October 29th 2020

વિરબાઈના વ્હાલા

**વીરપુર બન્યું જલારામ મય, આજે જલારામ બાપાની 220મીં જન્મજયંતિ, જાણો તેનો ઈતિહાસ – KINGSCOUGHT NEWS**
.           વિરબાઈના વ્હાલા  

તાઃ૨૯/૧૦/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

વિરપુરગામની જ્યોત પ્રગટી જગતમાં,જે જલારામની પવિત્રકેડીથી દેખાય
પત્ની વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે કુટુંબને પાવનરાહે લઈ જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
જલારામ પર પરમાત્માની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
માગણી ભીખનો સંબંધ મળેલ દેહને,જે જગતપર દેહના વર્તનથી દેખાય
મળેલજીવોના દેહને અવનીપર,જલારામ સંગે વિરબાઈ પ્રેરણા આપીજાય
કૃપા મળી સંત ભોજલરામની,ભક્ત જલારામને પાવનારાહથીજ પ્રેરી જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
પવિત્ર જીવ વ્હાલા પત્ની વિરબાઈનો,ના કોઇજ અપેક્ષા જીવનમાં રખાય
પતિ જલારામની પવિત્ર પ્રેરણા મળી જીવનમાં,જે તેમના વર્તનથી દેખાય
અવનીપરના અનેક દેહોને ભોજન આપી,જીવન જીવવાની રાહ આપીજાય
પરમાત્માની પાવનકૃપા જીવપર,જે જલારામ સંગે વિરબાઈના વર્તને દેખાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
******************************************************************

	
October 29th 2020

વ્હાલા સાંઇ

 **शिर्डीचे साईबाबा - Home | Facebook**    
.             .વ્હાલા સાંઇ           
તાઃ૨૯/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો સાંઇબાબાનો જીવનમાં,પાવનરાહે મળેલ જીવન જીવાય
શાંંતિની પાવનરાહથી દેહને,પવિત્રકર્મ સંગાથે બાબાની કૃપા મળી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
સુખદુઃખનો સંબંધ જગતપર મળેલદેહને,જે સમયસંગે ભક્તોને અનુભવથાય
પવિત્રદેહ લઈ પરમાત્મા આવે,મળેલદેહને પવિત્રકર્મની પ્રેરણા આપી જાય
પવિત્રભુમી ભારત અવનીપર,જ્યાં અનેક સ્વરૂપે પરમાત્મા દેહ લઈ જાય
વ્હાલા સાંઇબાબા પવિત્રજીવ ભોલેનાથનો,જે માનવજીવને સ્પર્શ કરી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
માનવદેહ લઈ સાંઇબાબા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળી જાય 
મળેલદેહને સંબંધ રાખવો માનવીનો,ના ધર્મ કર્મનો સંબંધ જીવનમાં રખાય
જીવને મળેલદેહ એ કૃપા પ્રભુની,જે ગતજન્મના થયેલ કર્મથીજ દેહ મેળવાય
માનવતાને જીવનમાં રાખી જીવતા,જગતપર બાબાની પ્રેરણા દેહને મળીજાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
**************************************************************

	
October 28th 2020

પ્રેમાળ જન્મદીવસ

    
.           .પ્રેમાળ જન્મદીવસ      
તાઃ૩૦/૧૦/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળ્યો માબાપનો,જે નિશીતકુમારને પાવનરાહ આપી જાય
પાવનરાહ પકડીને હ્યુસ્ટન આવ્યા,એ સમયે અમારા જમાઈ થઈજાય
....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય.
મળેલ માબાપના આશિર્વાદ દેહને,જે દીકરાને ભક્તિમાર્ગે દોરી જાય
શ્રી સ્વામીનારાયણ ભગવાનની ભક્તિથી,દેહને પાવનરાહ મળી જાય
પવિત્રકૃપા મળી પ્રભુની,જેથી અમારી દીકરીના એ જીવનસાથી થાય
માનવતાની મહેંક પ્રસરી અવનીપર,જીવનમાં નિર્મળરાહે કર્મ કરીજાય
....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય.
મળેલ માનવદેહની નિખાલસતાએ,પાવનરાહે જીવતા પ્રેમ મળતો જાય
અમારા રવિનાસંતાન વીરવેદને,વ્હાલા ફોઈફુવાનો નિર્મળપ્રેમ મળી જાય
પદીપ,રમાને જીવનમાં શાંન્તિમળી,દીકરી જમાઈ પવિત્રરાહે જીવી જાય
કર્મધર્મની પવિત્રરાહ મળી કુટુંબમાં,જે સુખશાંંતિની રાહથીજ મળી જાય 
....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય.
=============================================================
      અમારી દીકરી દીપલના પતિ શ્રી નિશીતકુમારની આજે તાઃ૩૦ઓક્ટોબર 
તેમની ૩૯મી ઉંમર થઈ તે પ્રસંગે આ કાવ્ય તેમના જન્મદીનની યાદ રૂપે લખેલ
છે તે તેમને સપ્રેમ ભેંટ.
   લી.પ્રદીપ,રમા,રવિના જય શ્રી સ્વામીનારાયણ.
**************************************************************


	
October 27th 2020

ભક્તિનીરાહ

       ભક્તોના પણ હોય છે અલગ અલગ પ્રકાર, જાણો તમે ક્યાં પ્રકારના ભક્ત છો? - Suvichar Dhara 
.           .ભક્તિની રાહ
તાઃ૨૭/૧૦/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સમયનો સંગાથ રહે,જે દેહથી થઈ રહેલ કર્મથી દેખાય
કુદરતની છે લીલા સમયની અવનીપર,જગતમાં નાકોઇ જ દેહથી છટકાય
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
મોહ માયાને દુર રાખવા મળેલ દેહથી,શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા સમજાય
પરમાત્માનો પાવનપ્રેમ મળે દેહને,જે અનેક આફતોથી દેહને બચાવી જાય
મળેલ માનવદેહને સંબંધ છે કર્મનો,જે અવનીપર આવન જાવનથીજ દેખાય
પવિત્રરાહને પામવા મળેલ જીવનમાં,એ નિર્મળભાવથી ભક્તિકરતા મેળવાય 
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
પાવનકર્મનો સંગાથ મળે દેહને,જે અવનીપર પવિત્રજીવોના આગમને દેખાય
પવિત્ર ધરતી અવનીપર ભારતછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
નાકોઇ તકલીફ દેહને મળે જીવનમાં,જે નિર્મળભાવનાની ભક્તિથી મળી જાય
આંગણે આવી પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન ધરમાંજ કરાય
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
===============================================================



October 16th 2020

સમયનીપકડ

  Garba Archives - Tv9 Gujarati #1 News Channel
.             .સમયની પકડ
તાઃ૧૬/૧૦/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રપ્રેમનો સંગાથ રાખીને જીવનમાં,જગતમાં માનવતા પ્રસરાવી જાય
એવા વ્હાલા ગુજરાતીઓ નવરાત્રીમાં,માતાને પગેલાગી ગરબેઘુમી જાય
....એવા પ્રસંગ પકડતા ગુજરાતીઓ જગતમાં,માનવ દેહની માનવતા મહેંકાવી જાય.
તનમનથી મહેનત કરતા પરદેશમાં,કરેલ કર્મથી દેહને શાંંતિ મળી જાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહ પર,જે જીવનમાં થતા કર્મથી દેખાય
સંસારની સાંકળ પકડી જીવન જીવતા,સતકર્મથી દેહને સમય મળી જાય
પાવનકર્મથી ગુજરાતીઓ જીવનમાં,પ્રેમથી સૌને નિખાલસપ્રેમ આપી જાય
....એવા પ્રસંગ પકડતા ગુજરાતીઓ જગતમાં,માનવ દેહની માનવતા મહેંકાવી જાય.
પવિત્ર ધરતીપર જન્મ લઈને આવ્યા,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
પાવનપ્રસંગની રાહ મળે,જે અનેક પવિત્રતહેવારથી પ્રસંગ ઉજવાઈ જાય
માતાને રાજીકરવા નવરાત્રીમાં,દાંડીયા રાસ સંગે પ્રેમથી ગરબે ઘુમી જાય
તાલીઓના તાલ પકડી ગરબે ઘુમતા,માતાના પવિત્રપ્રેમનો અનુભવ થાય
....એવા પ્રસંગ પકડતા ગુજરાતીઓ જગતમાં,માનવ દેહની માનવતા મહેંકાવી જાય.
******************************************************************

                .

October 15th 2020

ગરબાનો સંગ

        
.              .ગરબાનો સંગ       
તાઃ૧૫/૧૦/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માડી તમારી ભક્તિકરતા ભક્તોથી,નવરાત્રીના પવિત્રદીવસે ગરબા ગવાય
તાલી સંગે ડાંડીયા રાસ રમતા,શ્રધ્ધાથી ગરબે ઘુમતા માતાને વંદન થાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
શ્રધ્ધાભાવથી ગરબેધુમતા ભક્તોના પ્રેમે,આરાશુરથી અંબામા આવી જાય
પ્રેમથી ગરબે માતાને વંદન કરતા,જય અંબે જય અંબે ગરબે ગાતા જાય
પાવનરાહ સંગે ગરબેધુમતા,માતાનો પ્રેમમળે જયાં તાલીઓથી વંદન થાય
પવિત્રતહેવાર હીંંન્દુ ધર્મનો અવનીપર,જે મળેલદેહને પાવનકૃપાએ સમજાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
નવરાત્રીના નવદીવસે ભક્તિકરવા,પાવનરાહે ગુજરાતીઓ ગરબા રમી જાય
માતાનો પ્રેમ મળે ભક્તોનો,જે પાવાગઢથી શ્રીકાળકામાતાને બોલાવી જાય
પવિત્ર શક્તિશાળી મા કાળકા,શ્રધ્ધાભાવથી ગરબે ઘુમતાને ક્રૂપા કરી જાય
નવ દીવસમાં મા દુર્ગાના નવસ્વરૂપના,દર્શનથી ભક્તોખુબ ખુશ થઈ જાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
============================================================

 

October 15th 2020

પવિત્ર નવરાત્રી

પવિત્ર નોરતા ના પ્રથમ દિવસે આરીતે પ્રસન્ન કરો માં જગદંબા ને - MotionTodayGuj | DailyHunt

.           .પવિત્ર નવરાત્રી      .      

તાઃ૧૫/૧૦/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રગાથા પ્રગટાવતા ગુજરાતની,જે ગુજરાતીઓની પવિત્રરાહથી દેખાય
મળેલ દેહથી પવિત્ર પ્રસંગને ઉજવતા,દુનીયામાં ધાર્મીકરાહથી ઉજવીજાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
તાલી પાડીને ગરબે ધુમતા ગુજરાતીઓ,દાંડીયા રાસ સંગે વંદન કરી જાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદ મળે,જે ભક્તોને ગરબે ધુમતાજ મળી જાય
ભક્તિની પવિત્રરાહ પકડી દુનીયામાં,હિંદુ ધર્મની જ્યોત જગતમાં પગટાવી
પવિત્રકર્મનો સંગાથ રાખતા ગુજરાતીઓ.પરદેશમાં પવિત્રનામના કરી જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
ભારત પવિત્રભુમીછે જ્યાં પવિત્રદેહથી જન્મલઈ પરમાત્મા પ્રેરણા કરી જાય 
મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહ ચીંધી,મળેલ જીવને મુક્તિએ પ્રેરી જાય
ગુજરાતીઓની પવિત્ર ગાથા કર્મથી દેખાય,ના જીવનમાં કદી અપેક્ષા રખાય
એવા વ્હાલા ગુજરાતીઓ માતાને વંદન કરવા,નવરાત્રીમાં ગરબા ગાઈ જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.

*******************************************************************
October 14th 2020

શાંંન્તિ મળે

ઘરમાં સુખ શાંતિ માટે લક્ષ્મી માતાની આવી મૂર્તિ રાખશો નહિ. - Amreli Live

.            .શાંન્તિ મળે  
તાઃ૧૪/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળેલ માનવદેહને જીવનમાં શાંંતિ મળે,જ્યાં સમયસંગે માનવી ચાલી જાય
કુદરતની આ અજબકેડી છે જગતપર,નાકોઇ દેહથી કદીય દુર રહી જવાય
.....એજ અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે સમય સમયેજ સમજાઈ જાય.
કર્મના બંધન જીવને મળેલદેહને,જે ગતજન્મે થયેલકર્મના સંબધથી મેળવાય
જીવનમાં અનેકરાહ મળે માનવદેહને,જે શ્રધ્ધાના સંગે રહેતા દેહને સમજાય
પાવનકર્મનીરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પવિત્રકર્મનીરાહ કૃપાથી મળીજાય
ના અપેક્ષાની કોઇ આશા રહે દેહને,જે સત્કર્મનો સંગાથ સમય આપી જાય
.....એજ અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે સમય સમયેજ સમજાઈ જાય.
જીવને મળેલદેહને સંસારની સાંકળ નાબંધાય,જ્યાં પરમાત્માની ભક્તિ કરાય
કૃપા મળે પરમાત્માની દેહને જીવનમાં,એજ સમયસંગે પાવનરાહ આપી જાય
મળેલ કર્મની કેડી જીવના દેહની,જે મળેલ માનવદેહની મહેંક પ્રસરાવી જાય
જગતપર સમય નાપકડાય કોઇથી,પણ સમયપારખી ચાલતા શાંંતિ મળીજાય 
.....એજ અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે સમય સમયેજ સમજાઈ જાય
************************************************************
October 11th 2020

જય જય હનુમાન

 **આવો જાણીએ હનુમાન ના બ્રહ્મચર્ય નું સમ્માન રાખવાવાળી તેમની પત્ની સુર્વચલા ની કહાની**     
.          .જય જય હનુમાન      

તાઃ૧૦/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પરમ શક્તિશાળી છે શ્રી રામનાભક્ત,બજરંગબલી હનુમાનથી ઓળખાય
હનુમાનજીના વ્હાલા માતા અંજની,અને પિતા જગતમાં પવનદેવ કહેવાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
પવનદેવની પ્રેમાળ કૃપાએ અવનીપર,અંજનીના એ સંતાનથી જ આવી જાય
પવિત્ર પ્રેમ મળે દેહને જીવનમાં,જે પવિત્ર જીવનેજ પાવન દેહથી લાવી જાય
અનેક નામનો સંબંધ હનુમાનજીને,બાહુબલી,બજરંગબલી, મહાવીર કહેવાય
શ્રી રામનાએ પ્રેમાળ ભકત થયા,જે ઉડીને લંકામાં રાજા રાવણને મારી જાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપાએ,પવિત્ર ભારત દેશમાં જન્મી જાય
મળેલદેહના પવિત્રકર્મથી સંસારી થવા,સુર્યદેવની દીકરી સુવર્ચલાજ પત્ની થાય
પાવનકર્મ અને પાવનરાહનો સંગાથ મળે,જ્યાં પવિત્ર ધરતીપર જન્મ લઈ જાય
અવનીપર માતા અંજનીનાએ પુત્ર,જે પરમ શક્તિશાળી રાવણનેએ બાળી જાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 9th 2020

આવતા રહેજો

    
.               આવતા રહેજો 
તાઃ૯/૧૦/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ                                        

નિર્મળપ્રેમની રાહ પકડીને આવતા રહેજો,પાવનજીવનમાં સંગાથ મળી જાય
કલમની પાવનકેડીનો સંગ રાખતા,માતાની અનંતકૃપાથી જીવને શાંંતિ થાય
.....એવા મારા વ્હાલા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં પાવનકર્મથી કલમપકડી પ્રેમ પામી જાવ.
જીવને અનંતશાંંતિ મળે મળેલદેહની પાવનરાહે,મનને નાકોઇ મોહ અડી જાય
શ્રધ્ધાભાવથી કલમ પકડતા માનવીને,પરમકૃપાથી પ્રેમની પાવનરાહ મળી જાય
સમય સમજીને ચાલતા માનવીને,પરમાત્માની નિર્મળકૃપા જીવનમાં આવી જાય
પવિત્ર કલમની રાહ પકડતા કલમપ્રેમીઓને,માતાના પ્રેમનો અનુભવ પણ થાય
.....એવા મારા વ્હાલા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં પાવનકર્મથી કલમપકડી પ્રેમ પામી જાવ
પાવનકલમધારીને ના કોઇ તકલીફ અડે,કે ના કોઇ અભિમાનની કેડી પકડાય
નિર્મળ ભાવથી માતાની કૃપાએ કલમ પકડતા,પવિત્ર શબ્દોનુ સર્જન થઈ જાય
મારુતારુનો નાકોઇ સ્પર્શ અડે જીવનમાં,જે કલમપ્રેમીઓના સંગાથથી મેળવાય
મળેલ માનવ દેહને જીવનમાં શાંંતિ મળે,એ જ પવિત્ર માતાની કૃપાય કહેવાય 
.....એવા મારા વ્હાલા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં પાવનકર્મથી કલમપકડી પ્રેમ પામી જાવ
===================================================================

 

 
Next Page »