મેં ની માયા
મેં ની માયા
તાઃ૩/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેં મેં કરતા શીખ્યો જ્યારથી,લાકડી છુટી જાય
અભિમાનના ઘેરા વાદળમાં,અંધારુ આવી જાય
બેત્રણ ડગલાં ચાલ્યો જીવનમાં,ના માગુ સહારો
સમજી બેઠો હું અલબેલો, મેં મેં માં હું ખોવાણો
……..મેં મેં કરતા શીખ્યો.
અહંકાર મને ઘેરીને બેઠો,ના માગુ હું કોઇ સહારો
બે ડગલાં એકલો હું ચાલ્યો,ના કોઇની બલીહારી
મારીબની મતી નિરાળી,મળી સફળતાની ચાવી
મનમાં જ્યોતજલી એકએવી,મેં ની લાવી વાણી
……..મેં મેં કરતા શીખ્યો.
કરી ગયા જે કામો અનેક,દઇ ગયા જગમાં જે મહેંક
મળીગઇ મને એકસફળતા,માની લીધીમેં મહાનતા
અભિમાનનાછાયા વાદળ,મેંનીમાયા ચાલી આગળ
એક એક હુ ગણતો રહ્યો,પણ બે ના છેડાને ના જોયો
……..મેં મેં કરતા શીખ્યો.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()