June 24th 2009

મંગળકારી

                  મંગળકારી

તાઃ૨૩/૬/૨૦૦૯  મંગળવાર  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ત્રિશુલ  હાથમાં લેતા,
                          ના ગદા હાથમાં ધરતા
જગતજીવનુ પાવન જીવન,
                           કાગળ પેન લઇ કરતા
મા પાર્વતીના એ સંતાન,
                        પિતા જગતના તારણહાર
પ્રેમથી પાવન ભક્તિ જોતા,
                     મોક્ષ જીવને પ્રેમથી એ દેતા
                             …….ના ત્રિશુલ  હાથમાં લેતા.
કરુણા ગણપતિની પાવન,
                     ભક્તની ભક્તિ છે સુખદાયક
સદા વરસાવે પ્રેમની હેલી,
                       વહે માનવ જીવનમાં રેલી
રિધ્ધિ સિધ્ધિના એ ભરથાર,
                 લઇ આવે ઉજ્વળ જીવન સંસાર
પ્રભાત પહોરે સ્મરણ થાય,
                 ત્યાં પાવન જીવન ઉજ્વળ થાય.
                              …….ના ત્રિશુલ  હાથમાં લેતા.
મળે જીવને અણસાર સ્નેહનો,
                      પાવન પગલે જીવન ઉજળુ
શ્રી ગણેશાય નમઃ જ્યાં સ્મરાય,
                    મહેંક આવે જીવનમાં પળવાર
ના લીધી કોઇ માટી જગમાં,
                     કે ના માગી ભીખ આ ભવમાં
પકડી આંગળી જ્યાં રિધ્ધિની,
                       મળી જાય જીવનમાં સિધ્ધિ.
                               …….ના ત્રિશુલ  હાથમાં લેતા.

=====================================