીલેતા,માસરસ્વતીની કૃપા થાય
……….એવી ઉજ્વળ કેડી જોતાં,સૌ કલમપ્રેમીઓ હરખાય.
સમજણનો સંગાથલેતાં,જીવનમાં શીતળતા સહેવાય
અજબકૃપા મળે માતાની,જે કલમની રચનાએદેખાય
સ્નેહાળ પ્રેમનીજ્યોતમળતા,નાઅપેક્ષાકોઇ આવીજાય
નિર્મળપ્રેમની ગંગા વહેતા,મળેલ જન્મસફળથઈજાય
………..એવી ઉજ્વળ કેડી જોતાં,સૌ કલમપ્રેમીઓ હરખાય.
મળે જીવનમાં પ્રેમ સૌનો,નાઅપેક્ષા કોઇ મળી જાય
પ્રેમી પ્રીતને પારખી જીવતાં,મનને અનંતશાંન્તિથાય
પ્રેમભાવથી કલમ ચાલતા,સૌનો પ્રેમ પણ મળીજાય
ભક્તિપ્રેમને સાચવી ચાલતા,કલમનીકેડીઉજ્વળથાય
………..એવી ઉજ્વળ કેડી જોતાં,સૌ કલમપ્રેમીઓ હરખાય.
===================================