October 11th 2020

જય જય હનુમાન

 **આવો જાણીએ હનુમાન ના બ્રહ્મચર્ય નું સમ્માન રાખવાવાળી તેમની પત્ની સુર્વચલા ની કહાની**     
.          .જય જય હનુમાન      

તાઃ૧૦/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પરમ શક્તિશાળી છે શ્રી રામનાભક્ત,બજરંગબલી હનુમાનથી ઓળખાય
હનુમાનજીના વ્હાલા માતા અંજની,અને પિતા જગતમાં પવનદેવ કહેવાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
પવનદેવની પ્રેમાળ કૃપાએ અવનીપર,અંજનીના એ સંતાનથી જ આવી જાય
પવિત્ર પ્રેમ મળે દેહને જીવનમાં,જે પવિત્ર જીવનેજ પાવન દેહથી લાવી જાય
અનેક નામનો સંબંધ હનુમાનજીને,બાહુબલી,બજરંગબલી, મહાવીર કહેવાય
શ્રી રામનાએ પ્રેમાળ ભકત થયા,જે ઉડીને લંકામાં રાજા રાવણને મારી જાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપાએ,પવિત્ર ભારત દેશમાં જન્મી જાય
મળેલદેહના પવિત્રકર્મથી સંસારી થવા,સુર્યદેવની દીકરી સુવર્ચલાજ પત્ની થાય
પાવનકર્મ અને પાવનરાહનો સંગાથ મળે,જ્યાં પવિત્ર ધરતીપર જન્મ લઈ જાય
અવનીપર માતા અંજનીનાએ પુત્ર,જે પરમ શક્તિશાળી રાવણનેએ બાળી જાય
.....એવા શક્તિશાળી શ્રી હનુમાનજી,શ્રી રામના જીવનમાં મળેલશક્તિને વાપરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@