October 15th 2020

ગરબાનો સંગ

        
.              .ગરબાનો સંગ       
તાઃ૧૫/૧૦/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માડી તમારી ભક્તિકરતા ભક્તોથી,નવરાત્રીના પવિત્રદીવસે ગરબા ગવાય
તાલી સંગે ડાંડીયા રાસ રમતા,શ્રધ્ધાથી ગરબે ઘુમતા માતાને વંદન થાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
શ્રધ્ધાભાવથી ગરબેધુમતા ભક્તોના પ્રેમે,આરાશુરથી અંબામા આવી જાય
પ્રેમથી ગરબે માતાને વંદન કરતા,જય અંબે જય અંબે ગરબે ગાતા જાય
પાવનરાહ સંગે ગરબેધુમતા,માતાનો પ્રેમમળે જયાં તાલીઓથી વંદન થાય
પવિત્રતહેવાર હીંંન્દુ ધર્મનો અવનીપર,જે મળેલદેહને પાવનકૃપાએ સમજાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
નવરાત્રીના નવદીવસે ભક્તિકરવા,પાવનરાહે ગુજરાતીઓ ગરબા રમી જાય
માતાનો પ્રેમ મળે ભક્તોનો,જે પાવાગઢથી શ્રીકાળકામાતાને બોલાવી જાય
પવિત્ર શક્તિશાળી મા કાળકા,શ્રધ્ધાભાવથી ગરબે ઘુમતાને ક્રૂપા કરી જાય
નવ દીવસમાં મા દુર્ગાના નવસ્વરૂપના,દર્શનથી ભક્તોખુબ ખુશ થઈ જાય
.....પવિત્ર નવરાત્રીએ ગરબા ઘુમી ભક્તો,માતાનુ શ્રધ્ધાએ પુંજન કરી જાય.
============================================================

 

October 15th 2020

પવિત્ર નવરાત્રી

પવિત્ર નોરતા ના પ્રથમ દિવસે આરીતે પ્રસન્ન કરો માં જગદંબા ને - MotionTodayGuj | DailyHunt

.           .પવિત્ર નવરાત્રી      .      

તાઃ૧૫/૧૦/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રગાથા પ્રગટાવતા ગુજરાતની,જે ગુજરાતીઓની પવિત્રરાહથી દેખાય
મળેલ દેહથી પવિત્ર પ્રસંગને ઉજવતા,દુનીયામાં ધાર્મીકરાહથી ઉજવીજાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
તાલી પાડીને ગરબે ધુમતા ગુજરાતીઓ,દાંડીયા રાસ સંગે વંદન કરી જાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદ મળે,જે ભક્તોને ગરબે ધુમતાજ મળી જાય
ભક્તિની પવિત્રરાહ પકડી દુનીયામાં,હિંદુ ધર્મની જ્યોત જગતમાં પગટાવી
પવિત્રકર્મનો સંગાથ રાખતા ગુજરાતીઓ.પરદેશમાં પવિત્રનામના કરી જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
ભારત પવિત્રભુમીછે જ્યાં પવિત્રદેહથી જન્મલઈ પરમાત્મા પ્રેરણા કરી જાય 
મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહ ચીંધી,મળેલ જીવને મુક્તિએ પ્રેરી જાય
ગુજરાતીઓની પવિત્ર ગાથા કર્મથી દેખાય,ના જીવનમાં કદી અપેક્ષા રખાય
એવા વ્હાલા ગુજરાતીઓ માતાને વંદન કરવા,નવરાત્રીમાં ગરબા ગાઈ જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.

*******************************************************************