June 17th 2009

બ્રહ્માંડના અધીપતિ

              બ્રહ્માંડના અધીપતિ

તાઃ ૧૬/૬/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અખીલ બ્રહ્માંડના અધીપતિને વંદન વારંવાર
સરળ શ્રધ્ધાને વિશ્વાસથી,ભજુ હું સાંજ સવાર
                         ….અખીલ બ્રહ્માંડના અધીપતિ.

માનવીજીવન કૃપાએપામી,મળ્યો ભક્તિનો સંગ
કરુણાસાગરની લીલાને નિરખી,મળી ગયોએ રંગ
ભક્તિ પ્રભુની ને સ્નેહ સંતનો, આવી ગયો ઉમંગ
સવાર સાંજની આ લીલામાં,ભક્તિથી આવ્યો રંગ
                              ….અખીલ બ્રહ્માંડના અધીપતિ.

ગાગરમાં સાગર જ્યાં નીરખ્યો મોહ છુટ્યો તુરંત
અજબ લીલા અવિનાશીની, પામી ગયુ આ મન
ભજનકીર્તનનો જ્યાં સંગથયો ત્યાં દીઠી મેં પ્રીત
મળીગઇ મને આજીવનમાં સાચી જીવનની રીત
                          ….અખીલ બ્રહ્માંડના અધીપતિ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%