June 14th 2009

ઉજ્વળ જીવન

                    ઉજ્વળ જીવન

તાઃ૧૩/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત જલે જ્યાં પ્રેમની,ત્યાં હેત અનંત ઉભરાય
મળતી માયા કરતારની, ને જીવન ઉજ્વળ થાય
                             …….જ્યોત જલે જ્યાં પ્રેમની.
સ્મરણ પ્રભુનુ થાય, ત્યાં જીવને શાંતિ મળી જાય
કરુણા સાગરની મહેર મળે, ને પ્રભાત દીસે પ્રેમાળ
ના આંધી આવે જીવનમાં,ને વ્યાધી પણ ભાગે દુર
ભક્તિની એશક્તિ નિરાળી, માનવની જોઇએ પ્રીત
                              …….જ્યોત જલે જ્યાં પ્રેમની.
સાચુ શરણુ ભગવાનનુ, ના સાધુતા કે દેખાવે દેખાય
પ્રેમપામવા શ્રીરામનો,જલારામનેસાંઇની જેમ ભજાય
આવે આંગણે સર્જનહાર,જે પારખી ભક્તિ ભાગી જાય
મળે જીવને મુક્તિ ત્યારે,જે મેળવવા જગે દેહ હરખાય
                                  …….જ્યોત જલે જ્યાં પ્રેમની.
લાગણીની માગણી થાય,ને માયાથીમન સદા હરખાય
સાચી શક્તિ છે પ્રેમની, જે સંસારે શ્રધ્ધાએ મળી જાય
જીવને જ્યોત મળે ભક્તિની, ઉજ્વળ જીવન છે દેખાય
મળતીમાયા પ્રભુતાની,ને સંસારથી જીવનીમુક્તિ થાય
                                   …….જ્યોત જલે જ્યાં પ્રેમની.

++++++++++++++++++++++++++++++++++++++++