June 20th 2018

ગુજરાતી સરીતા

         
.          .ગુજરાતી સરીતા     

તાઃ૨૦/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની ગંગા લઈને,કલમપ્રેમીઓ હ્યુસ્ટન આવી જાય
ઉજવળકેડી પકડી ચાલતા,નિર્મળપ્રેમની વર્ષાય કરી જાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
પાવનપ્રેમના સંગે શ્રીસતીષભાઈ,કલમપ્રેમીઓને દોરી જાય
મનસુખભાઈનો પ્રેમ નિખાલસ,જે મળેલપ્રેમથી અનુભવાય
સમયસંગે સહવાસ રાખી,નિખીલભાઈના પ્રેમની વર્ષાથાય
ઉજવળ સમયની કેડીને ચીંધે,જે સૌને આનંદ આપી જાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
માતા સરસ્વતીની અસીમકૃપા થઈ,જે કલમથી સ્પર્શીજાય
ના કળીયુગની કોઇમાયા અડે,કે ના દેખાવનો મોહ થાય
સરળજીવન સંગે રહી કલમપ્રેમીઓ,ઉજવળતા આપી જાય
મળેલ માનવદેહની મહેંક પ્રસરે,જે પવિત્રજીવનથી સમજાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
શ્રધ્ધાપ્રેમથી કલમ પકડતાજ,માતા સરસ્વતીની કૃપા થઈ
કલમપકડી હ્યુસ્ટન આવ્યા,જ્યાં અનેકકૃતિઓ રચાઈ જાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં કલમ પ્રેમીઓ જ મળી જાય
પાવનકૃપા કલમપ્રેમીઓ પર,જે લખેલ કૃતિઓથી સમજાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment