April 28th 2015

પવિત્ર જીવન

.                     . પવિત્ર જીવન

તાઃ૨૮/૪/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવન સંગે શાંન્તિ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પરમાત્માની એકજ કૃપાએ,માનવ જન્મ સફળ થઈ જાય
……….એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
તનને મળતી માયા માનવીને,અવની પર ભટકાવી જાય
અપેક્ષાના વાદળઘેરાતા,આફતો ડગલેપગલે મળતીજાય
કર્મબંધન ના છુટે માનવીના,જે બંધને જીવ જકડાઈ જાય
શાંન્તિ અશાંન્તિ આવે ને જાય,જ્યાં જીવ કળીયુગે ભટકાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસથી,જીવને અવનીએ સંબંધ મળી જાય
માનવજીવનમાં નિર્મળતા મળે,જ્યાં ભક્તિ નિખાલસ થાય
અતિદયાળુ પરમાત્મા છે,જે  સાચીભક્તિએજીવને સમજાય
મળે જીવનમાં શાંન્તિસઘળી,જે મળેલજન્મ પાવન કરીજાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.

======================================

April 28th 2015

મળે માબાપનો પ્રેમ

.            .મળે માબાપનો પ્રેમ

તાઃ૨૮/૪/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જ્યાં સંસ્કાર સાચવીને  જીવાય
ઉજ્વળરાહ મળે જીવનમાં,જ્યાં માબાપના આશિર્વાદમેળવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
કર્મબંધન એ છે જીવનો સંબંધ,જીવને જન્મમૃત્યુથી  જ દેખાય
કરેલકર્મની કેડી છે બંધન,જીવને અવનીએ દેહ મળે સમજાય
મળેલ મોહમાયા એજ છે સીડી,જે જીવને ઉપરનીચે લઈજાય
અવનીપર આવી કરેલ કર્મ,એજન્મમરણના સંબંધે  સમજાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
માન સન્માન કર્તા માબાપના,પ્રેમે આશિર્વાદની વર્ષા થાય
આફત લાફત દુર જ ભાગે,જ્યાં મળેલ જીવન નિર્મળ જીવાય
મારૂ તારૂની માયા છુટતા,ના જીવનમાં આફત કોઇ મેળવાય
જલાસાંઇની કૃપામળેજીવને,જેમાબાપના આશિર્વાદ કહેવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

April 28th 2015

વાણી વર્તન

.                     .વાણી વર્તન

તાઃ૨૮/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં આવી જીવનમાં વ્યાધી,ત્યાં વાણી બદલાઈ ગઈ
મળી લાગણીમોહની તાપણીએ,આજીંદગી ઝપટાઈ ગઈ
……..એજ છે આ કળીયુગી કાકડી,જે લાકડી બની ગઈ.
સરળ જીવનમાં પ્રેમ મળે,જ્યાં માબાપની કૃપાઓ થઈ
પામર જીવને રાહ મળે,જ્યાં નિખાલસ પ્રેમમળતો ભઈ
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં વડીલને વંદન કરતા જઈ
આશિર્વાદની એકજ પળે,પાવનજીવન મળી જતું અહીં
…….એજ સુર્યદેવની કૃપા,જે જીવને રાહ આપે છે અહીં
પરમેશ્વરની પરખ અનેક.જે જીવને શ્રધ્ધાએ સમજાય
અંતરથી કરેલ પ્રાર્થનાએ,જલાસાંઇની કૃપા મળી જાય
અવનીપર આવનજાવન,સુર્યદેવના ઉદયઅસ્તે દેખાય
કૃપા મળે સુર્યદેવની જીવને,જ્યાં પ્રભાતે અર્ચનાથાય
……એજ કૃપા અવિનાશીની,જે માનવીને સમજે સમજાય

**********************************************