June 29th 2007

વરસી વર્ષા હેતની

                              જય શ્રી સ્વામિનારાયણ     
                                 વરસી વર્ષા હેતની
તાઃ૨૦ જુન ૨૦૦૭                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગણિત સંતોના આધાર સુણી ભક્તિ તણો પોકાર
                   પધાર્યા પાવન હ્યુસ્ટન કરવા આજ
                         મુક્તિ કર્મ તણા બંધનથી દેવાને કાજ
                                  આવ્યા પુજ્ય આચાર્ય મહારાજ.
 મનને લાગી સ્વામિનારાયણ ભગવાનની માયા
                  સતત સ્મરણથી પાવન કરવાને આ કાયા
                      પધારજો વારેવારે દોરવા ભક્તિ કેરા દ્વારે
                                    મનડા પાવન કરજો  અમારા.
 કળશ ઉત્સવ ઉજવાય છે આંગણે આજ અમારે
              શિખર શોભસે ભક્તિ કેરા કળશ મુકાશે મંદીરે અમારે
                    પાવન પ્રદીપનું જીવન કુંટુંબ સહિત મુક્તીને માગે.
                                                          અખંડ રાખજો અમ પર હેત.
 દંડવત કરતા વારંવાર ભક્તો વિનવે કૃપા પામવા કાજ
          સુણીપ્રેમ તણો પોકાર પધાર્યા પુજ્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ
                           આંગણા પાવન થાય ને હૈયે હરખ ના કહેવાય
                                                    જીવને મુક્તિ તણા મારગ છે દેખાય.
 સાથે પુ.ધર્મકિશોરદાસજી ને પુ.દેવસ્વરુપદાસજી આવ્યા પ્રેમે આમારા
          પધાર્યા પુ.માધવજીવનદાસ સ્વામી મુખથી સતત પ્રભુની વાણી
                       વરસ્યા પુજ્ય કે.પી.સ્વામીના હેત ને થઈ પ્રભુની કૃપા
                                               આજે પધાર્યા પુજ્ય મહારાજ અમારે ઘેર.
 ના માયાના બંધન અમને ને ના કાયાના મોહ
              ઉજળા હૈયા દીસે અમારા વરસે અમો પર કૃપાળુ નો પ્રેમ
                       દંડ્વત કરતાં આનંદ હૈયે ને જીવને મલે સંતોના હેત
                                                દીસે પામર જીવ મુક્તિ તણા માર્ગે છેક.
               ———————————————- ————-
 પરમ પુજ્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અમારા પરના પ્રેમને કારણે તાઃ૨૯ જુન ૨૦૦૭ ના રોજ સંતો સહિત મારે ઘેર પધાર્યા તેની યાદ રુપે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા તથા પુજ્ય મહારાજશ્રીના આશીર્વાદ સદા અમો પર રહે તેવી પવિત્ર ભાવનાથી સેવામાં  અર્પણ. 

                      લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ તથા નિશીતકુમારના વંદન