June 27th 2018

પરખ જીવની

.            .પરખ જીવની  

તાઃ૨૭/૬/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માગણી મનની આંગળી ચીંધે,જીવનના સંબંધને એ સ્પર્શી જાય
કુદરતની આ પાવન ક્રીયા કર્મની,નિર્મળકેડી જીવને આપી જાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય.
સરળજીવન એ સુખશાંંન્તિથી સ્પર્શે,નાકોઇ ખોટીરાહ અડી જાય 
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,કર્મ અને વર્તનથી શાંન્તિ દઈજાય
મળેલ દેહને જીવ સાચવી લે,જે થઈ રહેલ પવિત્રકર્મથી જ દેખાય
પાવનકર્મ એ કૃપા સુર્યદેવની જીવપર,સવારસાંજના વર્તને સમજાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય
અનેકદેહ અવનીપર મળે જીવને,જે જગતમાં પાવનકર્મ કરાવી જાય
પરમાત્માનીકૃપા પવિત્ર ભારત દેશપર,જ્યાં પ્રભુ અનેકદેહ લઈ જાય
શ્રધ્ધા રાખી જીવનમાં એરાહ પકડો,જે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
દેહ લીધોછે અવનીપર પ્રભુએ,જે અનેક પવિત્ર નામે મંદીરમાં પુંજાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય.
======================================================

 

June 25th 2018

સંસારની સાંકળ

.           .સંસારની સાંકળ
તાઃ૨૫/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીપર,અનેક જન્મોના સંબંધને સ્પર્શી જાય
કુદરતની આ અજબલીલા,જન્મમરણથી આવનજાવન આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
માનવદેહને સંબંધ માબાપનો જીવનમાં,અવનીપર દેહ મળી જાય
સંતાનને સ્પર્શે સમય જીવનમાં,જે મળતી ઉંમરથી અનુભવ થાય
સંસારની સાંકળએ દેહનાબંધન,એ દેહને આગળપાછળ લઈ જાય
સરળતાનો સંગાથ મળે જીવને,જે મળેલદેહને સરળતા આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
દેહ એ કર્મના બંધન છે જીવના,જે અનેકદેહથી સમયે દેખાઈ જાય
પશુપક્ષી પ્રાણી એતો નિરાધાર દેહ,અવનીપર જીવ ભટકાતો જાય
નાકોઈ પરિવારનો સંબંધ રહે,કે નાકોઇનો નિખાલસ પ્રેમ મેળવાય
માનવજીવનને સરળતાનો સંગાથ મળે,જ્યાં સંસારી સ્નેહ મળીજાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
=======================================================
June 20th 2018

ગુજરાતી સરીતા

         
.          .ગુજરાતી સરીતા     

તાઃ૨૦/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની ગંગા લઈને,કલમપ્રેમીઓ હ્યુસ્ટન આવી જાય
ઉજવળકેડી પકડી ચાલતા,નિર્મળપ્રેમની વર્ષાય કરી જાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
પાવનપ્રેમના સંગે શ્રીસતીષભાઈ,કલમપ્રેમીઓને દોરી જાય
મનસુખભાઈનો પ્રેમ નિખાલસ,જે મળેલપ્રેમથી અનુભવાય
સમયસંગે સહવાસ રાખી,નિખીલભાઈના પ્રેમની વર્ષાથાય
ઉજવળ સમયની કેડીને ચીંધે,જે સૌને આનંદ આપી જાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
માતા સરસ્વતીની અસીમકૃપા થઈ,જે કલમથી સ્પર્શીજાય
ના કળીયુગની કોઇમાયા અડે,કે ના દેખાવનો મોહ થાય
સરળજીવન સંગે રહી કલમપ્રેમીઓ,ઉજવળતા આપી જાય
મળેલ માનવદેહની મહેંક પ્રસરે,જે પવિત્રજીવનથી સમજાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
શ્રધ્ધાપ્રેમથી કલમ પકડતાજ,માતા સરસ્વતીની કૃપા થઈ
કલમપકડી હ્યુસ્ટન આવ્યા,જ્યાં અનેકકૃતિઓ રચાઈ જાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં કલમ પ્રેમીઓ જ મળી જાય
પાવનકૃપા કલમપ્રેમીઓ પર,જે લખેલ કૃતિઓથી સમજાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
======================================================
June 20th 2018

જીંદગીની જ્યોત

.          .જીંદગીની જ્યોત          

તાઃ૨૦/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કળીયુગને કુદરતની સાંકળથી,જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપરના બંધન એજ કર્મનીકેડી,જીવને આવનજાવનથી દેખાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જન્મ મળેલ જીવને અવનીપર,એજ દેહને કર્મનાબંધન આપી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં જીવથી શ્રધ્ધાએજ ભક્તિ કરાય
નિર્મળભાવથી કરેલ ભક્તિ,એ સવારસાંજના સંગાથથી અનુભવાય
મળેલ માનવદેહની નિર્મળતા પ્રસરતા,પવિત્રજીવોની કૃપા મેળવાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જીવનમાં સ્પર્શતી અપેક્ષાની કેડી,એ નિર્મળભક્તિએ દુર રહી જાય
પ્રેમ પ્રભુનો મળે દેહને જીવનમાં,ના અભિલાષા કોઇજ દેહની થાય
સરળતાનો સંગાથ મળે દેહને,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
અવનીપરના આગમન વિદાયનો સંબંધ છુટતા,મુક્તિમાર્ગ મળી જાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
============================================================

	
June 13th 2018

સર્જનહારની લીલા

.          .સર્જનહારની લીલા 
તાઃ૧૩/૬/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા જીવને મળે અવનીપર,જે દેહને અનુભવ આપી જાય
થયેલકર્મ જ આંગળી ચીંધે જીવને,એ મળેલ દેહથી સમજાઈ જાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
પાવનરાહની ચીંધે આંગળી દેહને,એજ જીવનમાં વર્તન આપી જાય
મળેલદેહ એ સ્પર્શે કર્મથી,જે અવનીપર આગમનથીજ દેખાઈ જાય
સરળજીવનની રાહ મળે દેહને,જ્યાં સંત જલાસાંઇની રાહ સચવાય
નામાયા કે નાકોઈ અપેક્ષા જીવની રહે,નિર્મળ જીવનથીએ સમજાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
કુદરતની અદભુતલીલા જગતપર,ફક્ત માનવદેહને સમજ આપી જાય
પકડેલ કેડી જીવનમાં માનવ દેહથી,જે આવનજાવનના બંધને દેખાય
મનથી કરેલ નિર્મળ ભક્તિ પરમાત્માની,જે અનેકનામથીજ ઓળખાય
મળેલ દેહને પાવનરાહ આપીને જીવતા,નિર્મળજીવનનીકેડી આપીજાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
========================================================
June 9th 2018

પ્રેમની ઓળખ

.           .પ્રેમની ઓળખ      

તાઃ૯/૬/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સંબંધ છે અવનીપર,જે મળેલ દેહથી સમજાઈ જાય
પાવનકર્મની કેડી એસ્પર્શ જીવનો,દેહના બંધનથી સમજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
પ્રેમ નીખાલસ પતિપત્નીનો કુટુંબમાં,માનવતા મહેંકી જાય
નિર્મળપ્રેમનો સંબંધ દેહને,જે જીવનમાં સંતાનો આપી જાય 
માનવજીવન એ જીવની કેડી,દેહને નિર્મળજીવન મળી જાય
આશીર્વાદની રાહ મળે દેહને,જે સરળજીવનનોસાથ આપીજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
કર્મનીકેડી એજ જીવનાસંબંધ,જે અવનીએ દેહથી દેખાઈ જાય
પવિત્રપ્રેમ એ માનવદેહની સમજ,જે દેહને પાવનરાહે દોરીજાય
મનુષ્યદેહ એછે કૃપા પ્રભુની,જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
સમયને સમજી ચાલતા જીવનમાં,નાઉંમર કે દેખાવ અડી જાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
===================================================
June 9th 2018

મનનો મેળ

.           મનનો મેળ 

તાઃ૯/૬/૨૦૧૮             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જયાં પાવનરાહથી જીવન જીવાય
માનવતાની મહેંકપ્રસરે અવનીએ,જે કુટુંબની પવિત્રકેડીએ દેખાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
નિર્મળજીવન એ માનવીની સમજ,જે અનુભવથી આત્માને સમજાય
આંગણે આવી પ્રેમ સંગે કૃપા મળે,એજ ભગવાનની લીલા કહેવાય
મનને મળેલ વિચારની ગાથા,સત્માર્ગે જીવતા શ્રધ્ધાભક્તિ મળીજાય
નામોહની કોઇ માયા લાગે જીવનમાં,કે નાઆફત કોઇ આવી જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
શાંંન્તિ નો સહવાસ મળે જીવનમાં,એ પવિત્રરાહ દેહને આપી જાય
મનને મળેલ નિખાલસતાએજ જીવતા,મળેલ જન્મ પાવન થઇ જાય
અનેક જીવોને જલાસાંઇની રાહે શાંંન્તિ આપતા સુખની વર્ષા થાય
અજબ શક્તિશાળી દેવના અનેક સ્વરૂપ,જે અવનીએ દેખાઈ જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
===========================================================
June 7th 2018

જન્મનુ બંધન

.           .જન્મનુ બંધન   

તાઃ૭/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના અનેકદેહ એબંધન જીવના,કર્મની કેડીએ મેળવાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની,જે જીવને સત્માર્ગે દોરી જાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
અનેકજીવોનુ આગમન ધરતીપર,જે પશુપક્ષીને માનવથી દેખાય
કુદરતકેરી પવિત્રકેડી દુનીયા પર,જીવને અનેક રાહ આપી જાય
સરળ જીવનની રાહ મળે જીવને,જે દેહને પવિત્રરાહે દોરી જાય
પવિત્રકર્મ એ મળે કૃપાએ,જે જીવથી નિર્મળ શ્રધ્ધાએજ મેળવાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
માયામોહનો સંબંધ એ કળીયુગની લીલા,એ સમયે પરખાઈ જાય
પાવનકર્મ એકૃપા પ્રત્યક્ષ શ્રીસુર્યદેવની,સંગે રાંદલમાતા આવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે પવિત્રકર્મની કેડીઆપી જાય
જીવને સંબંધ અવનીપર આવનજાવનનો,એઅનેકદેહથી સ્પર્શીજાય 
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
=========================================================


	
June 4th 2018

પાવનજીવન

.         .પાવન જીવન        

તાઃ૪/૬/૨૦૧૮           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા,જગતપર જીવનેઅનેક રાહે સહેવાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા,જીવની નિર્મળ જ્યોત પ્રગટી જાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં પાવનરાહે ભક્તિ કરાય
અપેક્ષાપર અંધકાર રાખતા,શ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી અવનીને પાવનકરી,જે માનવીએ અનુભવ થાય
સદમાર્ગની રાહ ચીંધે પરમાત્મા,મળેલદેહને ઉજવળ કરીજાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
સવાર સાંજની પાવનરાહે જીવાય,એ સુર્યદેવની કૃપા કહેવાય
ભક્તિમાર્ગની રાહમળે,જ્યાં પાવનભાવથી નિર્મળભક્તિ થાય
સરળતાનો સહવાસ મળે,પરમાત્મા દેહને આંગળી ચીંધીજાય
નામોહની કોઇ માયા સ્પર્શે,કે નાજીવથી કોઇ માગણી થાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
========================================================