June 28th 2009

જગતની શાન, ગુજરાતી

                          જગતની શાન

                                 ગુજરાતી

તાઃ૨૮/૬/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

ગરણી લઇને ગાળવા નીકળ્યા જગતના નર ને નાર

પાદડે પાંડદા પારખી લીધા પણ ના ગુજ્જુને પરખાય

એવા અમે   ભઇ ગુજરાતી જે ની શાન જગે છે  અનેક

                                                        …….ગરણી લઇને ગાળવા.

સ્નેહનો ભંડાર ભરેલો ને હૈયે પણ અનંત રહે છે હેત

માનવતાની જ્યાં વાત આવે ત્યાં પગલાં ભરે અનેક

ગળથુથીમાં સંસ્કાર ભરેલા ને મળેલ માબાપનો પ્રેમ

અંતકાળની ના રાહ એ જોતો પળ પળ પ્રભુથી પ્રીત

હિંમત રાખી મનથી કરતા ત્યાં સફળતા આવે દોડી

એવા અમે   ભઇ ગુજરાતી જે ની શાન જગે છે અનેક

                                                         …….ગરણી લઇને ગાળવા .

સાગરનો ના સથવારો લેતા કે ના નદીનાજોતા વહેંણ

માર્ગ પણ મનથી કરીલેતા જ્યાં અડચણ આવે અનેક

ના હિંમતને કદી રોકતા કે ના ડગમગતા પડીએ પાછા

શ્રધ્ધારાખી પ્રેમમાં ત્યાં જલાસાઇની કૃપા મળે હરદ્વાર

બની સહારો જગત  જીવો નો ને ઉજ્વળજીવન કરીએ

એવા અમે   ભઇ ગુજરાતી જે ની શાન જગે છે અનેક

                                                          …….ગરણી લઇને ગાળવા

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

June 28th 2009

જીવ અને જગત

                     જીવ અને જગત

તાઃ૨૭/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા પ્રભુની કેવી, ના જાણી શકે જીવ એવી
મળી જાય જગમાંહી,ના કહી શકાય એ કેવી
                             …….કૃપા પ્રભુની એવી.
માયા મળે એ જીવને જાણે મળે જીવે પહેલી
ભક્તિ ભાવ જ્યાં આવે  ત્યાં લાવે જીવે હેલી
મંદમંદ લહેરમાં વરસેપ્રેમ ને આશીશ અનેરી
જગત અને જીવની એ અદભુત બનેછે સ્નેહી
                                  …….કૃપા પ્રભુની કેવી.
મુક્તિના જ્યાં દ્વાર ખુલે ત્યાં આવે જીવે શાંન્તિ
ભક્તિનો સથવારો મળેત્યાંનાકરવીકોઇ વિનંતી
સંસારની સઘળી માયા જે વળગી જીવને ચાલે
છુટીજાય એ પળમાંજગે જ્યાં સાચીભક્તિ આવે
                                  …….કૃપા પ્રભુની કેવી.

+++++++++++++++++++++++++++++=

June 26th 2009

દયાળુ અવતાર

                    દયાળુ અવતાર

તાઃ૨૫/૬/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુનો પ્રેમ સદા મળી જાય,
                      સાચા ભક્તોના દર્શન થાય
અનંત આનંદ બ્રહ્માંડ તણો,
                     જે જીવને અવનીએ મળી જાય.
                                ……..પ્રભુનો પ્રેમ સદા મળી.
વાણી શ્રધ્ધાને વર્તન જગમાં
                    માણી રહે માનવી ભક્તિના સંગે
દયા કૃપા કે પ્રેમ મળે આ દેહે,
                    જે પર કરુણાસાગરની કૃપા વરસે
સાચા સંતે સ્નેહ રાખી જીવનમાં,
                 પકડી ચાલતા મળે જ્યોત જીવનમાં
                                 ……..પ્રભુનો પ્રેમ સદા મળી.
દયા દાનનો એક સથવારો,
                 જગત જીવને લાગે સદા એ ન્યારો
સાચી ભક્તિની એક બુંદ નિરાળી,
                    પડે જીવનમાં મળે સદા દિવાળી
વિશ્વપિતાની અજબ બલીહારી,
                    લાવે અમૃત ભક્તિ જગમાં તાણી
                               …….. પ્રભુનો પ્રેમ સદા મળી.
ભક્તિ સાચી ને વિશ્વાસ પણ,
                    રાખી શ્રધ્ધા માનવી ભજ્યા કરે
મુક્તિ માર્ગના બને જે સંગાથી,
                      મળે માનવીને જગમાં વૈરાગી
ના માયામાં કદી લબડે પળવાર
                    તેને જગમાં કહે દયાળુ અવતાર
                               ……..પ્રભુનો પ્રેમ સદા મળી.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&૭

June 25th 2009

માનવીનુ પાણી

                     માનવીનુ પાણી

તાઃ૨૪/૬/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ કેટલા પાણીમાં એ તો સમય આવે જ સમજાય
નદી,સરોવર,સાગર કે નહેરના,ક્યારેય ના ઓળખાય
                                 ……. કોણ કેટલા પાણીમાં એ.
નિર્મળ પાણી નદીના વહે,જે માનવી પીવે જગમાંય
આનંદ અનંત હૈયામાં રહે,જ્યાં નિર્મળ સ્વભાવ થાય
કુદરતની કામણગારીલીલા,સખત અને સરળ કહેવાય
ના જુએ કિનારો કે ઓવારો,જ્યાં સાગર ઉભરાઇ જાય
                                  ……. કોણ કેટલા પાણીમાં એ.
આવે ક્યાંથી અવનીપર,જેનો જગમાં નાકોઇ અણસાર
ઝરણુ થઇને આવે ક્યાંક,તો ક્યાંક વર્ષાએ વરસી જાય
ગંગા,જમનાના પવિત્રપાણી,માનવી મેળવીને હરખાય
અંતકાળે આનંદ અનુભવે,ને જીવને પ્રભુશરણે લઇજાય
                                   ……. કોણ કેટલા પાણીમાં એ.
વહેતા પાણી સરળ લાગે, ને દેહને જગમાં દે વિસામો
ઉછળે જ્યાં અથડાઇ પત્થરને, કોઇ રોકી શકેના જગમાં
માનવ મનનુ પાણી માપવા,ના વહેણને કદી જોવાય
કુદરતની એક જ લહેરમાં,માનવીનુંપાણી મપાઇ જાય
                                   ……. કોણ કેટલા પાણીમાં એ.

++++++++++++++++++++++++++++++++++++

June 24th 2009

મંગળકારી

                  મંગળકારી

તાઃ૨૩/૬/૨૦૦૯  મંગળવાર  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ત્રિશુલ  હાથમાં લેતા,
                          ના ગદા હાથમાં ધરતા
જગતજીવનુ પાવન જીવન,
                           કાગળ પેન લઇ કરતા
મા પાર્વતીના એ સંતાન,
                        પિતા જગતના તારણહાર
પ્રેમથી પાવન ભક્તિ જોતા,
                     મોક્ષ જીવને પ્રેમથી એ દેતા
                             …….ના ત્રિશુલ  હાથમાં લેતા.
કરુણા ગણપતિની પાવન,
                     ભક્તની ભક્તિ છે સુખદાયક
સદા વરસાવે પ્રેમની હેલી,
                       વહે માનવ જીવનમાં રેલી
રિધ્ધિ સિધ્ધિના એ ભરથાર,
                 લઇ આવે ઉજ્વળ જીવન સંસાર
પ્રભાત પહોરે સ્મરણ થાય,
                 ત્યાં પાવન જીવન ઉજ્વળ થાય.
                              …….ના ત્રિશુલ  હાથમાં લેતા.
મળે જીવને અણસાર સ્નેહનો,
                      પાવન પગલે જીવન ઉજળુ
શ્રી ગણેશાય નમઃ જ્યાં સ્મરાય,
                    મહેંક આવે જીવનમાં પળવાર
ના લીધી કોઇ માટી જગમાં,
                     કે ના માગી ભીખ આ ભવમાં
પકડી આંગળી જ્યાં રિધ્ધિની,
                       મળી જાય જીવનમાં સિધ્ધિ.
                               …….ના ત્રિશુલ  હાથમાં લેતા.

=====================================

June 23rd 2009

મંદીરનો અણસાર

               મંદીરનો અણસાર

તાઃ૨૨/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પત્થરમાં પરમાત્મા બતાવે,કળીયુગની આ આંખે
પડદા બંધકરીને માનવી,ભઇ પોઢારે પ્રભુને આજે
                               ……..પત્થરમાં પરમાત્મા.
કળીયુગની આ અકળ લીલાને, જાણે કદી ના મન
કેવી લીલા જગતપિતાની,ના સમજમાં આવે મારી
સુર્યોદયના સહવાસેજાગે,ને સુર્યાસ્ત પછી સુઇજાય
માનવી જગતમાં દીવસે જાગે, ને રાત્રે પોઢી જાય
પત્થરમાં પ્રાણમુકીને માનવ,પડદા બંધ કરાવે મન
પોઢારે બપોરે બાર વાગે, ને જગાડે સાંજે ચાર વાગે
કેવી વૃત્તી ભઇ માનવની,  ના સમજ મને કંઇ આવે
                                   ……..પત્થરમાં પરમાત્મા.
સંબંધ જીવનો સાચો પ્રભુથી,જે કર્મના બંધને લઇ જાય
જન્મ મળે જ્યાં અવનીએ, ત્યાં લાગણી ને પ્રેમ ઉભરાય
દેહ દીધો છે આ પરમાત્માએ, ના માનવીની કોઇ હિંમત
પ્રાણલાવે ક્યાંથી માનવી,જેને અસ્તિત્વનો ના અણસાર
ઉભરોબતાવે પ્રભુપિતાનો,દેખાવને વળગીચાલે પળવાર
સમજ ના માનવીને સંસારે, અંધકારને જ  વળગી જાય
નાઅંત સુધરે કે જીવન,વળગે જન્મોજન્મના લફરાં ચાર
                                      ……..પત્થરમાં પરમાત્મા.

++++++++++++++++++++++++++++++++++++

June 22nd 2009

માયાની આંગળી

                માયાની આંગળી

તાઃ૨૧/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી પાછળચાલે,જ્યાં ભક્તિ રાખો સંગ
નહીં તો માયા આગળ ચાલે, ભુલી જાવ તમે પંથ
                                …….આંગળી પકડી પાછળ.
મનને મળેલ  કાયરતામાં, અટકી ગયુ જ્યાં મન 
આગળ પાછળનુ નારહે ભાન,વકરી જાય જીવન
જકડીરાખી જીંદગીને,તમે જો વળગો ભક્તિ સંગ
ના આવે વ્યાધી ઉપાધી, જીવનમાં આવે ઉમંગ
                                …….આંગળી પકડી પાછળ.
કરુણા સાગર વરસી રહે, ને જગના બંધન ભાગે 
મારીતારીની ના મમતામળે,જીવ ભક્તિએ લાગે
મળેલ માનવ દેહ અમુલો,સુખ સમૃધ્ધિમાં મ્હાલે
બંધન વળગી ચાલે જગના,ના મુક્તિ સંગ આવે
                                …….આંગળી પકડી પાછળ.
જીવનેજગતમાં મળેસાંકળ,જે જગબંધન કહેવાય
માનવતાની મહેંક મળે,જ્યાં જલાસાંઇને ભજાય
ભક્તિપ્રીત પકડીનેચાલે,ત્યાં આંગળી છોડે માયા
પરમાત્માની અમી દ્રષ્ટિએ,મળે ના જગમાં કાયા
                                …….આંગળી પકડી પાછળ.

(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((

June 21st 2009

પાવનદ્વાર

                     પાવનદ્વાર

તાઃ૨૧/૬/૨૦૦૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યા આજ આંગણે,વિરપુરના જોગી જલારામ
ભક્તિ પ્રેમ હૈયે રાખી, લઇ આવે વિરબાઇ માત
                                 ……આવ્યા આજ આંગણે.
જીવનપ્રેમે જગમાં જીવી,મનથી સૌને દીધા હેત
માયાનાબંધન બાંધી પ્રભુથી,મનથી કીધી પ્રીત
આંગણેઆવેલ જીવનેદેતા,સાચોપ્રેમભાવઅતીત
ના રાખતા માંગણી કે મોહ,જેની જગમાં છે રીત
                                 …….આવ્યા આજ આંગણે.
ભક્તિ જેના હૈયે વસે છે,સદા જગે નમે છે શીશ
કર્તા હર્તા જગના નિયંતા,ના જગે મંગાવે ભીખ
સંસારના બંધન નિરાળા,ને માયાના પકડીચાલે
મળીજાય જ્યાં પ્રભુપ્રીત,સૌ અળગાત્યાંથી ભાગે
                                  ……આવ્યા આજ આંગણે.

####################################

June 21st 2009

અમેરીકન મર્દાનગી

                 અમેરીકન મર્દાનગી

તાઃ૧૯/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહારાષ્ટ્રમાં મને મરદ કહે, ને ગૌરવ લે ગુજરાતી
આસામમાં મારાનામથી ભડકે,એવો હુ ભારતવાસી
                             ……. ભઇ એવો હુ હિન્દુસ્તાની.
નામનુ પોટલુ માથે લીધુ, ને કુદ્યો ભારતની વાડ
સંસારની સાંકળ પકડી લેતા,મળી ગયુ ગ્રીન કાર્ડ
મનમારીને ચાલવા નીકળ્યો,અહીંયાં પગલા ચાર
મને પુછીને નોકરીલેજો,ઘરમાંથી મળ્યો અણસાર
ફેરા ફરતાં પાછળ ચાલે, અને હવે ચલાવે પાછળ
મર્દાનગીને નેવે મુકાવી, ચાલે ધર્મ પત્નિ આગળ
શોપીંગની જ્યાં જરુર પડે, ત્યાં થેલા પકડી ચાલુ
પર્સ લટકાવી આગળ ચાલે,ના સહેજે જુએ પાછળ
                         ……. ભઇ એવો હુ હિન્દુસ્તાની.
માતાપિતાનો પ્રેમ ઉત્તમ,મને ભણાવ્યો દુઃખ વેઠી
કુટુંબનાઉજ્વળ ભાવી કાજે,અહીંની વાટ મેં લીધી
માબાપને મેં શાંન્તિ દેવા, વિનંતી આવવા કીધી
આવી ઉભા આંગણે જ્યારે, ના વહુને ઘરમાં દીઠી
જવાબ ના હતો કોઇ મારે,માબાપે એ જાણી લીધુ
પેંન્ટ શર્ટમાં જોતા ચમક્યા,સંસ્કાર શોધવા લાગ્યા
એકલતાનો લાભ મેળવી,શાણપણ તમને ચુપરાખે
સમજાવ્યા માબાપને,જોઇ મર્દાનગી ભાગતી મારી
                        …….. ભઇ એવો હુ હિન્દુસ્તાની.
ના રોકે પવન કે વરસાદ,તો ય જગમાં પાડે સાદ
લીપસ્ટીક લાલી લબડાવે, ત્યાં છોડીદે ઘરની નાર
પટપટ પટાવી દે નરને,એટલે ભુલી જાય ઘરબાર
લબડી બારણે ઉભારહે,તોયકહે અમેછીએ બળવાન
બુધ્ધી બારણે મુકી દીધી,ત્યાં મળે અમેરીકન નાર
મુકે આધરતી પરપગ,નામળે મરદને આગવીપળ
માબાપની સેવા છુટી ચાલે,જ્યાં પકડી ચાલે છેડો
અમેરીકન મર્દાનગીમાં, હવે નારહ્યો ભઇ કોઇ આરો
                        …….. ભઇ એવો હુ હિન્દુસ્તાની.

+++++++++++++++++++++++++++++++++++++++=

June 19th 2009

વ્હાલા ભક્તો

                   વ્હાલા ભક્તો

તા.૧૮/૬/૨૦૦૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગો જાગો ભક્તો વ્હાલા;
               ભક્તિ સંગે ગુણલા ગાવા,
પેમ ભાવથી વંદન કરીએ;
               ઉજ્વળ પાવન જીવન લઇએ.
                            …….જાગો જાગો ભક્તો.
પ્રભાત પહોરના મધુર રંગે;
                રંગ જો જીવન જલાના સંગે, 
પાવન કરવા દેહ જીવનમાં;
                રાખજો શ્રધ્ધા મન મંદીરમાં,
આવી આંગણે પ્રેમથી લેજો;
                માનવતાની મહેંક જીવનમાં.
                          ………જાગો જાગો ભક્તો.
રાખી માયા જલાસાંઇથી;
               ભક્તિ કરજો મન અને ભાવથી,
સંસારની કાયા સૌને મળે છે;
              માનવ જીવનમાં સંત અનેક છે,
સાચી પામી સેવા સંતની;
               કરજો ઉત્તમ જીંદગી અવનીની.
                             …….જાગો જાગો ભક્તો.

==============================

Next Page »