April 28th 2015

પવિત્ર જીવન

.                     . પવિત્ર જીવન

તાઃ૨૮/૪/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવન સંગે શાંન્તિ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પરમાત્માની એકજ કૃપાએ,માનવ જન્મ સફળ થઈ જાય
……….એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
તનને મળતી માયા માનવીને,અવની પર ભટકાવી જાય
અપેક્ષાના વાદળઘેરાતા,આફતો ડગલેપગલે મળતીજાય
કર્મબંધન ના છુટે માનવીના,જે બંધને જીવ જકડાઈ જાય
શાંન્તિ અશાંન્તિ આવે ને જાય,જ્યાં જીવ કળીયુગે ભટકાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસથી,જીવને અવનીએ સંબંધ મળી જાય
માનવજીવનમાં નિર્મળતા મળે,જ્યાં ભક્તિ નિખાલસ થાય
અતિદયાળુ પરમાત્મા છે,જે  સાચીભક્તિએજીવને સમજાય
મળે જીવનમાં શાંન્તિસઘળી,જે મળેલજન્મ પાવન કરીજાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment