June 25th 2009

માનવીનુ પાણી

                     માનવીનુ પાણી

તાઃ૨૪/૬/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ કેટલા પાણીમાં એ તો સમય આવે જ સમજાય
નદી,સરોવર,સાગર કે નહેરના,ક્યારેય ના ઓળખાય
                                 ……. કોણ કેટલા પાણીમાં એ.
નિર્મળ પાણી નદીના વહે,જે માનવી પીવે જગમાંય
આનંદ અનંત હૈયામાં રહે,જ્યાં નિર્મળ સ્વભાવ થાય
કુદરતની કામણગારીલીલા,સખત અને સરળ કહેવાય
ના જુએ કિનારો કે ઓવારો,જ્યાં સાગર ઉભરાઇ જાય
                                  ……. કોણ કેટલા પાણીમાં એ.
આવે ક્યાંથી અવનીપર,જેનો જગમાં નાકોઇ અણસાર
ઝરણુ થઇને આવે ક્યાંક,તો ક્યાંક વર્ષાએ વરસી જાય
ગંગા,જમનાના પવિત્રપાણી,માનવી મેળવીને હરખાય
અંતકાળે આનંદ અનુભવે,ને જીવને પ્રભુશરણે લઇજાય
                                   ……. કોણ કેટલા પાણીમાં એ.
વહેતા પાણી સરળ લાગે, ને દેહને જગમાં દે વિસામો
ઉછળે જ્યાં અથડાઇ પત્થરને, કોઇ રોકી શકેના જગમાં
માનવ મનનુ પાણી માપવા,ના વહેણને કદી જોવાય
કુદરતની એક જ લહેરમાં,માનવીનુંપાણી મપાઇ જાય
                                   ……. કોણ કેટલા પાણીમાં એ.

++++++++++++++++++++++++++++++++++++