March 1st 2010
આવી ધુળેટી
તાઃ૧/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માર્ચ મહીનો ૨૦૧૦ નો મઝાનો,લાવ્યો આજે ધુળેટી
હોળીકાનુ દહનથતાં ગઇકાલે,માણો આજે રંગરંગીલી
……….માર્ચ મહીનો ૨૦૧૦ નો.
પાપભરેલી પોટલીછુટી,જ્યાં પડી પરમાત્માની સોટી
અહમમોહને છોડ્યા ગઇકાલે,આજે આવી ભઇ પહેલી
મનનીમુંઝવણ તોભાગીદુર,ને આવી સરળતાનીહેલી
જીવન પાવન બનતુ લાગે,જ્યાં પીચકારી કંકુનીથઇ
………માર્ચ મહીનો ૨૦૧૦ નો.
ગુલાલની જ્યાં ચપતી ચોંટી,ત્યાં ગાલ ઉભરાઇ જાય
કંકુની ફોરમમહેંકતા ભઇ,નારીની મુંઝવણ ચાલી ગઇ
ધુળેટીની સટાકી પડતાં આજે,નફરત પણ ભાગી ગઇ
મસ્તમઝાની પ્રેમનીસાંકળ,જગતજીવોને વળગી ભઇ
………..માર્ચ મહીનો ૨૦૧૦ નો.
હોળી તો ગઇકાલે હતી,જે દહનથતાં જ વિસરાઇ ગઇ
આવીધુળેટી આજેસંગીનીથઇ,જે ગુલાલ લપડાઇ ગઇ
ગુજરાતીની તો ગરવીગાથા,તહેવારોથીસમજાઇ ગઇ
પ્રેમ પામવાની અજબ પ્રેરણા,જે પ્રસંગોએ મળી ભઇ
………..માર્ચ મહીનો ૨૦૧૦ નો.
++++++++++++++++++++++++++++++++
February 7th 2010
હોળી આવી
તાઃ૭/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હોળી આવી હોળી આવી,લઇને પ્રેમે પ્રભુની ઝોળી
મોહમાયાના બંધન તોડી,જીવનમાં લઇ લો પહેલી
…….ભઇ હોળી આવી હોળી આવી.
માનવદેહના કર્મ બંધન,પાપ પુણ્યથી હોય ભરેલા
ભક્તિની કેડીના સંગે રહેતા,જીવનમાં નડતર ભાગે
માયા જગમાં જ ફરતી ચાલે,શોધી જીવનએ વિખેરે
ના અણસાર મળે દેહને,એજીવને મુક્તિમાર્ગથી રોકે
……….ભઇ હોળી આવી હોળી આવી.
હોળીનો તહેવાર જીવને,જગતમાં પાપથી દુર રાખે
જીવના પાપકર્મને બાળે,જ્યાં જીવને ભક્તિ મળે રે
નાશ થાય જ્યાં પાપનો,ત્યાં જન્મ સફળ થઇ જાય
ધુળેટીના રંગોમાં રહેતા,મળેલ જન્મ ઉજ્વળ દેખાય
………ભઇ હોળી આવી હોળી આવી.
હિન્દુ ધર્મના દરેક તહેવારે, સંકેત જીવને મળે અનેક
કુટુંબની લાગણી મળતાં,અનંત પ્રેમ બંધનમાં દેખાય
જીવને મળતાં જગનાતહેવારે,સાર્થકજન્મ કરી જવાય
પળપળ સાચવીલેતાં જીવને,જન્મ સફળ થતો દેખાય
………ભઇ હોળી આવી હોળી આવી.
++++++++++++++++++++++++++++++++++
January 30th 2010
પુણ્ય તીથી
તાઃ૩૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોઇ દિવસ અને કોઇ સમય,જે જગમાં નોંધાઇ જાય
સાર્થક માનવ જન્મ થતાં,એ પુણ્યતીથી જ કહેવાય
……….કોઇ દિવસ અને કોઇ સમય.
જીવ જન્મના આ સંબંધ, તો જન્મો જન્મના છે ખેલ
કુદરતની ન્યારી આ લીલા,ના જગમાં રહે કોઇ મેળ
જન્મમળે ના જીવને જગમાં,છે મોટી ત્યાં રેલમછેલ
આજકાલના છે આ બંધન ન્યારા,ના તેમાં કોઇ ભેદ
………કોઇ દિવસ અને કોઇ સમય.
ન્યારી દેહને તક મળે,જ્યાં માનવ દેહ જગમાં મળે
ઉજ્વળજીવન સાર્થકકરતાં,ફરી જગમાં જન્મનામળે
ના રોકાય સમય કે વાર,એતો અગણીત લીલાજગે
યાદ રહે એ વાર ને તીથી,જે જગમાં કદી કદી મળે
……….કોઇ દિવસ અને કોઇ સમય.
માનવતાની મહેંક છે ન્યારી,ના કુદરતનો કોઇ ભેદ
આવી અવની પર કરતાં,સાર્થક બનતા કામ અનેક
મળીજાય ત્યાં માનવતા,જ્યાં સહકાર સાથબની રહે
પુણ્ય તીથીની આરીત,જ્યાં પ્રેમછે ત્યાંએ મળ્યા કરે
………કોઇ દિવસ અને કોઇ સમય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
January 24th 2010
સુલુબેનના મુખેથી…..
૬૦ મા જન્મદિનની ભેંટ
(Happy Birthday to મારા ઘરવાળા)
તાઃ૬/૨/૨૦૧૦ શનીવાર
માબાપના હૈયે સૌએ અતિ આનંદ દીઠો,
જ્યાં માંડવે ચુંદડી ચઢાવી તમે માથે;
લગ્નજીવનના પવિત્ર પાવન પગથીએ,
મને મળી ગયો સાથ તમારો દીલથી.
સુખઆનંદ ભરેલા સંસારમાં ચાલતી,
અતિ ઉજ્વળ પ્રેમીજીવન હું માણતી;
પળપળ તમારો પ્રેમ પણ હું લેતી,
ના જીવનમાં કોઇ તકલીફ હું જોતી.
હાથ તમારો ઝાલતાં મેળવ્યાં મેં ભરથાર,
પગલેતમારા ચાલતા હૈયુ છે હરખાય;
લાવ્યા શાંન્તિજીવનમાં પળપળ બનીમહાન,
મહેંક મળી જીવનમાં જ્યાં દીઠા સંતાન.
સંતાને સહવાસ લીધો માબાપથી જીવનમાં,
ઉજ્વળ ભવિષ્યે લીધા ભણતરનાસોપાન;
સેજલ,નીલ નામ દીધા સંતાનને આપણે,
પ્રેમ ઉજ્વળ પામતા જીવનમાં હરખાયએ.
જન્મદીન આજે તમારો હૈયે ખુશી છે અપાર,
જન્મસફળ મારો થયો મારા તમે ભરથારઃ
પ્રભુકૃપા હું માગતી મળે જન્મોજન્મનો સાથ,
પળ પળ સાથે રાખીને પકડજો મારો હાથ.
૬૦મા જન્મદીને આજે પ્રાર્થના પ્રભુને ખાસ,
ભક્તિપ્રેમ જીવનસંગેરાખી તંદુરસ્તીપણ દે
જન્મદીનનો આનંદ માણતાં આવેલ સૌ મલકાય
બર્થડે કૅક પ્રેમથીખાતા પ્રદીપ,રમા હરખાય
********************************************
January 17th 2010
દીપુ,દીપુ…..
તાઃ૧૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીપુ,દીપુની બુમ સાંભળતા, દીપલ ઘરમાં આવે દોડી
સરોજબેનની લાડલી દીકરી,પાપા પગલી કરતી જ્યારે
પગલું ભરતાં પહેલા એ વિચારે,ઉજ્વળ જીવનને લેવા
સંસ્કાર ભરેલા કુંટુંબની દીકરીને, સૌ પ્રેમ દીલથી દેતા
અશોકકુમારની દીકરી વ્હાલી,ને વૈભવનીએ વ્હાલીબેન
માતાપિતાની પ્રેમની હેલી,દીકરીને વ્હાલ દઇદે દીલથી
ડાહ્યાભાઇ ને કમળાબાના દીકરા,અશોકભાઇની આદીકરી
માતા સરોજબેનની વ્હાલી,કુટુંબીઓનો પ્રેમપણ એ લેતી
ઉજ્વળ વેળા આવી આંગણે,દીપુએ સંસારની કેડી પકડી
ડીસેમ્બરની ૨૨મી ૨૦૦૯ની,આવ્યા સગા સંબંધીને સ્નેહી
મહેળાવથી પ્રેમેપધાર્યા,દીપુને દેવાજીવનની ઉજ્વળકેડી
જીતેન્દ્રભાઇને ચેતનાબેનના, સંસ્કારી દીકરા કલ્પેનકુમાર
લગ્નના પવિત્રબંધન લઇને,દીપુનોસંગાથ જીવનમાંલેવા
દીકરીના દ્વાર છોડી,પત્ની બનીએ,અને ઘરની વ્હાલી વહુ
———-+++++++————++++++++———–
તાઃ૨૨/૧૨/૨૦૦૯ મંગળવાર હ્યુસ્ટન.
જીવતરની કેડી પકડવા ચી.દીપુ તાઃ૨૨/૧૨/૨૦૦૯ ના રોજ
મહેળાવના ચી.કલ્પેનકુમાર સાથે લગ્નબંધનથી સગાંસંબંધીઓની
સાક્ષીએ મંગળફેરા ફરી બંધાઇ.આ પવિત્ર પ્રસંગનીયાદ સ્વરૂપે આ
લખાણ અમારા તરફથી ભેંટ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી જય જલારામ સહિત.
January 16th 2010
Cereal
તાઃ૧૫/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
Cereal જોઇને ખુશ હું થાતો,મળશે વિટામીન સૌ
A મળશે, B મળશે,ને સાથે C પણ મળી જશે ભઇ
………..Cereal જોઇને ખુશ હું.
દુધમાં તો Whole Milk,કે પછી 2 % વાળુ મળે
Fat ઘટાડેલ દુધમળશે,નાફેર ગાયકેભેંસનો અહીં
વિટામીનને શોધવા જતાં ભઇ,મળે expire date
મનમાં એમકે તાજુ મળશે,મશીન કે ઘરનુંકોઇ ફેર
………Cereal જોઇને ખુશ હું.
સાત્વીક ભોજન જોતાં,બતાવે એના ingredients
શું મેળવેલ ને કેટલુ મળશે,તે છાપેલ છે ખોખા પર
દેખાયતાજુ પણ કેટલુરહેશે,તે મશીન થકી કહેવાય
ક્યારે એ expire થાય,એ તો કહેવાની જરુર એક
…….. Cereal જોઇને ખુશ હું.
બ્રેડ તાજા કે બટર તાજુ,એ તો વાંચીનેય કહેવાય
તારીખ વાંચી ખરીદવું,નહીંતો મળે expire date
ના અસર કરે કોઇ,કે ના ભાવે એ સ્વાદ વિચિત્રદે
આતો ભઇ અમેરીકા,જ્યાં દેખાદેખથીજ મળે લહેર
………. Cereal જોઇને ખુશ હું.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
January 1st 2010
નુતન વર્ષ
તાઃ૧/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નુતનવર્ષની નજર પામવા,મહેનત મનથી કરજો
૨૦૦૯ ને વિદાય દેતા, ૨૦૧૦માં ભક્તિ સંગે રહેજો
………નુતન વર્ષની નજર પામવા.
આગળ ડગલું માંડતા પહેલા,વિચારી મનથી લેજો
મળશે સાચી પગલી પગલે,ને શાંન્તિ મનને દેશે
રોજે રોજેના જીવનસાથે, મહેનતની સંગે પણ રહેજો
સરળતા મળી જશે ત્યાં,ને સફળતાનો આનંદ લેશો
……….નુતન વર્ષની નજર પામવા.
ભુતકાળની ભ્રમણા છોડી,નવી રાહને નીરખી લેજો
ઉમંગ દોડી આવશે સામે,ને પુરણ કામનેય કરશો
નખશીખમાં માનવતા રહેતા,સાથ સૌનો પણરહેશે
ના માગણી તમો કરશો,સાચો પ્રેમ સામેથી મળશે
……….નુતન વર્ષની નજર પામવા.
કુદરતની કૃપાતો ન્યારી,શ્રધ્ધાએ જ મળી જાય
વળગી રહેતા ભક્તિ સંગે, જીવન ઉજ્વળ થાય
૨૦૦૯ના ભુતકાળને ભુલી, ૨૦૧૦માં રચી રહેશો
ડગલે પગલે સરળતા આવી,શરણે તમારે રહેશે
………નુતન વર્ષની નજર પામવા.
++++++++++++++++++++++++++++++++
December 30th 2009
હેરા ફેરી
તાઃ૨૯/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આનુ આને અને આનુ તેને,મને કહી જવાની ટેવ
સમજના આવે શબ્દની,તો ય બબડી જવાથી હેત
………આનુ આને અને આનુ તેને.
અમથાલાલને ઘર આંગણે,આંબા પર આવ્યો મૉર
ઉમંગ ઉત્સાહની ના હદ રહી,ખુશી ખુશી ચારે કોર
લાગ્યુ પ્રેમની સાંકળપકડી,ગામમાં ફરી ચારે ઓર
કહેતો ગામમાં હું કે અમથાલાલને ઘેર આવ્યો ચોર
………આનુ આને અને આનુ તેને.
સવિતાબાની પ્રેમનીવાણી,ગામમાં આજે ખુશીલાવી
દીકરી વ્હાલી સ્નેહ વાળી,આજે તેની માગણી આવી
ખુશીખુશીના વાદળછાયા,ને ઉમંગઆનંદ હૈયેલાવ્યા
જીભ ફરી ગામમાં,સવિતાબાનેત્યાંમહેમાન નાઆવ્યા
………આનુ આને અને આનુ તેને.
ડાહ્યાકાકા ગામમાં એવા,સૌ ને પ્રેમથી સહવાસ દેતા
તકલીફના વાદળ જ્યાંજોતાં,જલ્દી તેઓ દોડી જાતા
ઉંમરની તો અસર સૌ ને,આવ્યુ આજે મૃત્યું દ્વારે લેવા
આંખમાંઆસુંસાથેકહેતો,ડાહ્યાકાકાનેત્યાંઆજે મંગળફેરા
………આનુ આને અને આનુ તેને.
+++++++++++++++++++++++++++++++++++
December 26th 2009
સમયના સોપાન
તાઃ૨૬/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લીલી વાડી જોઇ લેતા,સૌ સગા વ્હાલા છે હરખાય
પ્રેમની પોટલી પામી લેતા,આ ઉજ્વળ જીવનથાય.
………લીલી વાડી જોઇ લેતા.
જન્મ મળતા જીવને,મા બાપના પ્રેમની વર્ષા થાય
ઘોડીયાની દોરી હલાવતા,માતાનીમાયા વળગીજાય
બાળપણમાં આનંદ પામીને,વ્હાલ સૌનું મેળવીજાય
જીંદગીના પ્રથમસોપાને,બાળકને આશીશમળી જાય.
……..લીલી વાડી જોઇ લેતા.
ડગલું માંડી જ્યાં ચાલતા,બાળક પગલું માંડતુ થાય
એક બે પાંચ ચાલતાં,આંગળીનો ટેકો હવે છુટી જાય
ભણતરનીકેડીને પકડતાં,તેનું ભાવિ ઉજ્વળછે દેખાય
બીજા જીવનના સોપાનથીજ, જીવન પણ મહેંકી જાય.
………લીલી વાડી જોઇ લેતા.
મોહ માયાના બંધન છોડી,જ્યાં પકડી જીવનની કેડી
સાથ અને સહકારનીકેડીએ,માબાપનોપ્રેમ આવીજાય
જુવાનીના સોપાનમાં હવે,મળે લગ્ન જીવનની જોડી
જીવનાબંધન એ કર્મનુલેણુ,જન્મે ભાગીદારથઇઆવે.
………લીલી વાડી જોઇ લેતા.
ઉંમરના આગમનમાં,સમજી વિચારી જીવનજીવી રહે
મન મહેનતના ફળ રુપે,કુદરત જીવ પર નજર કરે
શ્રધ્ધા રાખી મક્કમ મને,ગૃહ સંસારને વળગી ચાલે
ભક્તિના સોપાનનો સમય,જે અંતે પાવન જન્મ કરે.
……….લીલી વાડી જોઇ લેતા.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 23rd 2009
Merry Christmas
Dt:5/12/1983 Pradip Brahmbhatt
Happy,Happy,Happy days are never again
Years and years passed never come back
enjoy,enjoy,enjoy lovely Christmas days
It will never come back…(2)
………Happy,Happy,Happy.
O my lovely child,never be wild in a life
You will be great in a human being
Never come back,never be fail
Always stay in the head..(2)
……..Happy,Happy,Happy.
Love looks pure,but it’s not as water pure
It is thy good, when it’s from the heart
It will remain in the world until the life
You exist till your love…(2)
………Happy,Happy,Happy.
================================