May 31st 2016
. ઉમંગને આવકાર
તાઃ૩૧/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધ પ્રેમ ને ઉમંગની કેડી,માનવજીવનને સ્પર્શી જાય
અંતરની અભિલાષાને છોડતા,પાવનરાહ પકડાઇ જાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
જીવન એ છે જકડેલી સાંકળ,જે અનુભવથી ઓળખાય
કર્મની નિર્મળકેડી સ્પર્શે જીવને,માનવતા આપી જાય
કુદરતની આ અપારલીલા,જગતમાં સમયે સમજાય
માનવદેહ મળે અવનીએ,જીવને ભક્તિએ અનુભવાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
કર્મબંધને જન્મ મળે છે જીવને,માબાપની કૃપા કહેવાય
અવનીપરના આગમનને સમજતા,પ્રેમે પગલા ભરાય
સમયને સાચવીને ચાલવા,સાચી નિર્મળ ભક્તિજ થાય
સંત જલાસાંઇની ચિંધેલ ભક્તિ,માનવતાને સ્પર્શીજાય
……….એ અનંત લીલા અવિનાશીની,મળેલ જન્મ સફળ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++
May 30th 2016
पुज्य श्री म्रुदलक्रीशन गोस्वामी
पवित्र भक्तिराह
ताः३०/५/२०१६ प्रदीप ब्रह्मभट्ट
राधे क्रुष्ण राधे क्रुष्ण जपते,म्रुदलजी ह्युस्टन आये आप
श्रध्धा भक्तिकी राह दीखाने,श्री क्रुष्णने प्रेरणाकी है आज
………येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
पवित्रराह पकडके आये हो,देने भक्तोको उज्वल भक्तिराह
असीमक्रुपा हो रही है,जो आपके दर्शनसे मील रहीहै आज
पावनराहको देनेही ह्युस्टनमे,परमात्मा लेकर आये आज
निर्मळभक्ति प्रेमसे करतेहो,जो आपको प्रेरणा होती साथ
……..येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
मनमे श्रध्धाको रखके सौ,आये है हरिभक्तो मंदीरमे आज
आशिर्वादकी आपकी एकही द्रष्टि,दे पावन भक्तिराहका संग
श्री क्रुष्ण क्रुपा हो जायेगी,साथमें राधिकाजी आयेहे आज
येही आपकी पवित्रराह है,जो हमे मीलरही हे कथाके साथ
……..येही आपकी पवित्र भक्तिराह,जो क्रुष्णक्रुपाए मील रही है आज.
==+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++==
. .ह्युस्टनमे रहेते भक्तोको भगवान श्री क्रुष्ण और राधामाताकी असीमक्रुपासे
परम पुज्य संत आचार्य महाराज श्री म्रुदलक्रीशन गोस्वामीजी भागवत कथा
करने आये है वो पवित्र प्रसंगकी यादके रूपमें ये काव्य सप्रेम भेंट.
ली.प्रदीप ब्रह्मभट्ट और साथमें भक्तोका वंदन.
May 30th 2016
. .ઉજ્વળતાના વાદળ
તાઃ૩૦/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિરાહને મેળવાય
પાવનકર્મની પવિત્રકેડીએ જીવતા,ઉજ્વળતાના વાદળ વર્ષી જાય.
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મળે જીવનમાં પ્રેમ નિખાલસ,ના અપેક્ષા કોઇ જીવનમાં અડી જાય
માનવતાની મહેંકપ્રસરે,અવનીએમળેલદેહ પવિત્રરાહે ચાલી જાય
કળીયુગની કાતરના સ્પર્શે,કે ના કોઇ સુખદુખની અપેક્ષાય રહીજાય
ઉજ્વળતાના વાદળની વર્ષા થાય,ત્યાંજમળેલદેહ પવિત્ર થઈ જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મારૂ તારૂ એ સ્પર્ષે દેહને જીવનમાં,જે માનવદેહના વર્તનથી દેખાય
ઉજ્વળ રાહ એ કૃપા જલાસાંઇની,એ જગતમાં જન્મ સફળ કરી જાય
મળે માનવ દેહ જીવને અવનીએ,જે કર્મના બંધનથી જ મળી જાય
અસીમ કૃપાએ જ દ્રષ્ટિ અવિનાશીની,માનવ જન્મ સફળ કરી જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
===========================================
May 27th 2016
. .પાપડીયો પ્રેમ
તાઃ૨૭/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી લીધો પ્રેમ પારખી,ત્યાં જ સવાર સુધરી ગઈ
માનવજીવનની પાવનકેડી,જન્મ સફળ કરશે અહીં
………એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
પ્રેમની સાંકળ એજ કૃપા પ્રભુની,જે જીવને સ્પર્શે જઈ
મળતી માયામોહનેતોડતી,પાપડીયો પ્રેમથયોઅહીં
દેખાવની કેડી કળીયુગ આપે,ના કોઇને એ છોડે ભઈ
અપેક્ષાનાવાદળતોડવા,જલાસાંઇની રાહે ચાલો અહીં
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
અભિમાનનાવાદળ ના સ્પર્શે,જ્યાં અપેક્ષાને તોડો અહીં
મનથીરાખેલ શ્રધ્ધા આવશે,આંગણે તમે જ્યાં ઉભા ભઈ
નિર્મળતાનો સંગ મળશે જીવને,પવિત્રરાહ આપશે અહીં
પાપડીયા પ્રેમને પારખી લેતાજ,ના આફત આવશે ભઈ
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
+++++++++++++++++++++++++++++++++++++
May 26th 2016
. .તાલી પાડી
તાઃ૨૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલી પાડતા તાલ મળે,જે કાન થકી જ મળી જાય
મનને શાંન્તિ પ્રેમ મળે,જે અનંત આનંદ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
સરળ તાળી પડે હાથથી,ત્યાં કાનથી પ્રેરણા થાય
નિર્મળતાથી પડેલ તાળી,જીવ ભક્તિભાવે દોરાય
મનથી સ્મરણ કરતા જલાસાંઇનુ,પુંજન પ્રેમેથાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં નિર્મળ તાલી પડાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
તાલીઓના તાલે ગરબે ઘુમતા,માતાની કૃપા થાય
અનંતપ્રેમની વર્ષાથાય,જે નિર્મળભક્તિ આપી જાય
પ્રેમ નિખાલસ રાખીને જીવતા,જીવ સત માર્ગે દોરાય
પરમપ્રેમની એકજ તાળી,જીવને ભક્તિરાહ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
***********************************************
May 26th 2016
. .મળતો પ્રેમ
તાઃ૨૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ પ્રેમને ના માપી શકે કોઇ,ના અપેક્ષાએ મેળવાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધાએ જીવન જીવાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
પડે જીવ પર પરમાત્માની દ્રષ્ટિ,જે અનુભવથી સમજાય
ના ખોટી લાગણી અડે જીવને,જ્યાં પવિત્રકર્મને સચવાય
સમયની સાચી કેડી મળતા,સાચા સંતની કૃપા મળી જાય
અંતરને ના આંબે કોઇ જગતમાં,જે સાચી શ્રધ્ધાએ દેખાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
નિર્મળ ભાવનાએ જીવનજીવતા,નાકદી અશાંન્તિ મેળવાય
પળે પળને સમજીને ચાલતા,આ મળેલ જીવન મહેંકી જાય
કુદરતની કૃપા મળે જીવને,જ્યાં માનવ જીવનને સમજાય
ના અપેક્ષા કોઇ કદી રહે જીવનમાં,જે જન્મ સફળ કરી જાય
……….મળે પ્રેમ જીવને નિખાલસ,જે નિર્મળ જીવનમાં દઈ જાય.
=++++++++++++++++++++++++++++++++++++=
May 25th 2016
. .અંતરનો અવાજ
તાઃ૨૫/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અસીમકૃપા જીવને,પાવનકર્મથી મળી જાય
અંતરને મળેલ નિખાલસરાહ,નિર્મળ ભક્તિએજ મેળવાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને અનંત શાંન્તિ દઇ જાય
ના મોહની કોઇ અપેક્ષા રહે,કે ના કોઇ અભિમાન અથડાય
અંતરનો અવાજ એજ કર્મનો સંબંધ,જે જીવને સ્પર્શી જાય
નાકળીયુગ નાસતયુગ સ્પર્શે જીવને,જન્મસાર્થક થઈ જાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
સંત જલાસાંઇની પવિત્રરાહ પકડતા,અનેક જીવોખુશથાય
આવી આંગણે નિખાલસ પ્રેમ મળતા,પવિત્રરાહ મળી જાય
મુક્તિ માર્ગના દ્વાર ખુલે જીવના,જ્યાં અંતરમાં આનંદ થાય
શ્રધ્ધાની નિર્મળરાહે જીવતા,જન્મમરણના બંધનછુટીજાય
…………એજ અંતરનો અવાજ જગતમાં ,જે કોઇનેય ના સંભળાય.
=======================================
May 18th 2016
. .ભક્તિસાગર
તાઃ૧૮/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા છે પરમાત્માની,જગતમાં અનુભવોથી સમજાય
અનેક દેહ મળેલા જીવને,જે કર્મની કેડીના બંધને મેળવાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવની જ્યોત પ્રગટાવી જાય
શ્રધ્ધારાખીને પકડેલ ભક્તિરાહ,અનુભવથી ઓળખાઇ જાય
પ્રેમ મળે પરમાત્માનો જીવને,જે ભક્તિસાગરને તરાવી જાય
સાચીભક્તિ નિખાલસ ભાવનાએ કરતા,પાવનરાહ મળીજાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
પ્રાર્થના પરમાત્માને કરતા,જીવનમાં ના કોઇ અપેક્ષા રખાય
સાચીરાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિરાહે સેવા થાય
ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહ રાખતા,પવિત્ર કર્મો થઈ જાય
મળેકૃપા પરમાત્માની જીવને,જે મળેલ જન્મ સાર્થકકરી જાય
………એજ લીલા છે અવિનાશીની,અબજો જીવોને રાહ આપી જાય.
========================================
May 16th 2016
. . સર્જનહાર
તાઃ૧૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળતા સહેવાય
માનવદેહ એજ સર્જનહારની કૃપા,જીવને કર્મ થકી સમજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,સરળ કેડીનો સંગ મળી જાય
ધર્મ કર્મ એ જગતની સીડી,જીવને મળેલ રાહથી સમજાય
શ્રધ્ધા રાખી પવિત્રરાહને પામવા,કળીયુગથી દુર રહેવાય
નાઅપેક્ષા કે નાકોઇ આશા રાખતા,નિર્મળ ભક્તિ પ્રેમે થાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
મળેલ દેહ એ છે સંબંધ કર્મના,જ્યાં માબાપથી દેહ મેળવાય
કુટુંબ કેરી સીડીએ ચઢતા,દેહના સંબંધ જીવને મળતા જાય
કર્મના બંધનને દુર કરવા,સાચા સંતની ભક્તિરાહ મેળવાય
જલાસાંઇની ભક્તિરાહ પકડતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
=======================================
May 6th 2016
. .શાંન્તિ
તાઃ૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમને જીવને,દેહ થકી અનુભવો ઓ ળખાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે જીવને કર્મ થતા સમજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળેલ દેહ કર્મને સ્પર્શે,જે અવનીપર આગમને દેખાય
માનવ જીવન મળતા જીવને,જગત પર કર્મને સમજી શકાય
પરમાત્માની અસીમ કૃપાએજ,જીવને ભક્તિમાર્ગ મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જલાસાંઈની ભક્તિરાહ મેળવાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળે શાંન્તિ જીવનમાં,જે નિર્મળ ભક્તિએજ મેળવાય
મનથીકરેલ નિર્મળભક્તિ,જીવે સુખશાંન્તિનો સંગ મળી જાય
માનવ જીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
મળેશાંન્તિનોસહવાસ જીવને,જ્યાં આંગણે પ્રભુકૃપાઆવીજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
===========================================