June 29th 2007
જય શ્રી સ્વામિનારાયણ
વરસી વર્ષા હેતની
તાઃ૨૦ જુન ૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગણિત સંતોના આધાર સુણી ભક્તિ તણો પોકાર
પધાર્યા પાવન હ્યુસ્ટન કરવા આજ
મુક્તિ કર્મ તણા બંધનથી દેવાને કાજ
આવ્યા પુજ્ય આચાર્ય મહારાજ.
મનને લાગી સ્વામિનારાયણ ભગવાનની માયા
સતત સ્મરણથી પાવન કરવાને આ કાયા
પધારજો વારેવારે દોરવા ભક્તિ કેરા દ્વારે
મનડા પાવન કરજો અમારા.
કળશ ઉત્સવ ઉજવાય છે આંગણે આજ અમારે
શિખર શોભસે ભક્તિ કેરા કળશ મુકાશે મંદીરે અમારે
પાવન પ્રદીપનું જીવન કુંટુંબ સહિત મુક્તીને માગે.
અખંડ રાખજો અમ પર હેત.
દંડવત કરતા વારંવાર ભક્તો વિનવે કૃપા પામવા કાજ
સુણીપ્રેમ તણો પોકાર પધાર્યા પુજ્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ
આંગણા પાવન થાય ને હૈયે હરખ ના કહેવાય
જીવને મુક્તિ તણા મારગ છે દેખાય.
સાથે પુ.ધર્મકિશોરદાસજી ને પુ.દેવસ્વરુપદાસજી આવ્યા પ્રેમે આમારા
પધાર્યા પુ.માધવજીવનદાસ સ્વામી મુખથી સતત પ્રભુની વાણી
વરસ્યા પુજ્ય કે.પી.સ્વામીના હેત ને થઈ પ્રભુની કૃપા
આજે પધાર્યા પુજ્ય મહારાજ અમારે ઘેર.
ના માયાના બંધન અમને ને ના કાયાના મોહ
ઉજળા હૈયા દીસે અમારા વરસે અમો પર કૃપાળુ નો પ્રેમ
દંડ્વત કરતાં આનંદ હૈયે ને જીવને મલે સંતોના હેત
દીસે પામર જીવ મુક્તિ તણા માર્ગે છેક.
———————————————- ————-
પરમ પુજ્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અમારા પરના પ્રેમને કારણે તાઃ૨૯ જુન ૨૦૦૭ ના રોજ સંતો સહિત મારે ઘેર પધાર્યા તેની યાદ રુપે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા તથા પુજ્ય મહારાજશ્રીના આશીર્વાદ સદા અમો પર રહે તેવી પવિત્ર ભાવનાથી સેવામાં અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ તથા નિશીતકુમારના વંદન
June 27th 2007
ધુળેટી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
રંગ ભરેલી આ પિચકારી કોઈની રાહ નહીં જોનારી;
એક જ ઘાએ રંગનારી આ કોઈ થી ના નથી રોકાનારી,
રંગરંગીલા દેહે આજે માણે સૌ ધુળેટી;
અવનવા તહેવારોમાં લપટતી આ જીંદગી માનવી તારી.
..રંગ ભરેલી આ પિચકારી.
નાનામોટા સાથે મળીને થનગન ઉમંગે નાચે;
ગુલાલ કેસુડાના રંગોમાં રંગી આનંદ આનંદ માણે,
અવનવા આગંતુકોને મળીને મનડું થૈ થૈ નાચે;
સૌ ના તનમન રંગી નાખે ને ભેદભાવને ભુલાવે.
.. રંગ ભરેલી આ પિચકારી.
આવ્યો ફાગણ મહા પછીથી દુર કરવા મનડાનો મેલ;
ભેદભાવને ભુલી જઈને ગુલાલ જેવા વરસાવી હેત,
ના રહી ઈર્ષા ના રહ્યા દ્વેષ પરદીપ બની સૌ રાખે પ્રેમ
ભુલી ગયા સૌ શબ્દો જુના ગાંધીસેંન્ટરમાં લાવ્યા જ્યોત.
.. રંગ ભરેલી આ પિચકારી.
————
June 18th 2007
પધાર્યા અવતારી
પ્રદીપ બ્રહ્મભટ્ટ ૧૬મી જુન ૨૦૦૭.
આંગણું અમારું પાવન કરવા આજે, મોક્ષ પામર જીવોને દેવાને કાજે,
શ્રધ્ધા અમારી સાકાર કરવાને સારું,પ્રેમે સાંભળી અમારા હ્રદયનો પોકાર
આવ્યા મુજ પામરને દ્વાર,ધન્ય દિવસ છે કહેવાય,વંદન તમને વારંવાર
..કૃપા પરમાત્માની કહેવાય
માબાપની એવી કૃપા અમો પર થઈ,ને પ્રીતી ભક્તિ તણી બંધાણી
ઈષ્ટદેવને ઓળખવાને,મનડું હરદમ તરસી રહેલું,પામવા દર્શન કાજે
સહજાનંદનું સ્મરણ થતાં, મનડું થનગન નાચે, ને હૈયે ટાઢક લાગે
.અમારો સફળ માનવ જન્મ
કૃપાથતાં પધાર્યા શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ હ્યુસ્ટન આવી અમારે ઘેર
ભક્તિ અમારી પ્રેમે સ્વીકારી, પરમાત્માએ પાવન કીધા અમારા દ્વાર
સહજ ભાવ અમો પર રાખી, પધાર્યા શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ
..સદા અમારે હૈયે રાખજો હેત
શ્રધ્ધા અમારી સાચી નિરખી પરમાત્માની કાયમ કૃપા અમોએ દીઠી
જલાબાપાનો ગુરુવારને તારીખ ૧૪મી જુન ૨૦૦૭ ના પવિત્ર દીને
પધાર્યા વડતાલદેશથી શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દેવા પરમાત્માનોપ્રેમ
…કૃપા અનંતઘણી કહેવાય
સંત તણી અનંત કૃપા અમો પર પધાર્યા પુ.સુર્યપ્રકાશ સ્વામી સાથે
પુ.સરજુસ્વામી પઘાર્યા હેત અમો પર રાખી દેવા આશીશ અમને
ઈષ્ટદેવની દયાદ્રષ્ટી અમો પર પધારે વારેવારે સાચી ભક્તિ અમારી
….સદા હૈયે હેત રાખી
ના માયાના બંધન અમને,ના લાલચ ના મોહ,લાગી લગની આ દેહે
ફળફળાદિ ધર્યા રમાએ અર્પણ કરવા સ્નેહ,આરોગો અમપર રાખી હેત
બદામ,પીસ્તા,કેસર નાખી દુધ બનાવ્યું સાર્થક કરજો સાચો પ્રેમ
..મુક્તિ જન્મમરણથી દેજો
મારાપિતા રમણલાલને આશિશ આપીપ્રેમ વરસાવી હૈયે રાખજો હેત
માતા કમળાબેનને સ્વીકારી ભક્તિ અમારી કાયમ દેજો અનંત પ્રેમ્
રવિ,રમા ને દીપલ વિનવે,ને પ્રદીપ,નીશીત પણ વંદે કૃપા કાજે.
..પધારજો અવતારી વારેવારે
—————–
વડતાલ દેશ ગાદીના આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી હ્યુસ્ટન પધાર્યા અને ઈષ્ટદેવનીકૃપા થકી મારે ત્યાં પધાર્યા તેની યાદ રુપે તેમની કૃપાથી લેખેલ કાવ્ય તેમની સેવામાં.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર હ્યુસ્ટન તાઃ૧૬મી જુન ૨૦૦૭.
June 7th 2007
Well come
to
Mr. Cau Chin (Spiritual Leader)
By Pradip Brahmbhatt Dt. March 11, 2007
Every time and any time,
Every day and any day
We respect you. We believe you
We waited long time
To well come you Mr.Cau Chin.
Little house little people
Little income little life, But
We always keep big Heart
With big respect, big love
With little simple life.
We love God, We love godly people
We love you and respect you
You show me the real way of life
Because you have spiritual eye
You help us every time.
Jalrambapa loves you
Shri Saibaba loves you
Lord Rama and Krishna love you too
you guide and help the people
Have a heartily blessing too.
We love you we wait for you
Because you help in my simple life
No one tell me no one show me
My past, Present and future
You are Great in our Life.
Ravi and Rama, Dipal and Nishit
Pradip and Puj.Shakuben
We always pray for Cau Chin’s
Happy, Healthy and Long Life
Because you bring peace in our LIFE
—————————————
To Respect Our Mr. Cau Chin we can request you
To come and Bless our House at Any and every TIME.
Pradip, Rama, Ravi, Dipal, Nishit, Puj.Shakuben, Sureshlal & family.
Brahmbhatt family of Houston & S.S.Brahmbhatt family North Bergen, NJ