June 6th 2009

આજની તારીખ

                         આજની તારીખ

તાઃ૫/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મસ્ત મઝાનો દિવસ,ને કુદરત પણ હરખાય;
   જન્મદીન ભઇ મારો, જે આજે છે  ઉજવાય.
                          …….મસ્ત મઝાનો દિવસ.
૫/૬/૦૯ આજની તારીખ,જે આવે જગે એકવાર
૫/૬/૪૯ એ મારી તારીખ,જે જન્મદીન  કહેવાય
અકળલીલા અવિનાશીની,ના પામી એમ શકાય
આવેજગમાં એકજ વાર,તોય યાદગાર બનીજાય
                               …….મસ્ત મઝાનો દિવસ.
સ્નેહ મળ્યો મને સ્નેહીઓનો, જે માપી ના શકાય
મિત્રતાના વાદળ પણ ઘેરા,જે મને ઘેરી જ જાય
શીતળ સ્નેહને  ઉજળો પ્રેમ,જે હ્યુસ્ટનમાં  લહેરાય
મને મળેલ માનવપ્રેમ,નાતેની કિંમતકોઇ અંકાય
                               …….મસ્ત મઝાનો દિવસ.
વંદન ચરણે જલાબાપાને,પ્રભુકૃપા મેળવવા આજ
સાંઇબાબા મને સ્નેહ દેજો,કરજો આજીવનુ કલ્યાણ
ભક્તિ પ્રેમથી રમા કરે,ને રવિ પણ દર્શને હરખાય
દીપલ,નીશીત લાગેપાયે,જે જીવનેકલ્યાણે લઇજાય
                                …….મસ્ત મઝાનો દિવસ.

++++++++++++++++++++++++++++++++++++++